સેમસંગ ગેલેક્સી એસ 6ની આ 5 ખુબીઓ આઇફોન 6માં પણ નહીં મળે
આઇફોન 6 યૂઝર સાથે આપ જો કોઇ અન્ય સ્માર્ટફોન વિશે વાત કરશો તો લગભગ જ તે આપની વાત સાંભળવાનું પસંદ કરશે, પરંતુ સેમસંગે ગેલેક્સી 6 એજને લોંચ કરીને એપલ આઇફોન 6 માટે થોડી મુશ્કેલી ઊભી કરી દીધી છે. સેમસંગ ગેલેક્સી એસ 6માં કેટલીંક એવી ખૂબીઓ આપવામાં આવી છે કે જે આઇફોન 6ને મોટી ટક્કર આપી શકે છે. જોકે આંકડાઓ પર નજર નાખીએ તો આઇફોન 6નું વેચાણ ખૂબ જ મજબૂત છે. સેમસંગનું વેચાણ 10 એપ્રિલથી શરૂ થઇ જશે.
અમે અમારા આ લેખમાં આપને અવગત કરાવીશું કે સેમસંગના આ લેટેસ્ટ ફોનમાં શું છે ખાસ. તો આવો એક નજર કરીએ કે સેમસંગ એસ 6માં આપવામાં આવેલી એવી ખૂબીઓ અંગે જે આઇફોન 6ને કાંટાની ટક્કર આપી શકે છે.
સેમસંગ ગેલેક્સી એસ 6ની વાંચો 5 ખુબીઓ તસવીરોમાં..

ઝડપી ચાર્જિંગ
એપલ આઇફોનન પણ ઝડપી ચાર્જ કરી શકે છે, પરંતુ સેમસંગ ગેલેક્સી એસ 6માં સુપર ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજી આપવામાં આવી છે. જે માત્ર 10 મિનિટમાં જ 1 કલાક સ્ટેંડબાય ટાઇમ ચાર્જ કરી શકે છે.

વાયરલેસ ચાર્જિંગ
નવી ચાર્જિંગ ટેકનોલોજીના પગલે સેમસંગ ગેલેક્સી એસ 6 અને એસ 6 એજમાં વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યું છે, પરંતુ આઇફોન 6 માટે આપે અલગથી થર્ડ પાર્ટી વાયરલેસ ચાર્જર લેવું પડશે.

એક સાથે ઘણી એપ રન કરી શકો છો
એપલ આઇફોન 6માં મલ્ટીટાસ્કિંગ પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે, પરંતુ એસ 6ની સ્ક્રીનમાં એક સાથે બે એપ ઓપન જ નહીં પરંતુ તેને ઓપરેટ પણ કરી શકો છો.

નોટિફિકેશન માટે અલગથી એક નાની સ્ક્રીન
સેમસંગમાં વેક ગેશ્ચરનું ફીચર આપવામાં આવ્યું છે, જે ખૂબ જ કૂલ છે ફોનને અનલોક કર્યા વગર આપ સાઇડમાં તમામ નોટિફિકેશન જોઇ શકો છો.

ફોન ઉઠાવ્યા વગર જોઇ શકો છો કે કોનો ફોન છે
જો આપની પાસે ગેલેક્સી એસ 6 છે, તો ફોનને અડ્યા વગર આપ એ જાણી શકો છો કે કોનો ફોન છે, તેના માટે આપ જરૂરી કોંટેક્ટમાં આપ અલગ અલગ કલરની નોટિફિકેશન સેટ કરી શકો છો.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન





Click it and Unblock the Notifications
