For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું તફાવત છે, એલસીડી, આઇપીએસ, એમોલ્ડ સ્ક્રીનમાં?

|
Google Oneindia Gujarati News

સ્માર્ટફોન લેતા પહેલા આપણે સૌથી પહેલા તેની સ્ક્રીન પર નજર ફેરવીએ છીએ, ફોનની સ્ક્રીન માત્ર તેની ડિઝાઇનને આકર્ષક બનાવે છે પરંતુ તેની ક્વોલિટી ફોન પ્રયોગના અનુભવને સારી બનાવે છે. એ વાતમાં જરા પણ શંકા નથી કે, મોબાઇલ કંપનીઓ દરરોજ પોતાના દ્વારા લોન્ચ કરવામાં આવેલા મોબાઇલમાં જેટલા નવા ફીચર ઉમેરતા રહે છે તેટલી જ ઝડપથી તે સ્ક્રીન ક્વોલિટી પર પણ ધ્યાન આપી રહ્યાં છે.

માર્કેટમાં જ્યારે પણ કોઇ સ્માર્ટફોન લેવા જાય છે, તો તમે ધ્યાન આપ્યું હશે કે કિંમત પ્રમાણે ફોનની સ્ક્રીન ક્વોલિટી પણ અલગ-અલગ હોય છે, જેમ કે ટીએફટી સ્ક્રીન, એલસીડી સ્ક્રીન, એમોલ્ડ સ્ક્રીન પરંતુ તમે જાણો છો કે આ તમામ સ્ક્રીનમા શું અંતર હોય છે, અહીં તસવીરો થકી અમે વિવિધ સ્ક્રીન સાથે જોડાયેલા માહિતી આપી રહ્યાં છીએ.

એલીસીડી

એલીસીડી

એલસીડી જેને આપણે લિક્વિડ ક્રિસ્ટલ ડિસપ્લે પણ કહીએ છીએ. આ એક સાધારણ ફ્લેટ સ્ક્રીન હોય છે, જેમાં નાના નાન લિક્વિડ ક્રિસ્ટલ હોય છે, જે ઇમેજ બનાવે છે. એલસીડી સ્ક્રીનની ક્વોલિટી સારી હોય છે, પરંતુ તેમાં ઓચા કોંટ્રાસ્ટ રેશિયો હોય છે, સાથે જ વધુ પ્રકાશમાં એલસીડી સ્ક્રીન ઓછી દેખાય છે.

ટીએફટી

ટીએફટી

ટીએફટી જેને આપણે થિન ફિલ્મ ટ્રાંસિસ્ટર કહીએ છીએ. એલસીડી કરતા સારી હોય છે, જેમાં દરેક પિક્સલમાં ઇલેક્ટ્રોડ હોય છે, આ પિક્સલ વચ્ચેના અંતરને દૂર કરે છે, જેનાથી સૌથી વધુ પિક્સલ ક્વોલિટી યુઝરને મળે છે. ઇન્ટ્રી લેવલના ફોનમાં તમને ટીએફટી સ્ક્રીન સહેલાયથી મળી જશે.

આઇપીએસ

આઇપીએસ

આઇપીએસ એટલે કે પ્લેન સ્વિચિંગને હિતાચી અને એલજીએ શાનદાર કલર અને એંગ જેવા ફીચર સાથે બનાવી છે. આઇપીએસ સ્ક્રીનમાં તમે દરેક એંગલની સ્પષ્ટ તસવીરો જોઇ શકો છો, જ્યારે ટીએફટી અને એલસીડીમાં કિનારેથી જોવું મુશ્કેલ થઇ જાય છે.

રેટીના

રેટીના

રેટીના ડિસપ્લેમાં પિક્સલ વચ્ચેનું અંતર ઓછું હોય છે. જેથી યુઝરને સ્પષ્ટ તસવીરો જોવા મળે છે. રેટીના ડિસપ્લે એપલ દ્વારા બનાવવામાં આવ છે જે તમને આઇફોન 4 એસ, 5 એસ અને 5 સી સ્માર્ટફોનમાં મળી જશે.

ઓલિડ

ઓલિડ

ઓલિડ એટલે ઓર્ગેનિક લાઇટ ઇમિટિંગ ડાયોડ બહારની લાઇટના બદલે પોતાની લાઇટ ક્રીએટ કરે છે, જેમા માત્ર બેટરી જ સેવ નથી થતી પરંતુ ક્લિયર કલર ક્વોલિટી પણ મળે છે. આ વધારે બ્રાઇટ અને સાફ રેશિયો વાળી તસવીર આપે છે.

એમોલ્ડ

એમોલ્ડ

એમોલ્ડ એટલે એક્ટિવ મેટ્રિક્સ ઓર્ગેનિક લાઇઠ ઇમિટિંગ ડાયોડ ડિસપ્લે પેનલમાં તમામ પિક્સલ એક બીજા સાતે કનેક્ટ રહે છે. એમોલ્ડ સ્ક્રીન મેન્યુફેક્ચરને સસ્તી પણ પડે છે સાથે જ ઓછો પાવર ખર્ચ કરે છે.

English summary
things know about mobile screens news
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X