અમેરિકામાં સૌથી વધારે પગારદાર CEO છે આ ભારતીય
ઓરેક્લના લૈરી એલિસનને પાછળ રાખી દઇને માઇક્રોસોફ્ટના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઇઓ) અને ભારતીય મૂળના સત્ય નડેલા અમેરીકામાં સૌથી વધારે પગાર મેળવનાર સીઇઓ બની ગયા છે.
અમેરિકામાં 100 સૌથી મોટી કંમપનીઓના સીઇઓ પર એક અધ્યયન કરવામાં આવ્યું છે. અધ્યયનમાં સામે આવ્યું છે કે નડેલાને સર્વાધિક વેતન મળે છે. અધ્યયન 'ધ ઇક્વીલર 100 સીઇઓ પે સ્ટડી' નામથી કરવામાં આવ્યું છે.
તથ્યોના આધાર પર નડેલાને વેતન મેળવનાર સીઇઓની લિસ્ટમાં પહેલા ક્રમ પર મૂકવામાં આવ્યા છે. નડેલાને વાર્ષિક 8.43 કરોડ ડોલરનું પેકેજ ચૂકવવામાં આવે છે. આ પહેલા અમેરિકામાં સૌથી વધારે પગાર મેળવનાર સીઇઓની સૂચિમાં ઓરેક્લના લૈરી એલિસન હતા.
ભારતના ગર્વ સત્યા નડેલા વિશે જાણવા જેવું...

સત્યા નડેલાનો જન્મ
1967માં ભારતના હૈદરાબાદમાં થયો હતો. મણિપાલ યૂનિવર્સિટીથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવ્યા બાદ તેઓ યૂએસ ચાલ્યા ગયા હતા.

સીઇઓ પહેલા
સીઇઓ પહેલા સત્યા માઇક્રોસોફ્ટમાં ક્લાઉડ અને ઇંટરપ્રાઇઝ ગ્રુપના વાઇસ પ્રેસિડેન્ડ હતા. તે લાંબા સમયથી માઇક્રોસોફ્ટમાં કાર્યરત હતા, સત્યા નાડેલે 1992માં સિલિકોન વેલીના સન માઇક્રોસિસ્ટમ્સથી આવીને કંપની જોઇન્ટ કરી અને તેઓ કંપનીની પોતાની અડધી ઉંમર જેટલા સમય સુધી પોતે એક માઇક્રોસોફ્ટી રહ્યાં.

ક્રિકેટના પણ છે કે શોખીન
સત્યાને ક્રિકેટ ખૂબ જ પસંદ છે, ઘણા અન્ય સ્પોર્ટ ગેમ્સમાં પણ તેમને ઘણો રસ છે. પોતાના શાળાના દિવસોમાં સત્યા પોતાની ટીમના કેપ્ટન રહેતા હતા, તેમનું કહેવું છે કે તેમને ટીમ સાથે કામ કરવાનો અનુભવ થયો અને લીડરશિપ અંગે ઘણું બધું શીખવા મળ્યું.

પહેલા પણ મહત્વના પદો સંભાળી ચૂક્યા છે
તે એક એન્જિનિયર હતા. સ્ટીવ બાલમર જે 1980માં માઇક્રોસોફ્ટ સાથે જોડાયા પહેલાં પ્રોક્ટર એન્ડ ગેંબલમાં આસિસ્ટન્ટ પ્રોડક્ટ મેનેજર હતા, તેમનાથી અલગ સત્યા નાડેલાએ એક ટેક્નિશિયન તરીકે કામ શરૂ કર્યું હતું. તેમની પાસે મનિપાલ યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કરેલી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરની સ્નાતક ડિગ્રી છે જ્યારે વિસ્કોન્સિન યુનિવર્સિટીમાંથી તેમની પાસે કોમ્પ્યુટર સાયન્સમાં માસ્ટરની ડિગ્રી છે. તેઓ શુક્રવારે રાત્રે શિકાગોથી ફ્લાઇટ દ્વારા શનીવારે યૂનિવર્સિટીમાં ક્લાસ એટેન્ડ કરવા જતા હતા.

સત્યા નડેલાના થયા હતા લવ મેરેજ
સત્યા નડેલાએ પોતાની શાળાના દિવસોની મિત્ર સાથે 22 વર્ષની ઉંમરમાં લગ્ન કરી લીધા હતા આ સમયે સત્યાના 3 બાળકો છે જે વોશિંગ્ટનના બેલેવ્યૂમાં રહે છે.

ત્રીજા સીઇઓ છે નડેલા
સત્યા માઇક્રોસોફ્ટના ત્રીજા સીઇઓ છે. આ પહેલા બિલગેટ્સ અને સ્ટીવ બોલમર માઇક્રોસોફ્ટના સીઇઓ રહી ચૂક્યા છે.
સત્યા નડેલાનો પહેલો ઇન્ટરવ્યૂ
જુઓ પોતાના પહેલા ઇંટરવ્યૂમાં શું કહ્યું છે નડેલાએ

કેટલો પગાર છે સત્યા નડેલાનો
નડેલાએ 2013માં કૂલ 7.7 મિલિયન ડોલર કમાયા હતા જેમાં 1.58 મિલિયન ડોલર બોનસ પણ સામેલ છે.

માત્ર ટેકનોલોજીના જ જાણકાર નથી સત્યા
નડેલાએ યૂનિવર્સિટી ઓફ શિકાગોથી પાર્ટ ટાઇમ એમબીએ પણ કર્યું છે. તેઓ ટેકનોલોજીની સાથે સાથે ફાઇનાન્સ અને મેનેજમેન્ટના પણ જાણકાર છે.
બિલ ગેટ્સ દ્વારા સત્યાનું સ્વાગત
બિલ ગેટ્સે સત્યા નડેલાને નવા સીઇઓ પદ માટે શુભાચ્છા સંદેશ પાઠવ્યો હતો.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી











Click it and Unblock the Notifications
