For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓછી કિંમતમાં આનાથી સારુ ટેબલેટ નહીં મળે આપને

|
Google Oneindia Gujarati News

મોબાઇલ માર્કેટમાં ભલે લિનોવો બીજા સ્માર્ટફોન મેકરોને ટક્કર ના આપી શકતું હોય પરંતુ ટેબલેટ બજારમાં લિનોવો પોતાની પકડ મજબૂત કરવાની પુરજોર કોશિશ કરવામાં લાગેલું છે. ખાસ કરીને 10,000 રૂપિયાની રેંજમાં નજર કરીએ તો લિનોવોએ ઇન્ડિયન માર્કેટમાં એસ 5000 નામથી નવું ક્વાડ કોર એંડ્રોઇડ ટેબલેટ લોંચ કર્યું છે.

લિનોવો એસ5000ને લિનોવો આઇએફએ 2013માં બીજા દેશોમાં પહેલા જ ઉતારી ચૂકી છે. પરંતુ ભારતમાં તેને આ વર્ષે ઉતારવામાં આવી રહ્યું છે. ઓનલાઇન રીટેલર એમેઝોન ડોટ ઇનમાં એસ5000 આ સમયે 10,999 રૂપિયામાં ખરીદી શકાય છે.

લિનોવો એસ5000માં આપવામાં આવેલા ફીચર્સ:
7 ઇંચની આઇપીએસ સ્ક્રીન
1280x800 પિક્સલ રિઝોલ્યૂશન
1.2 ગીગાહર્ટ ક્વાડ કોર મીડિયાટેક 8389 પ્રોસેસર
1 જીબી રેમ
16 જીબી ઇંટરનલ મેમરી
5 મેગાપિક્સલ રિયર કેમેરા
1.6 મેગાપિક્સલ ફ્રંટ કેમેરા
એંડ્રોઇડ 4.2 જેલીબીન ઓએસ, અપગ્રેડ 4.3 જૈલીબીન
3450 એમએએચ બેટરી
વાઇફાઇ

બીજી કંઇકંઇ ખાસીયત છે આ ટેબલેટમાં જુઓ...

ઓછુ વજન અને સ્લિમ સાઇઝ

ઓછુ વજન અને સ્લિમ સાઇઝ

લિનોવો એસ5000 વજનમાં માત્ર હલકુ જ નહીં પરંતુ તે સ્લિમ પણ છે. તેની સાઇઝ 7.9 એમએમ છે અને 246 ગ્રામ છે.

7 ઇંચની સ્ક્રીન

7 ઇંચની સ્ક્રીન

લિનોવો એસ5000માં 7 ઇંચની હાઇડેફિનેશન આઇપીએસ સ્ક્રીન આપવામાં આવી છે જે 1280x800 પિક્સલ રિઝોલ્યૂશન સપોર્ટ કરે છે. તેની સ્ક્રીનમાં 178 ડિગ્રીથી પણ ક્લિયર વ્યૂ જોઇ શકાય છે.

કેમેરો

કેમેરો

લિનોવો એસ 5000માં 5 મેગાપિક્સલનો ઓટોફોકસ મેન કેમેરો આપવામાં આવ્યો છે.

સેલ્ફી કેમેરો

સેલ્ફી કેમેરો

ટેબમાં વીડિયો કોલ અથવા તો સેલ્ફી માટે 1.6 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો આપવામાં આવ્યો છે.

કનેક્ટીવિટી

કનેક્ટીવિટી

કનેલ્ટીવિટી ફીચર્સ તરફ નજર કરીએ તો એસ5000માં વાઇફાઇ, 3જી અને બ્લૂટૂથ જેવી કનેક્ટીવિટી ઓપ્શન આપવામાં આવ્યા છે. જ્યારે 3જીમાં 42 એમબીપીએસ સ્પીડ સુધી ડાઉનલોડિંગ કરી શકાય છે.

ઓપરેટિંગ સિસ્ટમ

ઓપરેટિંગ સિસ્ટમ

ટેબમાં એંડ્રોઇડ 4.2 જેલીબીન ઓએસ આપવામાં આવ્યું છે, જેને 4.3 જેલીબીન ઓએસમાં અપગ્રેડ કરી શકાય છે.

યૂએસબી ઓટીજી

યૂએસબી ઓટીજી

હંમેશા ટેબલેટમાં મેમરી કાર્ડ કનેક્ટિંગ સાથે જોડાયેલ સમસ્યાઓ આવે છે તેના માટે લિનોવો એસ5000માં યૂએસબી ઓટીજી કનેક્ટીવિટી આપવામાં આવી છે.

બેટરી

બેટરી

લિનોવો એસ 5000માં આપવામાં આવેલ બેટરીને ફુલ ચાર્જ કરવા પર 8 કલાક સુધી વાઇફાઇ બ્રાઉઝિંગ કરવામાં આવી શકે છે.

English summary
Back in IFA 2013, Lenovo unveiled its affordable tablet device called the S5000, but it was not launched in India then. However, the device has finally reached the Indian market and is currently selling exclusively via online retailer Amazon.in. As said earlier, the S5000 is an affordable tablet and is thus priced at Rs. 10,999.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X