હંમેશા રહે છે પેટ ખરાબ, આ ઘરેલુ ઉપચારથી મળશે રાહત

આજે લોકોની જીવનશૈલી બદલાઇ ગઇ છે. જે કારણે તેમના ખાવા-પીવાનો સમય નક્કી નથી હોતો. આ સાથે લોકો ભાગદોડ વચ્ચે આચરકુચર ખાતા રહે છે. જે કારણે આજે લગભગ તમામ વ્યક્તિને બંધકોષ, એસીડીટી કે અપચાની સમસ્યા રહે છે.

આજે લોકોની જીવનશૈલી બદલાઇ ગઇ છે. જે કારણે તેમના ખાવા-પીવાનો સમય નક્કી નથી હોતો. આ સાથે લોકો ભાગદોડ વચ્ચે આચરકુચર ખાતા રહે છે. જે કારણે આજે લગભગ તમામ વ્યક્તિને બંધકોષ, એસીડીટી કે અપચાની સમસ્યા રહે છે. જો આવી સમસ્યા ક્યારેક ક્યારેક થાય તો ચિંતાનો વિષય નથી, પરંતુ જો આ સમસ્યા કાયમી બની જાય તો આ સમસ્યાની સાથે સાથે ઘણી અન્ય બિમારીઓ પણ થઇ શકે છે. જેથી આ સમસ્યાથી વહેલીતકે છુટકારો મેળવવો જોઇએ. આજે અમે તમને આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે કેટલાક ઘરેલુ ઉપચાર જણાવી રહ્યા છીએ.

હૂંફાળું પાણી પીવો

હૂંફાળું પાણી પીવો

જો તમે દરરોજ નવશેકું પાણી પીઓ છો, તો તમે ઘણા રોગોથી બચી શકો છો, કારણ કે, તે બેક્ટેરિયાને મારી નાખે છે અને રોગપ્રતિકારકશક્તિ વધારે છે. તેથી દરરોજ 2 ગ્લાસ નવશેકું પાણી પીવો. આ તમારા પાચનતંત્રને ઠીક કરવામાં મદદ કરશે. આ સાથે હુફાળું પાણી તમારા શરીરને હાઇડ્રેટ પણ રાખે છે.

કરો આ યોગ

કરો આ યોગ

તમે પેટના દુઃખાવાથી પરેશાન છો. આ સાથે જો તમને ઉબકા આવતા હોય અને વારંવાર ખાટા ઓડકારની સમસ્યા રહેતી હોય તો તમે યોગના કેટલાક આસન કરી શકો છો. આ માટે સુષુપ્ત બંદ્ધ કોણાસન કરી શકાય છે. આ આસનને રિક્લાઈનિંગ બાઉન્ડ એન્ગલ પોઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. પાચનતંત્રની સમસ્યામાં આ આસન ખૂબ જ ફાયદાકારક છે.

આદુ ખાવાનું રાખો

આદુ ખાવાનું રાખો

પાચનતંત્રને સ્વસ્થ રાખવા માટે વરિયાળી, ફુદીનાના પાન અને આદુનો ઉપયોગ કરો. તેના માટે તમે થોડું પાણી લો અને તેમાં આ ત્રણવસ્તુઓ ઉકાળો, પછી સવારે તેનું સેવન કરો.

આદુમાં જીંજરોલ નામનું એક ખાસ તત્વ જોવા મળે છે, જેના કારણે ખોરાક સરળતાથી પચાવવામાં મદદ કરે છે. આ સિવાય ફુદીનો અને વરિયાળીથી પણ પેટ સાફ રહે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X