WhatsApp New Features : વોટ્સએપના આ નવા ફિચર જાણી લીધા તો દુનિયા બદલાઈ જશે, મોટાભાગના લોકો નથી જાણતા
WhatsApp New Features : વોટ્સએપ તેના યુઝર્સ માટે સતત નવા નવા અપડેટ લાવી રહ્યું છે. એઆઈ આવ્યા બાદ વોટ્સએપમાં ઘણા નવા ફિચર આવ્યા છે.
આજે આપણે વોટ્સએપના આવા જ કેટલાક ફિચર વિશે વિશે વાત કરવાના છીએ. આ ફિચર જાણી લીધા પછી તમારી વોટ્સએપ વાપરવાની રીત બદલાઈ શકે છે.

મેટા એઆઈ વોટ્સએપનું અદ્ભુત ફિચર છે. તમે વોટ્સએપથી જ મેટાનો સીધો ઉપયોગ કરી શકો છો. Meta AI સાથે તમે ફોટો છબીઓ બનાવી શકો છો અને પ્રશ્નોના જવાબ મેળવી શકો છો.
હવે તમે કંટાળાજનક વીડિયો કૉલ્સથી મુક્તિ મેળવી શકો છો. નવા ફીચર દ્વારા વીડિયો કોલ દરમિયાન ઘણા ફિલ્ટર્સનો ઉપયોગ કરી શકાય છે. વીડિયો કૉલ દરમિયાન કસ્ટમ બેકગ્રાઉન્ડ અને સ્ટીકર પણ લાગી શકે છે.
ડિસઅપિયરિંગ વોઈસ મેસેજ ફીચર ખૂબ જ રસપ્રદ છે અને સુરક્ષાના દૃષ્ટિકોણથી સારું છે. પહેલા વોટ્સએપમાં માત્ર ડિસઅપિયરિંગ મેસેજ જ થતા હતા. હવે તમે વોઈસ મેસેજને પણ કરી શકો છો.
મેસેજ પણ એક નવી સુવિધા છે. આમાં મેસેજને મોકલતા પહેલા ડ્રાફ્ટ તરીકે સેવ કરી શકાય છે અને જ્યારે તમે ઇચ્છો ત્યારે મોકલી શકો છો.
નવા ફીચરમાં તમે ચેટિંગ લિસ્ટ બનાવી શકો છો, મિત્રો, ઓફિસ અને પરિવાર માટે અલગ લિસ્ટ બનાવી શકો છો.
ઓનલી એક એવી સુવિધા છે જેમાં તમે સીધા જ WhatsApp પર નંબર સેવ કરી શકો છો જે ફોન ખોવાઈ જવા પર પણ રિસ્ટોર થઈ જશે. આ નંબરો ફોનમાં શેવ થતા નથી.
આ વર્ષે વોટ્સએપમાં અન્ય એક નવું ફીચર આવ્યું છે જે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ જેવું છે. હવે તમે કોઈનું સ્ટેટસ લાઈક કરી શકો છો અને તેને તમારા સ્ટેટસમાં લોકોને ટેગ કરી શકો છો.












Click it and Unblock the Notifications
