તમારુ માખણ ખાવાલાયક છે કે નહિ? શુદ્ધતા આ રીતે કરો ચેક, જુઓ Video.

માખણમાં સ્ટાર્ચને કેવી રીતે ઓળખવામાં આવે તે જાણીએ વીડિયોના માધ્યમથી.

નવી દિલ્લીઃ એમાં કોઈ શંકાને સ્થાન નથી કે એક ચમચી માખણ કોઈ પણ ભોજનનો સ્વાદ વધારી દે છે. ઠંડીમાં તો માખણનો ખૂબ જ ઉપયોગ કરવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી માખણની માંગે પણ બજારમાં માખણના વિવિધ પ્રકારોમાં વધારો કરી દીધો છે. શું તમે ક્યારેય વિચાર્યુ છે કે તમે જે માખણ ખૂબ મઝાથી ખાઈ રહ્યા છો તે મિલાવટી પણ હોઈ શકે છે. અભ્યાસ અનુસાર ભારતમાં દર ત્રીજો ખાદ્ય પદાર્થ મિલાવટી છે અને આ ચિંતાનો વિષય છે કારણકે તે નજીકના ભવિષ્યમાં વિનાશકારી પરિણામ આપી શકે છે. આના જોખમને સમજદારીથી ઉકેલવા માટે ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ(FSSAI)એ ટ્વિટર પર #DetectingFoodAdulterants નામથી એક પહેલ શરુ કરી છે. જેમાં દર સપ્તાહે અલગ-અલગ વીડિયોના માધ્યમથી ખૂબ જ સરસ માહિતી આપવામાં આવે છે. આ સપ્તાહના વીડિયોમાં તે બતાવી રહ્યા છે કે માખણમાં સ્ટાર્ચને કેવી રીતે ઓળખવામાં આવે. તો આવો જાણીએ.

butter

સ્ટાર્ચ સાથે થઈ શકે છે મિલાવટ

જો કે, આપણે માખણના ખારા સ્વાદને ખૂબ જ પસંદ કરીએ છીએ, શું તમે જાણો છો કે તમારા માખણમાં સ્ટાર્ચની મિલાવટ હોઈ શકે? સ્ટાર્ચ એક સામાન્ય કાર્બોહાઈડ્રેટ પદાર્થ છે જે આપણે પોતાના ઘણા ખાદ્ય પદાર્થો જેવા કે બટાકા, ચોખા અને ત્યાં સુધી કે બ્રેડમાં મળી જાય છે - મોટી માત્રામાં તેને પચાવવુ આપણા આરોગ્ય પર ભારે પડી શકે છે. સ્ટાર્ચનુ નિયંત્રિત સેવન જ્યાં માનવ શરીર માટે સારુ છે ત્યાં વિશેષજ્ઞોનુ માનવુ છે કે સ્ટાર્ચથી ભરેલુ માખણ બિલકુલ સારુ નથી હોતુ. એવુ કહેવાય છે કે સ્ટાર્ચના નિયમિત સેવનથી ડાયાબિટીસ, હ્રદયરોગ અને વજન વધવાનુ જોખમ રહે છે. આ ઉપરાંત સ્ટાર્ચ બ્લડ શુગરને પણ ઝડપથી વધારી શકે છે અને પછી ઝડપથી ઘટાડી શકે છે.

આ રીતે કરો ચેક

1. એક પારદર્શી ગ્લાસમાં થોડુ પાણી કે તેલ લો.
2. આમાં અડધી ચમચી માખણ નાખો.
3. વાટકીાં આયોડીનના મિશ્રણના 2-3 ટીંપા નાખો.
4. જો માખણ કોઈ રંગ ના બદલે તો આ મિલાવટી માખણ નથી. જો માખણના મિશ્રણનો રંગ બદલાઈને વાદળી થઈ જાય તો સમજી જવુ કે તમારુ માખણ મિલાવટી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X