મોંઘા ટેબલેટને હંફાવવા આવી ગયું સેલકોનનું ટેબ
મોબાઇલ જગતમાં જબરી સ્પર્ધા જામેલી છે. એકપછી એક મોબાઇલ કંપનીઓ દ્વારા સારા ફીચર્સ સાથે સ્માર્ટફોન્સ અને ટેબલેટ માર્કેટમાં ઉતારવામાં આવી રહ્યાં છે. સેલકોન મોબાઇલે માર્કેટમાં મોટી બ્રાન્ડ સાથે ટક્કર લેવા માટે નવા એચડી ટેબલેટને લોન્ચ કર્યો છે. સીટી910+એચડી નામના આ નવા ટેબલેટમાં 7 ઇન્ચની 5 પોઇન્ટની સ્ક્રિન આપવામાં આવી છે જે 960x540 રિઝોલ્યુશનને સપોર્ટ કરે છે. 1 ગીગાહર્ટ ડ્યૂલ કોર પ્રોસેસર ધરાવતા સેલકોન ટેબમાં 512 એમબી રેમ અને 4 જીબી ઇન્ટરનલ મેમરી ઇનબિલ્ડ છે, જેમાં 1.7 જીબી ટેબમાં પ્રયોગ કરી શકાય છે.
જો કેમેરાના વાત કરવામાં આવે તો સેલકોનના નવા ટેબમાં 2 મેગાપિક્સલ રિયર કેમેરા, વીજીએ ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યા છે, જે માર્કેટમાં ઉપલબ્ધ ડ્યૂલ કેમેરાના ટેબલેટની સરખામણીમાં કિંમતમાં ઓછા છે. સેલકોન સીટી910+માં એન્ડ્રોઇડ 4.1 જેલીબીન ઓએસ આપવામાં આવ્યું છે. સાથે જ 3જી વોઇસ કોલિંગ સપોર્ટ પણ મોજૂદ છે. સ્પર્ધાની વાત કરવામાં આવે તો. સેલકોન ટેબ સીટી 910+ ટેબ 7999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યું છે, જે મોંઘા વોઇસ કોલિંગ ટેબલેટને આકરી ટક્કર આપશે.

ડિસપ્લે
સાત ઇંચ ડિસપ્લે

પ્રોસેસર
1 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર પ્રોસેસર

ઓએસ
એન્ડ્રોઇડ 4.1.2 જેલી બીન

કેમેરા
2 મેગા પિક્સલ રિયર કેમેરા, વીજીએ ફ્રન્ટ કેમેરા

મેમરી
4 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ

રેમ
512 એમબી

અધર ફીચર્સ
3જી સાથે વોઇસ કોલિંગ, વાઇફાઇ, બ્લ્યુટૂથ અને જીપીએસ

બેટરી
3500એમએએચ બેટરી