For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગૂગલના નવા સીઇઓ સુંદર પિચાઇ વિશે જાણવું જરૂરી છે

|
Google Oneindia Gujarati News

કેલિફોર્નિયા, 11 ઓગસ્ટ: એક વાર ફરીથી ભારતીય ધુરંધરોએ પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરાવ્યું છે, અમે વાત કરી રહ્યા છીએ ગૂગલના નવા સીઇઓ સુંદર પિચાઇની, જેમને ગૂગલ કંપનીએ પોતાના સીઇઓ બનાવ્યા છે.

આવો જાણીએ ભારતીય મૂળના આ પ્રતિભાવાન સીઇઓની ખાસ વાતો...

  • સુંદર પિચાઇનો જન્મ 12 જુલાઇ 1972ના રોજ ચેન્નઇમાં થયો હતો.
  • તેમનું અસલી નામ પિચાઇ સુંદરરાજન છે.
  • સુંદરે આઇઆઇટી ખડગપુરથી Metallurgical Engineeringનો અભ્યાસ કર્યો છે.
  • આઇઆઇટી ખડગપુરથી એન્જિનિયરિંગની ડિગ્રી લીધા બાદ સુંદરે stanford University થી માસ્ટર્સ કર્યું.
  • ત્યારબાદ તેમણે પેન્સિલવાનિયા યુનિવર્સિટીથી એમબીએ કર્યું.
  • છેલ્લા 11 વર્ષોથી સુંદર પિચાઇ ગૂગલ સાથે જોડાયેલા છે.

સુંદર પિચાઇના રસપ્રદ વ્યક્તિત્વ અંગે જાણો વધું...

ગૂગલના નવા સીઇઓ સુંદર પિચાઇ

ગૂગલના નવા સીઇઓ સુંદર પિચાઇ

ગૂગલના કો-ફાઉંડર લૈરી પેજે સુંદરનો ગૂગલમાં સ્વાગત કરતા જણાવ્યું કે મને લાગે છે કે સુંદર પોતાના નામની જેમ ગૂગલને વધૂ સુંદર અને સ્વચ્છ બનાવશે. લૈરી પૈજે આ વાતો પોતાના બ્લોગ પર લખી છે.

11 વર્ષોથી ગૂગલ સાથે જોડાયેલા છે

11 વર્ષોથી ગૂગલ સાથે જોડાયેલા છે

સુંદર પિચાઇ છેલ્લા 11 વર્ષોથી ગૂગલથી જોડાયેલ છે, તે આનાથી પહેલા ગૂગલના સીનિયર વાઇસ પ્રેસિડેંટ રહી ચૂક્યા છે. તેમણે એંડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ ડેવલપમેંટમાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી છે.

અંજલિ પિચાઇ

અંજલિ પિચાઇ

સુંદર પિચાઇની પત્નીનું નામ અંજલિ પિચાઇ છે, તેમને બે બાળકો છે, એક દિકરો અને એક દીકરી છે.

ગૂગલમાં વાઇસ પ્રેસીડેંટ પદ પર હતા

ગૂગલમાં વાઇસ પ્રેસીડેંટ પદ પર હતા

પિચાઇ હજી ગૂગલમાં વાઇસ પ્રેસીડેંટ પદ પર હતા અને તેમને રિસ્ટ્રક્ચરિંગ હેઠળ ગૂગલના સીઇઓ બનાવવામાં આવ્યા છે. તેમના પિતા એક ઇલેક્ટ્રિક એન્જિનિયર રહ્યા છે.

આલ્ફાબેટ ઇંક

આલ્ફાબેટ ઇંક

ગૂગલે એક નવી કંપની બનાવી છે જેનું નામ છે આલ્ફાબેટ ઇંક. ગૂગલની તમામ કંપનીઓ હવે આ જ કંપનીથી સંચાલીત થશે. ભારતીય મૂળના સૂંદર પિચાઇ હવે ગૂગલના સીઇઓ છે.

English summary
India-born Sundar Pichai was named CEO of Google on Tuesday by the company's founders Larry Page and Sergei Brin in course of a re-organization that created a mother company called Alphabet.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X