For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખાલી પેટ ક્યારેય ન ખાશો આ 10 વસ્તુઓ

|
Google Oneindia Gujarati News

સ્વાસ્થ્ય સારૂં રાખવા માટે હંમેશા કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. દિવસમાં ક્યારે કંઈ વસ્તુ ખાવી જોઈએ તેનું ધ્યાન રાખવું જોઈએ.

કેટલીક ખાદ્ય સામગ્રીમાં એસિડની માત્રા વધુ હોય છે. તેવામાં તે વસ્તુઓને ખાલી પેટ ખાવી કે પીવી નુકસાનકારક નિવડી શકે છે. દહીં, કાચા ટમેટા, કેળા વગેરેને ખાલી પેટ ખાવુ હિતાવહ નથી.

ત્યાં જ નવસેકા પાણીના સેવનથી દીવસને સારો અને હળવો બનાવી શકાય છે. ખાલી પેટ ચા કે કોફી પીવું પણ હાનિકારક માનવામાં આવે છે.

આવો જાણીએ એવી કેટલીક ખાદ્ય સામગ્રીને કે જેનું સેવન ખાલી પેટ ન કરવું જોઈએ.

સોડા

સોડા

સોડામાં ઉચ્ચ માત્રામાં કાર્બોનેટ એસિડ હોય છે. ખાલી પેટ સોડા પીવાથી અસહજતા થઈ શકે છે.

ટમેટા

ટમેટા

ટમેટામાં એસિડ હોય છે. જો ટમેટા ખાલી પેટે ખાવામાં આવે તો રીએક્ટ કરી શકે છે. જે ક્યારેક પેટમાં સ્ટોન બનવાનું કારણ પણ બની શકે છે

દવાઓ

દવાઓ

ડોક્ટર્સ પણ સલાહ આપે છે કે ખાલી પેટે દવા ન લેવી જોઈએ. ખાલી પેટે દવાઓ લેવાથી પેટમાં એસિડ થઈ જાય છે.

આલ્કોહોલ

આલ્કોહોલ

ખાલી પેટે આલ્કોહોલનું સેવન કરવાથી બળતરા થાય છે. જેના કારણે ખાવાનું સારી રીતે નથી પચતુ.

મસાલાવાળો ખોરાક

મસાલાવાળો ખોરાક

ખાલી પેટે ક્યારેય ચટપટા ભોજનનું સેવન ન કરવું જોઈએ. તેમાં નેચરલ એસિડ હોય છે. જે પેટના પાચનતંત્રને બગાડે છે. પેટમાં બગાડ ભેગો થાય છે.

કોફી

કોફી

ખાલી પેટે કોફીનું સેવન ઘણું જ ખતરનાક નીવડી શકે છે. જેમાં કેફીન હોય છે.તે ખાલી પેટે લેવાથી તમને બેચેન કરી શકે છે.

ચા

ચા

જેવી રીતે ખાલી પેટે કોફી હાનિકારક છે, તેવી જ રીતે ખાલી પેટે ચા પણ ન પીવી જોઈએ. ચામાં ઉચ્ચ માત્રામાં એસિડ હોય છે. જેના કારણે પેટમાં દુખાવો થઈ શકે છે.

દહીં

દહીં

દહીં સ્વાસ્થ્યવર્ધક હોય છે. પણ જો તેને ખાલી પેટે ખાવામાં આવે તો, પેટમાં મરોડ પણ આવી શકે છે.

 કેળા

કેળા

ખાલી પેટે કેળા ખાવાથી શરીરમાં મેગ્નેશિયમની માત્રા વધી જાય છે. જેનાથી શરીરમાં મેગ્નેશિયમ અને કેલ્શિયમની માત્રામાં અસતુંલન થાય છે.

શક્કરીયા

શક્કરીયા

શક્કરીયામાં ટેન્નીન અને પેક્ટીન હોય છે. જેને ખાલી પેટે ખાવાથી પેટમાં ગેસની માત્રામાં વધારો થાય છે. જેનાથી છાતીમાં બળતરા થઈ શકે છે.

English summary
According to a new study, it is said that there are some foods one must avoid on an empty stomach.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X