For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

8 વાતો: જે તમામ વોટ્સઅપ યુઝર્સને ખબર હોવી જ જોઇએ

|
Google Oneindia Gujarati News

આપણે બધા વોટ્સઅપ વાપરીએ છીએ. વોટ્સઅપમાં હવે કોલિંગની પણ ફેસેલિટી ઉપલબ્ધ છે ત્યારે આજે અમે તમને કેટલીક એવી વાતો જણાવાના છીએ જે તમામ વોટ્સઅપ યુઝર્સને ખબર હોવી જ જોઇએ.

જો તમે પણ વોટ્સઅપ યુઝર્સ હોવ તો જોતા રહો આ સ્લાઇડર. અને હા જો આમાંથી કોઇ વાત તમને વોટ્સઅપ વિષે ના પણ ખબર હોય તો વાંધો નહીં. કારણ કે અમે તમને અહીં એ કેવી રીતે કરવું તે પણ સમજાવીશું.

તો જાણો વોટ્સઅપ વિષે આ આઠ વાતો..

સ્ટોપ ઓટો ડાઉનલોડ

સ્ટોપ ઓટો ડાઉનલોડ

વોટ્સઅપમાં કોઇ પણ ઇમેજ કે વિડિયો જાતે જ ડાઉઇલોડ થઇ જાય છે. જે તમારા ઇન્ટરનેટનો ખર્ચો અને સ્પેસ બન્નેમાં વધારો કરે છે. ત્યારે આ ઓટો ડાઉનલોડને મેન્યુઅલ સ્ટોપ કરી શકાય છે. (મેન્યુઅલી ઓટો ડાઉનલોડ સ્ટોપ કંઇ રીતે કરવું તે અહીં જાણો)

લાસ્ટ સીનને ડિસેબલ કરવું

લાસ્ટ સીનને ડિસેબલ કરવું

પહેલા તમે વોટ્સઅપ છેલ્લે ક્યારે જોયું તે લાસ્ટ સીન દ્વારા ખબર પડી જતી હતી. પણ હવે વોટ્સઅપમાં લાસ્ટ સીન ડિસેબલ કરવાનો ઓપશન છે.

તમે તમારો વોટ્સઅપ નંબર ચેન્જ કરી શકો છો

તમે તમારો વોટ્સઅપ નંબર ચેન્જ કરી શકો છો

પહેલા વોટ્સઅપ નંબર ચેન્જ કરવા લોકો આખું અકાઉન્ટ જ ડિલિટ મારતા પણ હવે તમે નવો નંબર મેન્યુઅલી ચેન્જ કરી શકો છો. (વોટ્સઅપમાં નંબર ચેન્જ કેવી રીતે કરવું તે અહીં જાણો)

ડિલિટ મેસેજ પાછા મળી શકે છે

ડિલિટ મેસેજ પાછા મળી શકે છે

હા તમે બરાબર જ વાંચ્યું છે. તમે જો કોઇ મહત્વનો વોટ્સઅપ મેસેજ ડિલિટ કરી દીધો હોય તો તમે તેને પાછો મેળવી શકો છો. (વધુ માહિતી માટે અહીં ક્લિક કરો)

લોક ધ એપ

લોક ધ એપ

તમને કોણે વોટ્સઅપ કર્યું, શું લખ્યું, કેમ લખ્યું તે વાત બધાને ખબર ના પાડવી હોય તો તમારા એપને લોક કરો. (કેવી રીતે વોટ્સઅપને લોક કરશો તે જાણવા અહીં ક્લિક કરો).

ક્રિએટ ફેક ચેટ

ક્રિએટ ફેક ચેટ

Whatsaid કરીને એક એપ્લીકેશન આવે છે જેના દ્વારા તમે ફેક ચેટ ક્રિએટ કરી શકો છો. ફેક સેલેબ્રિટી સાથે તમે ચેટ કરી હોય તેવું કંઇ પ્રેન્ક તમે આ સોફ્ટવેર દ્વારા કરી શકો છો.

વોટ્સઅપ કોમ્પ્યુટર પર

વોટ્સઅપ કોમ્પ્યુટર પર

હા હવે વોટ્સઅપ કોમ્પ્યુટર પર પણ છે. જેથી હવે તમે ખાલી તમારા મોબાઇલથી જ નહીં તમારા લોપટોપ પરથી પણ ચેટ કરી શકો છો.

વોટ્સ અપ કોલિંગ

વોટ્સ અપ કોલિંગ

વોટ્સ અપએ હમણાં જ ફ્રી કોલિંગ ઓપશન રજૂ કર્યો છે જેના દ્વારા તમે તમારા ફેન્ડ્ર, પરિવારજનો જોડે ફ્રીમાં કોલ કરી શકો છો. (વોટ્સઅપ કોલિંક કંઇ રીતે કરવું તે જાણવા અહીં ક્લિક કરો.)

English summary
8 Tips Every Whatsapp user should know
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X