• search

ના હોય! શર્ટ આપશે તમારી ડિવાઇસને પાવર?

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  શિંગાપોર, 13 મેઃ તમને કદાચ આ સમાચાર વાંચીને એવું લાગતું હશે કે આવું થાય ખરા, પરંતુ આ વાત હકિકતમાં પરિવર્તિત થવા જઇ રહી છે. ટૂંક સમયમાં તમે પહેલા વસ્ત્રો એટલે શર્ટ ઇત્યાદી., ડિવાઇસમાં બદલાઇ જશે જે તમારા મેડિકલ મોનિટર્સ, કોમ્યુનિકેશન ઇક્વિપમેન્ટ સહિતની નાની ઇલેક્ટ્રોનિકને પાવર પુરુ પાડી શકશો. સંશોધકો દ્વારા ફાઇબર બનાવવામાં આવી રહ્યું છે, જે એનર્જી ડિવાઇસની જેમ તમારા વસ્ત્રોમાં ગુંથી લેવામાં આવશે.

  ફાઇબર સુપરકેપેસિટર અલ્ટ્રાહાઇ એનર્જી ડેનસિટી વેલ્યુ આપે છે, જે હાઇ પાવર ડેન્સિટી અને સાઇકલ સ્ટેબિલિટીને મેઇન્ટેનિંગ કરે છે. પૉલિવાઇનિલ આલ્કોહોલ/ ફોસ્ફરિક એસિડ જેલનો ઉપયોગ ઇલેક્ટ્રોલાઇટ તરીકે કરવામાં આવે તો ફાઇબર્સની પેરમાંથી સોલિડ સ્ટેટ માઇક્રો સુપરકેપેસિટર બને છે, જે 6.3 માઇક્રોવેટ અવર્સ પર ક્યુબિક મિલિમીટરનું વોલ્યુમેટ્રિક ડેન્સિટી ઓફર કરે છે, જે ફિલ્મ લિથિયમ બેટરીના 4 વોલ્ટ 500 માઇક્રોએમ્પર જેટલું હોય છે.

  નાયંગ ટેક્નોલોજીક યુનિવર્સિટીના ડિન્ગશન યુએ સિંગાપોરમાં કહ્યું કે, અમે આ ફાઇબર ડિવાઇસને 10 હજાર ચાર્જ/ડિસ્ચાર્જ સાઇકલ્સમાં ટેસ્ટ કર્યું છે, જેમાં જાણવા મળ્યું કે, આ ડિવાઇસે પોતાના ઓરિજીનલ પરફોર્મન્સમાંથી 93 ટકા જાળવી રાખ્યું છે. તો ચાલો આ ડિવાઇસ અંગે વધારે જાણીએ.

  ફ્લેક્સિબલ એનર્જી સ્ટોરેજ માટે ટેસ્ટ

  ફ્લેક્સિબલ એનર્જી સ્ટોરેજ માટે ટેસ્ટ

  પરંપરાગત રિચાર્જેબલ બેટરીનું જીવન ઓછામાં ઓછુ 1 હજાર સાઇકલ હોય છે. આ ટીમ દ્વારા ફ્લેક્સિબલ એનર્જી માટે પણ આ ડિવાઇસનો ટેસ્ટ કરવામાં આવ્યો છે. આ ડિવાઇસ નિરંતર યાંત્રિક તણાવને આધિન હતો અને તેના પરફોર્મન્સનું મુલ્યાંકન કરવામાં આવ્યું છે.

  વસ્ત્રોમાં ક્રોસિંગ પેટર્ન કરી શકાય

  વસ્ત્રોમાં ક્રોસિંગ પેટર્ન કરી શકાય

  આ ફાઇબર સુપરકેપેસિટરને સો વખત વાળવામાં આવે તો પણ તે પરફોર્મન્સ લોસ વગર સતત કામ આપે છે, તેમ યુએ ઉમેર્યું છે. એનટીયુમાં કેમિકલ એન્જીનીયરિંગના પ્રોફેસર યુઆન ચેને કહ્યું કે, તે ફ્લેક્સિબલ હોવાના કારણે તથા તેમની લંબાઇ કરતા વધારે સંરચનાત્મક રીતે રહી શકતા હોવાથી ફાઇબર્સનો ઉપયોગ સ્માર્ટ ટેક્સટાઇલમાં પહેરી શકાય તેવી ડિવાઇસના વસ્ત્રોમાં ક્રોસિંગ પેટર્ન કરી શકાય છે.

  ઘરે દર્દીને પહેરાવી શકાય છે

  ઘરે દર્દીને પહેરાવી શકાય છે

  આ પ્રકારની ડિવાઇસ ઘરે દર્દીને બાયોમેડિકલ મોનિટરિંગ પાવર માટે પહેરાવી શકાય છે, જે હોસ્પિટલમાં રહેલા ડોક્ટર્સને માહિતી પૂરી પાડી શકે છે, તેમ યુએસની કેસ વેસ્ટર્ન રિઝર્વ યુનિવર્સિટીના લિમિંગ દાઇએ કહ્યું છે.

  યુનિફોર્મમાં ગુંથી શકાય

  યુનિફોર્મમાં ગુંથી શકાય

  આવી ડિવાઇસને યુનિફોર્મમાં ગુંથી શકાય છે. જેનાથી તે ડિસપ્લે અથવા ટ્રાન્ઝિસ્ટર કે જેનો ઉપયોગ કોમ્યુનિકેશન માટે કરવામાં આવે છે, તેમને પાવર પુરુ પાડી શકે છે.

  English summary
  Your clothes could soon turn into devices that could power your medical monitors, communications equipment or other small electronics as researchers have now come closer to making a fiber-like energy storage device that could be woven into clothing.

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more