For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Tips: ચહેરા પર મસાજ કરવા માટે આ ફળોનો કરો ઉપયોગ

|
Google Oneindia Gujarati News

[બ્યૂટી ટીપ્સ] શું આપે કયારેય આપના ફેસ પર જાત-ભાતના ફળોથી મસાજ કરવાનું વિચાર્યું છે? જો ના વિચાર્યું હોય તો વિચારવાનું ચાલુ કરી દો. ફળો જેટલા ખાવામાં ફાયદાકારક હોય છે તેટલા જ ચહેરા પર મસાજ કરવાથી ફળોના ફાયદા હોય છે.

ફળોનો વિવિધ પ્રકારના ફેસ પેક માટે પણ ઉપયોગ કરી શકાય છે. આજે અમે આપને એવા ફળો વિશે માહિતી આપીશું કે જેને ચહેરા પર ડાયરેક્ટ લગાવીને મસાજ કરી શકાય છે. અને તેનો જાદુઇ પ્રભાવ પણ આપના ચહેરા પર તુરંત જ જોવા મળશે.

ચહેરાને લઇને જે કંઇ પણ સમસ્યા છે તે ચહેરા પર ફળો દ્વારા મસાજ કરવાથી દુર થશે. તો હવે બજારમાં મળતી ક્રીમો વાપરવાનું બંધ કરી ને ચહેરા પર ફળોથી મસાજ કરવાનું શરૂ કરી દો. આવો જાણીએ શું શું છે આ લેખમાં...

ફેશ પર મસાજ કરવા માટે ઉપયોગ કરો આ ફ્રુટનો....

પપૈયું

પપૈયું

પપૈયામાં ઘણી માત્રામાં સારા એવા એંટીઓક્સીડેંટ હોય છે. ફેસ પર પપૈયાનો પલ્પ લગાવવાથી તમારા ફેશની રંગત વધશે અને ડેડ સ્કિન દુર થશે જેનાથી તમારો ફેશ મુલાયમ દેખાવવા લાગશે.

કેળા

કેળા

ક્યારેક કેળાનો ઉપયોગ ફેશીયલ માટે પણ કરવામાં આવે છે. કેળામાં ખૂબ જ પ્રમાણમાં વિટામીન હોય છે જે ચહેરાની સ્કિનમાં પ્રાણ ઉમેરે છે. આનાથી કાળા ડોટ્સમાં પણ રાહત મળે છે.

લીંબુ

લીંબુ

લીંબુમાં વિટામીન સી હોય છે. તેના છોતરાથી ચહેરા પર 15 મિનિટ સ્ક્રબ કરવાથી ત્વચા પરથી બ્લેક હેડ્સ નિકળી જાય છે, છિદ્રો જે છે તે નાના થાય છે અને ત્વચા ટાઇટ થાય છે. જો તમારી ત્વચા સંવેદનશીલ છે તો આનો પ્રયોગ કરવો હિતાવહ નથી.

સફરજન

સફરજન

સફરજનનો નાનો ટુકડો લઇને તેની પેસ્ટ બનાવો. પછી તેને ફેશ પર લગાવીને મસાજ કરો. થોડીક મિનિટો પછી તમારી ત્વચા ફ્રેશ થઇ જશે.

કેરી

કેરી

ફેશ પર કેરીનો રસ લગાવો ને પછી 5 મિનિટ પછી તેને ધોઇ નાંખો. આનાથી કરચલી દૂર થાય છે અને સ્કિન ટાઇટ થાય છે.

દાડમ

દાડમ

દાડમનો રસ કરચલી દૂર કરે છે. આ રસ ચહેરાને ગોરો બનાવે છે અને સાથે સાથે ટોનર અને ક્લીંજરનું પણ કામ કરે છે. આ રસને ફેશ પર લગાવીને 5 મિનિટ મસાજ કરો અને પછી ફેશને પાણીથી ધોઇ નાખો.

સેતુર

સેતુર

ચહેરા પરની કરચલી દુર કરવામાટે સેતુરનો રસ પીવો જોઇએ. સેતુરને ફાલસા પણ કહે છે. આનાથી ચહેરામાં ચમક આવશે અને આપ ફ્રેશ અનુભવ કરશો.

English summary
Do you know that fruits are also used in many face packs? You can massage some fruits on your skin and reap the benefits.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X