કેવી રીતે જાણશો તમારા ફોનનો IMEI નંબર?

આઇએમઇઆઇ નંબર કેટલો જરૂરી છે અને તેનું શું મહત્વ છે તે જો તમને ખબર ના હોય તો તમને જણાવી દઉં. આ એક યુનિક નંબર છે. ઇન શોર્ટ કહું તો આ નંબર તમારા મોબાઇલનું આઇકાર્ડ છે.

જો તમારો મોબાઇલ ખોવાઇ જાય કે પછી તમારા ફોનનો કોઇ અયોગ્ય ઉપયોગ કરી રહ્યું હોય તો આ નંબરની મદદથી તમારો મોબાઇલ ટ્રેક કરી શકાય છે.

આઇએમઇઆઇ નંબરનું ફૂલ ફોર્મ થાય છે ઇન્ટરનેશનલ મોબાઇલ સ્ટેશન ઇક્યૂપમેન્ટ આઇડેન્ડીટી નંબર. આ નંબર સિમ સ્લોટ પર આધારિત છે. એટલે કે તમે જો સિંગલ સિમ ફોન ઉપયોગ કરતા હશો તો તમારો આઇએમઇઆઇ નંબર એક જ હશે ને જો બે સીમ હશે તો બે આઇએમઇઆઇ નંબર હશે.

યૂએસએસડી કોડ

યૂએસએસડી કોડ

યૂએઅએસડી કોડ એક નંબર છે. આ નંબર ડાયલ કરવાથી તમે તમારા ફોનનો આઇએમઇઆઇ નંબર જાણી શકો છો. આ નંબર છે *#06# . જે ડાયલ કરતા તમારી ફોનની સ્કીન પર આ ફોટા મુજબ આઇએમઇઆઇ નંબર દેખાશે.

આઇફોનમાં કેવી રીતે જોશો આ નંબર

આઇફોનમાં કેવી રીતે જોશો આ નંબર

આઇફોન 5 માં આઇફોન બેંક પેનલમાં આઇએમઇઆઇ નંબર લખેલો હોય છે. વધુમાં આઇફોન 4s કે જૂના મોડલના આઇફોનમાં બેંક પેનલ ઓપન કરી અને સિમ ટ્રે પર જવાથી આ આઇએમઇઆઇ નંબર તમે જોઇ શકો છો.

એન્ડ્રોઇડ ફોન કેવી રીતે શોધશો

એન્ડ્રોઇડ ફોન કેવી રીતે શોધશો

એન્ડ્રોઇડ ફોનમાં આઇએમઇઆઇ નંબર શોધવા માટે સૌથી પહેલા ફોન સેટિંગમમાં જઇ About device પર ક્લિક કરી નીચે સ્કોલ કરશો તો તમને આઇએમઇઆઇ નંબર દેખાશે.

સામાન્ય ફોન

સામાન્ય ફોન

આવા ફોનમાં હેડસેંટની બેટરી નિકાળ્યા પછી તમારા ફોનમાં તે જગ્યાએ આઇએમઇઆઇ નંબર લખેલો મળશે.

જો તમારો ફોન તમારી પાસે ના હોય તો

જો તમારો ફોન તમારી પાસે ના હોય તો

માની લો કે તમારો ફોન ચોરી થઇ ગયો કે તમારી પાસે ફોન નથી તો ફોનના બિલ કે ફોન ખરીદતી વખતે મળેલા બોક્સ પર તમને આઇએમઇઆઇ નંબર લખેલો મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X