WhatsApp : હવે દુનિયાની કોઈપણ ભાષામાં આસાનીથી કરી શકાશે વોટ્સએપ ચેટ, આવી રહ્યું છે શાનદાર નવુ ફિચર
WhatsApp : વોટ્સએપમાં એક પછી એક શાનદાર નવા ફિચર આવી રહ્યાં છે. આ ક્રમમાં હવે વોટ્સએપ ઈંગ્લિશથી પરેશાન લોકો માટે શાનદાર આવી રહ્યું છે.
હાલમાં જ WhatsApp ને લઈને એક નવું અપડેટ સામે આવ્યું છે. તેની મદદથી યુઝર્સ કોઈપણ અજાણી વિદેશી ભાષાના વપરાશકર્તાઓ સાથે કોઈપણ સમસ્યા વિના સરળતાથી વાતચીત કરી શકશે.

એક અહેવાલ અનુસાર, મેટા તેની એપમાં ટ્રાન્સલેશન ફીચર પર કામ કરી રહી છે. અહીં યુઝર્સ જાતે જ નક્કી કરી શકે છે કે તેમને ઓટોમેટિક ટ્રાન્સલેશનની સુવિધા જોઈએ છે કે નહીં. જો કે વોટ્સએપનું આ ફીચર હજુ વિકસાવાઈ રહ્યું છે.
WhatsApp પર આવનારા આ નવા અપડેટનો સંપૂર્ણ ફોકસ અનુવાદ અનુભવને બહેતર બનાવવા પર છે. આ સાથે કંપની યુઝર્સના અનુભવને બહેતર બનાવવા પર પોતાનું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
માહિતી અનુસાર, જો તમને કોઈ એવો સંદેશ મળે છે જે તમારી ભાષામાં નથી અને તમે તેને સમજવામાં નિષ્ફળ રહ્યા છો તો તમારે તેનો અનુવાદ કરવા માટે લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું નહીં પડે.
વોટ્સએપનું આ ફીચર આવ્યા બાદ તમારે આ સમસ્યાનો સામનો નહીં કરવો પડે. હવે તમે ખુદ અનુવાદ સુવિધા પસંદ કરી શકો છો, જે તમને અન્ય ભાષામાં તમામ સંદેશાઓને આપમેળે અનુવાદિત કરવામાં સક્ષમ બનાવશે.
વધુ સારા પરિણામો મેળવવા માટે તમારે એપની અંદર લેંગ્વેજ પેક ડાઉનલોડ કરવું પડશે, જો જરૂરી હોય તો જ તમારે તેને ડાઉનલોડ કરવું પડશે
આ ફીચર મળ્યા પછી તમને ચેટ બબલની અંદર ટ્રાન્સલેટ મેસેજ દેખાશે, જેમાં સ્પષ્ટ રીતે લખવામાં આવશે કે તમારો મેસેજ ટ્રાન્સલેટ થઈ ગયો છે. અહીં તમે મૂળ સંદેશ તેમજ અનુવાદિત સંસ્કરણ સરળતાથી જોઈ શકો છો.
અહેવાલો અનુસાર, તેશરૂઆતમાં હિન્દી, અંગ્રેજી, અરબી, પોર્ટુગીઝ (બ્રાઝિલ), રશિયન ભાષાઓને સપોર્ટ કરશે. પરંતુ ભવિષ્યના અપડેટ્સમાં તેમાં વધુ ભાષાઓનો સમાવેશ કરવામાં આવશે. એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે વોટ્સએપનું આ આગામી ફીચર યુઝર્સ માટે ટૂંક સમયમાં આવી જશે.












Click it and Unblock the Notifications
