Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Vivo V30e ભારતમાં થયો લોન્ચ, શ્રેષ્ઠ સેલ્ફી કેમેરા સાથે મળશે અન્ય ઘણા શાનદાર ફીચર્સ અને કિંમત હશે આટલી…

Vivoએ ભારતમાં શ્રેષ્ઠ સેલ્ફી કેમેરા સાથે તેનો નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે.

Vivo V30e

દુનિયાભરમાં માત્ર સ્માર્ટફોન યુઝર્સની સંખ્યા જ નથી વધી રહી, સ્માર્ટફોન માર્કેટ પણ વેગ પકડી રહ્યું છે. ભારતમાં પણ સ્માર્ટફોન યુઝર્સ વધવાની સાથે સ્માર્ટફોનનું માર્કેટ પણ વધી રહ્યું છે. ચીનની સ્માર્ટફોન કંપનીઓએ નવા સ્માર્ટફોન લોન્ચ કરીને વિશ્વભરના સ્માર્ટફોન માર્કેટમાં પોતાની પકડ જમાવી છે. આવી સ્થિતિમાં, ઘણી ચાઇનીઝ સ્માર્ટફોન કંપનીઓ તેમના સ્માર્ટફોનને વિશ્વભરના માર્કેટમાં ઉપલબ્ધ કરાવતી રહે છે. ગુરુવારે Vivo કંપનીએ ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન Vivo V30e લોન્ચ કર્યો છે.

શાનદાર છે ફીચર્સ

Vivo V30eમાં શાનદાર ફીચર્સ છે ચાલો આ સ્માર્ટફોનના ફીચર્સ પર એક નજર કરીએ.

⊛ આ સ્માર્ટફોનમાં 6.78 ઇંચની AMOLED સ્ક્રીન છે.
⊛ આ સ્માર્ટફોનમાં GSM/HSPA/LTE/5G નેટવર્ક ટેક્નોલોજી છે.
⊛ આ સ્માર્ટફોનમાં Qualcomm SM6450 Snapdragon 6 Gen octa-core પ્રોસેસર છે.
⊛ આ સ્માર્ટફોનમાં 5,500 mAh નોન-રીમૂવેબલ બેટરી છે.
⊛ આ સ્માર્ટફોનમાં 44W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ પણ હશે.
⊛ આ સ્માર્ટફોનમાં Android 14 આધારિત Funtouch 14 ઓપરેટિંગ સિસ્ટમ છે.
⊛ આ સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલ અને 8 મેગાપિક્સલનો ડ્યુઅલ રિયર કેમેરા અને 50 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે.
⊛ આ સ્માર્ટફોનમાં અંડર ડિસ્પ્લે ઓપ્ટિકલ ફિંગરપ્રિન્ટ સેન્સર, પ્રોક્સિમિટી સેન્સર, કંપાસ સેન્સર, ગાયરો સેન્સર અને એક્સેલેરોમીટર સેન્સર પણ હશે.
⊛ આ સ્માર્ટફોન 8 GB RAM + 128 GB મેમરી અને 8 GB RAM + 256 GB મેમરીના બે વેરિઅન્ટમાં ઉપલબ્ધ હશે.

કિંમત કેટલી છે?

Vivo V30eના 8 GB RAM + 128 GB મેમરી વેરિઅન્ટની કિંમત 27,999 રૂપિયા છે અને 8 GB RAM + 256 GB મેમરી વેરિઅન્ટની કિંમત 29,999 રૂપિયા છે.

તે ક્યારે અને ક્યાં ખરીદી શકાય છે?

Vivo V30e ને Vivo ઈન્ડિયાના ઓનલાઈન સ્ટોર, રિટેલ સ્ટોર્સ અને ફ્લિપકાર્ટ (Flipkart) પરથી 9 મેથી ખરીદી શકાશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X