For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખુશખબરી: સ્માર્ટફોનથી પણ ભાગશે મચ્છર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી: ઘર, પાર્ક, બજાર કે ઓફીસ એવી કોઈ જગ્યા નથી કે જ્યાં મચ્છરનો ત્રાસ ન હોય. મચ્છર એટલે અનેક બિમારીનું ઘર. મચ્છર અનેક બિમારીને ફેલાવે છે. એવામાં મચ્છરથી બચવા ટીકળીથી લઈને સ્પ્રે સુધીના ઉપાય કરવામાં આવે છે.

હવે આપ સ્માર્ટફોનના ઉપયોગથી મચ્છરને પણ ભગાવી શકશો. જી હા, હવે આપનો સ્માર્ટફોન મચ્છર ભગાવવાનું કામ પણ કરશે. તે માટે આપે આપના સ્માર્ટફોન પર એવી એપ ડાઉનલોડ કરવાની રહેશે કે જે હાઈ ફ્રીક્વેંન્સી અવાજ કાઢી શકે.

smartphone

સ્માર્ટફોનમાંથી નીકળનાર આ હાઈફ્રીક્વેંન્સી અવાજ મચ્છરોને પસંદ નથી. મચ્છર આ અવાજ સાંભળીને તમારી આસપાસ નહીં ફરકે. તમારે તમારા સ્માર્ટફોન પર "Hertzier" એપ ડાઉનલોડ કરી તેને ઈન્સ્ટોલ કરવાની રહેશે. જે માટે તમારે લગભગ 60 રૂપિયાનો ખર્ચ કરવો પડશે. આ એપમાં એેવા અવાજ છે જે મચ્છરને બિલકુલ પસંદ નથી હોતા.

આ એપની ખાસ વાત એ છે કે એપનો અવાજ આપને ડિસ્ટર્બ નહીં કરે. મચ્છર ભગાવવા માટે જે હાઈફ્રીક્વેંન્સી અવાજનો ઉપયોગ કરવામાં આવે છે તેને તમે અને અમે નહીં સાંભળી શકીએ.

English summary
One app, called the Anti Mosquito Sonic Repeller, emits a high frequency sound, which the makers claim mosquitoes will avoid.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X