For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાથની ચરબીના થરને દૂર કરવાની રામબાણ કસરતો

|
Google Oneindia Gujarati News

આપણી ગુજરાતી મહિલાઓ આમ તો સારી દેખાતી જ હોય છે પણ સામાન્ય રીતે તેમની હાથની ચરબી ધણીવાર તેમના આખા લૂકને બગાડતી હોય છે. અને આ એક તેવી ચરબી છે જે પેટની ચરબીની જેવી જ જિદ્દી છે જવાનું નામ જ નથી લેતી! આમ તો આપણે ઘરે કેટલાય કામ કરીએ છીએ. પણ તેમ છતાં હાથની આ લબડતી અને ગંદી દેખાતી ચરબીથી છૂટકારો નથી મેળવી શકતા.

ત્યારે આજે તમારી આ સમસ્યાને દૂર કરવા માટે એક કારગર ઇલાજ અમે તમારી માટે લાવ્યા છીએ. જે માટે તમારે બસ દિવસની 10-15 મિનિટ નીકાળવાની છે. આ કરવા માટે ના તો તમારે જીમ જવાની જરૂર છે ના જ તેવી કોઇ ખાસ ડાયેટની બસ ઘરે જ સવાર સાંજ જ્યારે સમય મળે ત્યારે નીચે બતાવેલી કોઇ પણ બે કસરત 1 મહિના સુધી સતત કરતા રહો. અને વધુ રિઝલ્ટ જોઇયું હોય તો 2 મહિના. તમે આ સમયમાં જાતે જ પોતાનામાં ફરક અનુભવ કરવા લાગશો. તો વાંચો હાથની ચરબીને દૂર ભગાડતી આ કારગર અને રામબાણ ઇલાજ કહી શકાય તેવી કસરતો....

કાંડાને હલાવો

કાંડાને હલાવો

પાણીની બે કે એક લિટરની બોટલ કે પછી 2 કિલાના ડમ્બેલ લઇને તમે આ કસરત કરી શકો છો.
સ્ટેપ
1. વિશ્રામની પોઝિશનમાં ઊભા રહો. બન્ને બોટલને હાથમાં ઉપાડો ફોટામાં જે રીતે બતાવ્યું છે તે રીતે. પછી એક પછી એક ડમ્બેલ ઊંચા નીચા કરો. આવું તમે શરૂઆતમાં 5-10 વાર કરી શકો છો અને પછી 20 વાર સુધી આ કસરત લંબાવી શકો છો.

ચેર ડિપ

ચેર ડિપ

મજબૂત ચેર કે કોઇ ટિપોઇ કે ખાટલાની મદદ લઇને તમે આ કસરત કરી શકો છો. ખુરશીની હાઇટ જમીનથી બે ફિટ ઊંચી હોવી જોઇએ. આ ખૂબ જ કારગર કસરત છે.
સ્ટેપ
ચેરને તમારાથી 3 ફીટના અંતરે રાખો. ફોટામાં બતાવ્યું છે તે રીતે પોઝિશન લો. અને પછી અડધા ઊભા થાવને બેસો. ધ્યાન રાખજો કે તમારું ઉપરું બોડી સીધુ રહે. અને તમારી કોણી અને લોવર બોડી જ હલે.

પુશઅપ

પુશઅપ

પુશ કરવાથી હાથ ખૂબ જ મજબૂત થાય છે તમારી બોડીને સીધુ રાખો બે પગ સાથે રાખો અને બે હાથ વચ્ચે સરખું અંતર રાખી તમે આ કસરત કરી શકો છો. જો કે આ કસરત કરવા માટે તમે ખૂબ જ ફીટ હોવા જોઇએ.

સીધી સાદી કસરતો

સીધી સાદી કસરતો

શાળામાં પીટીસર જે હાથની કસરતો કરાવતા હતા યાદ છે આગળ પાછળ હાથ, ઉપર નીચે હાથ, કાંડા વાળવા, કોણી વાળવી તે પણ જો રોજ કરો તો હાથના સ્નાળુ મજબૂત તો થાય છે. સાથે જ હાથ સીધા રાખો તેને દિવાર પર ફોટો પર બતાવ્યું છે તે રીતે મૂકી દિવાલ સાથે ઊભા પુશઅપ પણ કરી શકાય છે.

વન આર્મ ટ્રાઇસેપ

વન આર્મ ટ્રાઇસેપ

પ્રયાસ કરો કે ફોટોમાં જે રીતે મહિલા ઊભી છે તે રીતે તમે ઊભા રહી શકો. બન્ને હાથે વારાફરતી આ રીતે ખાલી ઊભા રહેવાનો પ્રયાસ કરો. પણ જો તમારું વજન વધારે હોય તો આ કસરત કરવાનું રહેવા દેજો કારણ કે હાથ પર સીધો ભાર પણ આવી શકે છે.

કાઉન્ટર પુશ અપ

કાઉન્ટર પુશ અપ

આ કસરત કોઇ પણ મહિલા કરી શકે છે. અને તે એટલી મુશ્કેલ પણ નથી. વળી આ કસરતથી હાથ અને પેટ બન્નેને ફાયદો થાય છે. પહેલા પાંચ પુશઅપ અને પછી વધારે 20-25 પુશ પણ રોજના કરોને આ રીતે તો તમારા હાથની ચરબી પગળવા લાગશે અને તે ટોન અને સુડોળ લાગશે.

દોરડા કુદવા

દોરડા કુદવા

તમે માનશો નહીં પણ દોરડા કૂદવા એક ફૂલ બોડીની એક્સરસાઇઝ છે. જો તમે દોરડા કૂદી શકતા હોવ તો આ દ્વારા પણ તમારે હાથની ચરબીને ટાટા બાય કરી શકો છો. અને આ કસરતથી તો તમારું આંખુ શરીર સુડોળ બનશે.

English summary
It is very important to keep yourself fit and toned, since this factor adds to your appearance and overall health
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X