For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્ટીવ જોબ્સના આઇપોડ કરે છે આ હોટલ્સ પર રાજ

|
Google Oneindia Gujarati News

રજાઓ ગાળવા માટે આપણે જ્યારે પણ બહાર જઇએ છીએ તો સારામા સારી હોટલ્સને શોધતા હોઇએ છીએ. જેમાં તમામ પ્રકારની સુવિધાઓ આપણને મળે. વિશ્વમાં એકથી એક ચઢિયાતી હોટલ્સ છે, જે પોતાની શ્રેષ્ઠ સુવિધાઓ માટે જાણીતી છે, પરંતુ એડવાન્સ ટેક્નોલોજી માટે આખા વિશ્વમાં અમુક હોટલ્સ જાણીતી છે, એડવાન્સ ટેક્નોલોજી જેવી હોટલના રૂમમાં જતા જ રૂમનું એસી પોતાના મનથી જ ચાલવા લાગે. કે પછી હોટલના બાથરૂમમાં પોતાની જાતે સેન્સ કરીને ગરમ પાણી કે પછી લાઇટ ચાલું થઇ જાય.

ત્યારે આ વખતે અમે તમને અહીં એવી જ કેટલીક હોટલ્સ અંગે માહિતી આપવા જઇ રહ્યાં છીએ કે જે પોતાની આ સુવિધાઓને લઇને અનેકના મનમાં પોતાનું એક અલગ સ્થાન બનાવવામાં સફળ નીવડી છે. એ પછી કોઇ સેલિબ્રિટી હોય કે પછી સામાન્ય વ્યક્તિ કે પછી અન્ય કોઇ, જે પણ આ હોટલ્સની મુલાકાત લે છે તેના મોઢે આપણને આ હોટલ્સની વાહવાહી સાંભળવા મળે છે. તો ચાલો તસવીરોના માધ્યમથી આવી જ કેટલીક એડવાન્સ ટેક્નોલોજીવાળી હોટલ્સ અંગે જાણીએ.

હોટલ 1000, સીટલ(વોશિંગટન)

હોટલ 1000, સીટલ(વોશિંગટન)

હોટલ 1000માં આપવામાં આવેલા એડવાન્સ ફીચર્સની વાત કરવામા આવે તો 100 એમબીની સુપરફાસ્ટ બ્રોડબેન્ડ લાઇન આપવામાં આવી છે, જે આખી હોટલમાં ફાસ્ટ ઇન્ટરનેટ સ્પીડ આપે છે, આ ઉપરાંત હોટલના દરેક રૂમમાં સેન્સર લગાવેલા છે, જેની મદદથી હોટલના સ્ટાફને બહારથી જ ખબર પડી જાય છે કે, રૂમની અંદર ગેસ્ટ છે, આ સેન્સર રૂમમાં ઉપસ્થિત વ્યક્તિના શરીરની ગરમીને સેન્સ કરી લે છે. જેનાથી હોટલના સ્ટાફ તેમને ડિસ્ટર્બ કરતા નથી. સાથે જ આખી હોટલમાં ફ્રી વાઇફાઇ પણ આપવામાં આવ્યું છે.

હયાત રિજેન્સી અલાન્ટા(જોર્જિયા)

હયાત રિજેન્સી અલાન્ટા(જોર્જિયા)

જોર્જિયાની હયાત રિજેન્સીમાં કુલ 1260 રૂમો બનેલા છે, હોટલનો સ્ટાફ હયાતમાં હોટલ સર્વિસ ઓ્પટમાઇજેશન સિસ્ટમનો ઉપયોગ કરે છે. જેનો ઉપયોગ હોટલમાં રોકાયેલા દરેક ગેસ્ટની સમસ્યાઓને જરૂરિયાતોને પુરી કરવા માટે કરવામાં આવે છે. માની લો કે તમે હોટલમાં કોઇ ઇવેન્ટનું આયોજન કરવાની યોજના બનાવી રહ્યા છો તો તેના માટે તમારે ફોનમાં સ્વૈંક્ડ્રા એપ્લીકેશન ડાઉનલોડ કરવી પડશે, આ એપ્લીકેશનમાં તમે રૂમમાં ક્યાં કઇ વસ્તુ રાખી છે અથવા રૂમના લુક અને ઇન્ટીરિયર કેવું છે તે તમામને ડિઝાઇન કરી હોટલના સ્ટાફને મોકલી શકો છો, જેને હોટલનો સ્ટાફ એપ્રુવ કરીને એવો જ ઇવેન્ટ રૂમ તૈયાર કરી આપશે.

અંદાજ 5 એવનિયૂ( ન્યુયોર્ક)

અંદાજ 5 એવનિયૂ( ન્યુયોર્ક)

ન્યુયોર્કમાં બનેલી અંદાજ હોટલમાં કુલ 184 રૂમ અને 42 સૂટ્સ છે, જેમાં ફ્રી વાયરલેસ અને વાયરડ ઇન્ટરેનટ આપવામાં આવ્યા છે. તમે જ્યારે પણ હોટલ છોડીને જવા ઇચ્છો કે પછી હોટલમાં આવી રહ્યા હોવ તો ચેકઇન કરાવવા માટે તમારે બસ એક મેઇલ કરવાની જરૂર છે. તમે તમારું પેમેન્ટ પણ ક્રેડિટ કાર્ડની મદદથી ઓનલાઇન કરી શકો છો. હોટલના રૂમમાં દાખલ થતા જ આઇપોડ ડોકની સાથે 54 ઇચની એલસીડી એચડીટીવી અને સ્પીકર ફોનની સુવિધાનો પ્રયોગ કરી શકો છો.

રેડિસન બ્લૂ મોલ ઓફ અમેરિકા

રેડિસન બ્લૂ મોલ ઓફ અમેરિકા

રેડિસન બ્લૂ મોલ હોટલમાં 517 રૂમ છે જેમાં દરેક રૂમમાં તમને આઇપોડ મળી જશે, પછી તે એક્સરસાઇઝ રૂમ હોય કે પછી બિઝનેસ સેન્ટર હોય. આઇપોડની મદદથી તમે તમારા રૂમની સિક્યોરિટી ઉપરાંત વીડિયો કોન્ફ્રેસિંગ અને રૂમના તાપમાન પર પણ નજર રાખી શકો છો.

બિલાગિયો લાસ વેગાસ(નેવેડા)

બિલાગિયો લાસ વેગાસ(નેવેડા)

લાસ વેગાસના બિલાગિયો હોટલમાં કુલ 330 રૂમ આપવામાં આવ્યા છે, જેમાં ઇન્ટરનેટની સારી સુવિધાઓ છે. હોટલમાં ક્લિયર એર ટેક્નિક આપવામા આવી છે, જેની મદદથી તમે તમારી કોઇ પણ આઇ ડિવાઇસ એટલે કે એપ્પલ ડિવાઇસની સાથે લેપટોપમાં ફાસ્ટ ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો. હોટલમાં દરેક રૂમમાં 40 ઇન્ચના સેમસંગ એચડીટીવી લગાવવામાં આવ્યા છે.

English summary
top high tech and advance technology hotels
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X