For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિશ્વના મોંઘાદાટ ફોન, જેની કિંમત છે અનેકગણી

|
Google Oneindia Gujarati News

મોબાઇલ ફોન આપણી ઝડપી જિંદગીનો એક ભાગ બની ગયો છે. આજે એવી સ્થિતિનું સર્જન થયું છેકે મોબાઇલ વગરના જીવનને કલ્પી શકાય તેમ નથી. મોબાઇલ ગેજેટ વિશ્વમાં દરરોજ આપણને એકથી એક ચઢિયાતા અને અન્ય કરતા અલગ અને વિશિષ્ઠ ફીચર્સ સાથેના મોબાઇલ વિવિધ મોબાઇલ કંપનીઓ દ્વારા રજુ કરવામાં આવી રહ્યાં છે.

વિશ્વમાં જે રીતે મોબાઇલનો ક્રેઝ વધ્યો છે, તેને જોઇને અમે આ વખતે અહી એવા કેટલાક ફોન લઇને આવ્યા છીએ કે જેની કિંમત વિશ્વના તમામ મોંઘા ફોન કરતા અનેકગણી વધારે છે. આ ફોન્સને ગોલ્ડ અને ડાઇમન્ડ્સનો ઉપયોગ કરીને ખાસ પ્રકારની ડિઝાઇન આપીને બનાવવામાં આવ્યા છે. તો ચાલો તસવીરોના માધ્યમથી જાણીએ વિશ્વના સૌથી મોંઘા ફોન્સ.

ડાઇમન્ડ રોઝ આઇફોન 4

ડાઇમન્ડ રોઝ આઇફોન 4

વિશ્વના સૌથી મોંઘા ફોન્સમાં ડાઇમન્ડ રોઝ આઇફોન ટોપ પર આવે છે. જેને સ્ટુઅર્ટ હ્યુજ્સ દ્વારા બનાવવામાં આવ્યો છે. આ ફોનની કિંમત 8 મિલિયન ડોલર છે. આ ફોનને રોઝ અને 500 અલગ-અલગ ફ્લોલેસ ડાઇમન્ડ્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે.

સુપ્રિમ ગોલ્ડસ્ટ્રાઇકર આઇફોન 3જી

સુપ્રિમ ગોલ્ડસ્ટ્રાઇકર આઇફોન 3જી

આ વિશ્વનો બીજો સૌથી મોંઘો ફોન છે. આ ફોનની કિંમત 32,00000 ડોલર છે. આ ફોનને 271 ગ્રામના સોલિડ 22કે ગોલ્ડ અને 53 1 કેરેટ ડાઇમન્ડ્સથી બનાવવામાં આવ્યો છે.

આઇફોન 3જી કિંગ્સ બટન

આઇફોન 3જી કિંગ્સ બટન

આ ફોનને વિશ્વનો ત્રીજો સૌથી મોંઘો ફોન ગણવામાં આવે છે. આ ફોનને ઓસ્ટ્રિયાના પીટર એલોઇસન દ્વારા બનાવવામાં આવ્યો છે. આ ફોનમાં 138 ડાઇમન્ડ્સ લગાવવામાં આવ્યા છે અને આ ફોનની કિંમત 2.4 મિલિયન ડોલર છે.

ગોલ્ડવિશ લા મિલિયન

ગોલ્ડવિશ લા મિલિયન

આ ફોનની ડિઝાઇન જાણીતા ડિઝાઇનર એમ્માન્યુએલ ગુઇએટ દ્વારા તૈયાર કરવામાં આવી છે. જેમણે ઘણી બધી લક્ઝરી વોચ્સ અને જ્વેલરી બનાવી છે. આ ફોનને ગિનિસ વર્લ્ડ રેકોર્ડના એવોર્ડથી પણ નવાજવામાં આવ્યો છે.

ડાઇમન્ડ ક્રાઇપ્ટો સ્માર્ટફોન

ડાઇમન્ડ ક્રાઇપ્ટો સ્માર્ટફોન

આ ફોનને પીટર એલોઇસન દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ ફોનની કિંમત 1.3 મિલિયન ડોલર છે.

ગ્રેસ્સો લક્સર લાસ વેગાસ જેકપોટ

ગ્રેસ્સો લક્સર લાસ વેગાસ જેકપોટ

આ ફોનને 2005માં સ્વિત્ઝરલેન્ડમાં બનાવવામાં આવ્યો હતો. જેમાં 180 ગ્રામના સોલિડ ગોલ્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ફોનની કિંમત 1 મિલિયન ડોલર છે.

વેર્તુ સિગ્નેચર કોબ્રા

વેર્તુ સિગ્નેચર કોબ્રા

આ ફોનને પણ વિશ્વના સૌથી મોંઘા ફોન્સમાનો એક માનવામાં આવે છે. આ ફોનની ડિઝાઇન ફ્રેન્ચ જ્વેલર બૌચેરોન દ્વારા તૈયાર કરવામાં આવી છે.

બ્લેકડાઇમન્ડ વીઆઇપીએન સ્માર્ટફોન

બ્લેકડાઇમન્ડ વીઆઇપીએન સ્માર્ટફોન

વિશ્વના મોંઘા ફોન્સની યાદીમાં સોની એરિક્સનનો બ્લેક ડાઇમન્ડ પણ આવે છે. જેને જરેન ગોહ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આ ફોનની કિંમત 300,000 ડોલર છે.

આઇફોન પ્રિન્સેસ પ્લસ

આઇફોન પ્રિન્સેસ પ્લસ

આ ફોનમાં એપલના અન્ય આઇફોનની સરખામણીથી અલગ ફીચર્સ નથી, જો કે તેની ડિઝાઇનના કારણે તેને વિશ્વના સૌથી મોંઘા મોબાઇલ ફોનની યાદીમાં સમાવાયો છે. આ ફોનની ડિઝાઇન ઓસ્ટ્રિયાના પીટર એલોઇસન દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ ફોનની કિંમત 176.400 ડોલર છે.

વેર્તુ સિગ્નેચર ડાઇમન્ડ

વેર્તુ સિગ્નેચર ડાઇમન્ડ

આ વેર્તુ દ્વારા લોન્ચ કરવામા આવેલો વૈભવી ફોન છે. વેર્તુ વૈભવી ફોનના નિર્માણ માટે જાણીતી છે. આ ફોનની કિંમત 88,000 ડોલર છે.

English summary
Here is a list of world’s most expensive mobile phones.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X