આ ફીચર્સ થકી એપલનો નવો આઇફોન કરી દેશે બધાની છૂટ્ટી

એપલ પોતાના નવા આઇફોન વર્ઝનના લોન્ચિંગની તૈયારીમાં લાગી ગયું છે. અહેવાલ અનુસાર 10 સપ્ટમ્બરે એપલ નવો આઇફોન લોન્ચ કરશે. આ સાથે સમાચાર એ પણ મળી રહ્યાં છે કે, એપલ એક સાથે બે આઇફોન લોન્ચ કરી શકેછે, જેમાં એક મોડલ ઓછી કિંમતમાં એટલે કે એપલનો સૌથી સસ્તો આઇફોન હશે.

એપલ બજારના વલણને જોઇને સસ્તાં આઇફોન મોડલ લોન્ચ કરી શકે છે, કારણ કે જાણકારો અનુસાર આઇફોને જો માર્કેટમાં પોતાની પકડ વધુ મજબૂત કરવી છે તો તેણે પોતાની રેન્જમાં ઓછી કિંમતના આઇફોન સામેલ કરવા પડશે, સાથે જ એપલે ઓછા બજેટમાં ફોનના ફીચર્સ પર પણ ધ્યાન આપવું પડશે, કારણ કે માત્ર ભારતમાં જ નહીં પરંતુ અન્ય દેશોમાં સેમસંગ, નોકિયા અને સોની જેવી બ્રાન્ડ ઓછી કિંમતમાં શાનદાર ફીચર્સ આપવાના પ્રયાસો કરી રહ્યાં છે.

એ તો હવે 10 સપ્ટેમ્બરે જ માલુમ પડશે કે એપલ આ વખતે લોકોને પોતાના આઇફોનમાં શું નવું આપશે, પરંતુ નવા આઇફોનના ફીચર્સને લઇને લોકો વચ્ચે ઘણી ઉત્સુકતા જાગી છે, તો ચાલો જાણીએ કેટલાક એવા ફીચર્સ અંગે જે નવા આઇફોનમાં આપવામાં આવી શકે છે, કારણ કે એપલે અત્યારસુધી પોતાના નવા આઇફોનના ફીચર્સને લઇને કોઇપણ પ્રકારનું નિવેદન આપ્યું નથી. તેમ છતાં તસવીરો થકી જાણીએ કે એપલ કયા-કયા ફીચર્સ આપી શકે છે.

12 મેગા પિક્સલ કેમેરા સાતે સ્લોમોશન વીડિયો રેકોર્ડિંગ

12 મેગા પિક્સલ કેમેરા સાતે સ્લોમોશન વીડિયો રેકોર્ડિંગ

નવા આઇફોન 5 એસમાં 12 મેગાપિક્સલના કેમેરાનું ઓપ્શન હશે, જેમાં 120 ફ્રેમ પર સેકેન્ડની સ્પીડથી વીડિયો રેકોર્ડિંગ કરી શકાશે, સાથે જ તેમા સ્લો મોશન વીડિયો પણ રેકોર્ડ કરી શકાશે.

સાઇઝ

સાઇઝ

આઇફોન 5 એસની સાઇઝને લઇને વિશેષજ્ઞોનું કહેવું છે કે, તેમાં 4.7 ઇન્ચથી લઇને 5.7 ઇન્ચ સુધીની સ્ક્રિન આપવામાં આવી શકે છે અને તેની સાઇઝ ગત આઇફોન 5ની જેમ જ હશે.

હોમ સ્ક્રિનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર

હોમ સ્ક્રિનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર

ગત વર્ષે એપલે ઘોષણા કરી હતી હતી કે કંપની 356 મિલિયન ડોલર ખર્ચ કરીને ફિંગરપ્રિન્ટ ટેક્નિક પર કામ કરી રહી છે અને બની શકે છે કે, એપલ પોતાના નવા આઇફોન 5 એસમાં આ ફિંગરપ્રિન્ટ ટેક્નિક આપી શકે છે, જેની મદદથી તમે ફોનમાં ફિંગરપ્રિન્ટની મદદથી તેનું લોક ખોલી શકો.

ડબલ ફ્લેશ

ડબલ ફ્લેશ

કલ્ટ ઓફ મેકે આઇફોન 5 એસની લીક ઇમેજ પોસ્ટ કરી હતી, જેને જોઇને કહીં શકાય છે કે, નવા આઇફોનમાં ડ્યુએલ લીડ ફ્લેશ કેમેરા હશે, જેમાં ઓછી રોશનીમાં સારી તસવીર ખેંચવાની ક્ષમતા હશે.

બોડી ડિઝાઇન

બોડી ડિઝાઇન

આઇફોન 4 અને 4 એસની સરખામણીએ નવા આઇફોન 5 એસની હાઉજિંગ એલ્યુમીનિયમની બનેલી હશે. એપલે તેના માટે લિક્વિડમેટલની સાથે પોતાનો કરાર વધારીને 2014 સુધીનો કરી દીધો છે.

બ્લેક, વ્હાઇટ અને ગોલ્ડ કલરનું ઓપ્શન

બ્લેક, વ્હાઇટ અને ગોલ્ડ કલરનું ઓપ્શન

નવા આઇફોનમાં યુઝર્સને ત્રણ કલરના ઓપ્શન મળશે, બ્લેક, ગોલ્ડ અને વ્હાઇટ જેમાં બ્લેક અને વ્હાઇટ કલર આઇફોન પહેલાં પણ લોન્ચ થઇ ચૂક્યા છે, પરંતુ ગોલ્ડ કલર આઇફોન પહેલીવાર લોન્ચ થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X