For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાદુઇ અંગુઠી: આંગળીના ઇશારા પર નાચશે તમારા બધા જ ગેજેટ, જાણો કેવી રીતે

|
Google Oneindia Gujarati News

સપનાઓ આપ સૌ જોતા હશો પરંતુ તે સપનાઓને સાચા કરવાની હિમ્મત ઘણા ઓછા લોકોમાં હોય છે. ખાસ કરીને જો આપણે ભારતીયોની વાત કરીએ તો આખી દુનિયામાં આપણા દિમાગ માને છે. ફિન નામની આ અનોખી ડિવાઇસ પણ તેનું શાનદાર ઉદાહરણ છે.

આ એક પ્રકારની રિંગ છે જે જેસ્ચર ટેકનીક પર કામ કરે છે એટલે આ રિંગને પહેરીને આપ પોતાના હાથોના ઇશારાથી ઘણા બધા કામ કરી શકો છો. ફિનથી આપ તમારી પાસે રહેલા ઘણા બધા ગેજેટ કનેક્ટ કરી તેને કંટ્રોલ કરી શકો છો જેમકે ટીવી, મ્યુઝિક સિસ્ટમ અહીં સુધી આપનો સ્માર્ટફોન પણ આ રિંગની મદદથી આપ કંટ્રોલ કરી શકશો. ફિન આપના હાથોને એક પ્રકારનું કિબોર્ડ બનાવી દે છે, જેની મદદથી આપ નંબર ડાયલ કરી શકો છો, ડેટા ડિલીટ કરી શકો છો, કારનું એસી સેટ કરી શકો છો.

આ નાનકડી દેખાદી રિંગમાં ઘણા સેંસર લાગેલા છે જે આપના હાથો દ્વારા કરવામાં આવેલા અલગ અલગ ઇશારાઓને ઓળખે છે અને કનેક્ટેડ ડિવાઇસ સુધી પહોંચાડી દે છે. જેમકે માની લો કે આપને વોલ્યુમ ઓછો કરવો હોય તો તેના માટે આપના હાથનો ઇશારો અલગ રહેશે અને એસી ઓન કરવું હશે તો તેના માટે અલગ ઇશારો સેટ કરવાનો રહેશે. જોકે તેના કિંમતની વાત કરીએ તો ભારતમાં તેની હજી કોઇ ઔપચારીક જાહેરાત કરવામાં નથી આવી. પરંતુ ફિનની ઓફીશિયલ વેબસાઇટમાં 130 ડોલર આપીને પ્રી બુક કરી શકો છો. આ રિંગને બનાવનાર નટ્ટૂકલિંગલે કોયંબટૂરના કટિહાર કોલેજ ઓફ એન્જિનિયરિંગ કોલેજમાં પોતાનો અભ્યાસ દરમિયાન આરએચએલ કંપનીની શરૂઆત કરી હતી.

ફિનમાં આપવામાં આવેલા ફીચર્સ પર એક નજર...

કેરી કરવામાં સરળ

કેરી કરવામાં સરળ

ફિન નામની આ રિંગ સાઇઝમાં એટલી નાની છે કે તેને આપ જરૂર ના હોય તો પોતાના પોકેટમાં પણ સરળતાથી કેરી કરી શકો છો.

હાથોના ઇશારા જ પૂરતા છે

હાથોના ઇશારા જ પૂરતા છે

ફિનમાં ઘણા સેંસર લાગેલા છે જે આપને હાથોના ઇશારાને સમજીને તેને ડિવાઇસ સુધી પહોંચાડે છે.

મલ્ટી ટાસ્કિંગ

મલ્ટી ટાસ્કિંગ

ફિનથી આપ ઘણા બધા ડિવાઇસ કનેક્ટ કરી શકશો જેમકે ફ્રિઝ, ટીવી, એસી અહીં સુધી આપ જોયા વગર ફોનથી નંબર ડાયલ કરી શકશો.

કીપેડ

કીપેડ

ફિન એક પ્રકારે આપના હાથોને કીપેડમાં ફેરવી દેશે જેમાં આંગળીઓની મદદથી આપ ડિવાઇસ કંટ્રોલ કરી શકશો.

ઇન્ડિયન ફાઉન્ડર

ફિનને બનાવનાર કંપની RHLvision Technologies Pvt. Ltd. ના ફાઉન્ડર ROHILDEV N ભારતના રહેનારા છે.

English summary
We have heard about smartphones and smartbands. But the technology is always moving, changing and adapting. And hence we have Fin wearable ring technology that takes the entire concept of gesture interface a notch up.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X