શું આપ જાણો છો બેક્ટેરિયા અંગે આ આશ્ચર્યજનક તથ્યો
આપણામાંથી મોટાભાગના લોકો જાણે છે કે વિવિધ રોગ બેક્ટેરિયાના કારણે થાય છે. પરંતુ કદાચ જ કોઈને આ નાના જીવો અંગે જાણવાની તક મળે છે. બેક્ટેરિયા એક પ્રકારના સુક્ષ્મ જીવો છે. જેમાંથી કેટલાક તો માત્ર એકકોષીય હોય છે. આ સુક્ષ્મ જીવો લગભગ દરેક જગ્યા પર જોઈ શકાય છે. જી હા, હવા, પાણી, પૃથ્વી અને ચોક્કસપણે આપના શરીરમાં પણ....
બેક્ટેરિયા અનુકુળ પરિસ્થિતીઓમાં પ્રજનન કરીને મોટી માત્રામાં વધી શકે છે. એક મહત્વની વાત એ પણ છે કે બધાં જ બેક્ટેરિયા હાનિકારક નથી હોતા, પણ કેટલાક બેક્ટેરિયા તો આપણાં માટે ફાયદાકારક હોય છે. ખાસ કરીને પાચનક્રિયા માટે કેટલાક બેક્ટેરિયાની જરૂર હોય છે. આવો જાણીએ બેક્ટેરિયા અંગે કેટલાક તથ્યો.

તથ્ય #1
પૃથ્વી પર બેક્ટેરિયા આપણા કરતા બહું પહેલેથી છે. આ પૃથ્વી પર બેક્ટેરિયાને સૌથી જૂનો જીવ માનવામાં આવે છે.

તથ્ય #2
તમારા કામના ટેબલ પર શૌચાલયની તુલનામાં 399 ગણાં બેક્ટેરિયા હોય છે.

તથ્ય #3
તમારા સાથીને Kiss કરતી વખતે અનેક બેક્ટેરિયાનું આદાનપ્રદાન થાય છે.

તથ્ય #4
તમારા વજનનો લગભગ બે કિલો ભાગ બેક્ટેરિયાથી બન્યો છે.

તથ્ય #5
શું તમે જાણો છો કે તમારા પેટની નીચેના ભાગમાં બેક્ટેરિયાની લગભગ 1400 પ્રજાતિઓ રહે છે.

તથ્ય #6
ટોયલેટ સીટની તુલનામાં મોબાઈલ ફોન પર વધુ બેક્ટેરિયા હોય છે.

તથ્ય #7
માઈક્રોસ્કોપની શોધ બાદ જ મનુષ્ય બેક્ટેરિયા જોઈ શક્યો છે.

તથ્ય #8
2500થી વધુ બેક્ટેરિયા તમારા પર્સમાં રહેલી રૂપિયાની નોટો પર હોય છે.

તથ્ય #9
તમારા શરીરમાંથી આવતી ગંધ પસીનાના કારણે નહીં પરંતુ બેક્ટેરિયાના કારણે આવે છે.

તથ્ય #10
બેક્ટેરિયા આ ગ્રહ પર કોઈ પણ જગ્યાએ કોઈ પણ સીઝનમાં જીવી શકે છે.

તથ્ય #11
વરસાદ આવતાની સાથે હવામાં એક અજીબ ગંધ આવતી હોય છે. આ એક પ્રકારના બેક્ટેરિયા એક્ટીનોમાઈટીસના કારણે હોય છે.

તથ્ય #12
શું તમે જાણો છો, કેટલીક દવાઓ પણ બેક્ટેરિયાની મદદથી જ બને છે.
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ






Click it and Unblock the Notifications
