WhatsApp : મિત્રોના વોટ્સએપ પ્રોફાઈલ પિક્ચર નથી દેખાતા? જાણો શું હોઈ શકે છે કારણ?
વોટ્સએપ આજકાલ તમામ લોકોની જરૂરતનો એક ભાગ બની ગઈ છે. આ જ કારણ છે કે વોટ્સએપ પણ સમયે સમયે તેમાં નવા ફિચર લાવતુ રહે છે.
કેટલીકવાર તમને અચાનક મિત્રો અથવા અન્ય સંપર્કોના પ્રોફાઇલ ફોટો દેખાવાનું બંધ થઈ જાય છે. આ ઘણા કારણોસર થઈ શકે છે.

પ્રોફાઇલ ફોટો હાઈડ ઓપ્શન
જો તમે વોટ્સએપ પર કોઈની પ્રોફાઈલ પિક્ચર જોઈ શકતા નથી તો સંભવ છે કે તેણે પોતાનો પ્રોફાઈલ ફોટો કોઈને ન બતાવવાનો વિકલ્પ પસંદ કર્યો હોય. તે વ્યક્તિએ પ્રાઈવસી સેટિંગ્સમાં જઈને પ્રોફાઈલ ફોટોની વિઝિબિલિટી નોબડી ઓપ્શન પર સેટ કરી હશે.
તમારો નંબર કોન્ટેક્ટ લિસ્ટ ન હોય
શક્ય છે કે વ્યક્તિએ પોતાનો પ્રોફાઈલ પિક્ચર ફક્ત તે જ લોકોને બતાવવાનો વિકલ્પ પસંદ કર્યો હોય જે તેના ફોનના કોન્ટેક્ટ લિસ્ટમાં સેવ હોય. જો તમે તેના કોન્ટેક્ટ લિસ્ટમાં નથી તો તમે તેમનો પ્રોફાઈલ પિક્ચર નહીં દેખાય.
તમારો નંબર સંપર્કમાંથી હટાવાયો છે
જો તમે પહેલા કોઈની પ્રોફાઈલ પિક્ચર જોઈ શકતા હતા પરંતુ હવે તમે જોઈ શકતા નથી તો બની શકે કે તે વ્યક્તિએ તમારો નંબર તેમની કોન્ટેક્ટ લિસ્ટમાંથી કાઢી નાખ્યો હોય. મોટાભાગના લોકો માત્ર કોન્ટેક્ટ્સને જ તેમનો પ્રોફાઈલ પિક્ચર બતાવવાનો વિકલ્પ પસંદ કરે છે.
પ્રોફાઇલ પિક્ચર તમારા માટે હાઈડ કર્યુ હોય
જો તમે વ્હોટ્સએપ પર કોઈ વ્યક્તિનું પ્રોફાઈલ પિક્ચર જોઈ શકતા નથી તો શક્ય છે કે તેણે તેના પ્રાઈવર્સી સેટિંગ્સમાં જઈને તમારા માટે પ્રોફાઈલ પિક્ચર હાઈડ કર્યુ હોય.
તમને બ્લોક કરાયા હોઈ શકે છે
WhatsApp પર કોઈ વ્યક્તિની પ્રોફાઇલ ન બતાવવાનું એક કારણ એ હોઈ શકે છે કે તે વ્યક્તિએ તમને બ્લોક કરી દીધા છે. જો તમને અવરોધિત કરવામાં આવ્યા છે તો તમે તેનો પ્રોફાઇલ ફોટો સ્ટેટસ અપડેટ્સ અને સ્ટોરી જોઈ શકતા નથી.












Click it and Unblock the Notifications
