Depression Symptoms : જાણી લો ડિપ્રેશનના લક્ષણો, આ રીતે કરો ઉપચાર
Depression Symptoms : લોકો ઉદાસી અને હતાશા વચ્ચે મૂંઝવણમાં રહે છે. આ બે સરખા નથી. ડિપ્રેશન એ એક એવી સ્થિતિ છે જેમાં વ્યક્તિ જીવવાની ઈચ્છા ગુમાવે છે. તે દુનિયાથી છૂટકારો મેળવવા લાગે છે.
Depression Symptoms : ઘણીવાર આપણે ઉદાસી કે પરેશાનીને સામાન્ય ભાવોની જેમ જોઇએ છીએ, પરંતું ઘણીવાર આ નાની વાતોની અવગણના કરવીએ જોખમી સાબિત થઇ શકે છે. દુઃખી થવું અને ઉદાસ થવું એક સમાન નથી. આ સાથે ડિપ્રેશનની સ્થિતિમાં માણસ વધારે પડતા વિચારો કરવા લાગે છે. જેને આપણે ઓવર થિકિંગ પણ કહીંએ છીએ.

ઘણી વખત શરીર તેના સંકેતો આપે છે, પરંતુ આપણે તેને અવગણીએ છીએ. આવા સમયે, બ્રેકઅપને કારણે, આપણે તણાવ અને વધુ વિચારવાનું શરૂ કરીએ છીએ, પરંતુ મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડર - માત્ર એક પ્રકારના ડિપ્રેશન કરતાં વધુ જટિલ છે. ઉદાસી અને હતાશા વચ્ચેનો તફાવત શોધવા માટે, લક્ષણોથી વાકેફ હોવું જરૂરી છે.
હતાશાના લક્ષણો
નિરાશાજનક દ્રષ્ટિકોણ
મુખ્ય ડિપ્રેશન એ મૂડ ડિસઓર્ડર છે, જે સામાન્ય રીતે જીવન વિશે તમે જે રીતે અનુભવો છો, તેના પર અસર કરે છે. જીવન પ્રત્યે નિરાશાજનક અથવા અસહાય દ્રષ્ટિકોણ રાખવો એ હતાશાનું સૌથી સામાન્ય લક્ષણ છે. અન્ય લાગણીઓ જેમ કે, પોતાની કદર ન કરવી, સ્વ-ધિક્કાર અથવા વાંક બીજાનો હોવા છતાં પણ અપરાધની લાગણી થવી વગેરેનો સમાવેશ થાય છે.
જીવવાની ઇચ્છા ગુમાવી
ડિપ્રેશનનું સૌથી મહત્વનું કારણ એ છે કે, તમને ગમતી વસ્તુઓથી ધીમે ધીમે દૂર રહેવું. પહેલા તમે કામ કરવામાં આનંદ અનુભવતા હતા, પછી તે રમતગમત હોય કે મિત્રો સાથે બહાર જવાનું હોય, પરંતુ હવે તમારી રુચિ ગુમાવવી અથવા આ પ્રવૃત્તિઓમાંથી ખસી જવું એ ડિપ્રેશનની બીજી સ્પષ્ટ નિશાની છે.
થાક અને નિંદ્રામાં વધારો
તમને તમારી મનપસંદ વસ્તુઓ કરવામાં રસ ન હોવાનું એક કારણ એ છે કે, તમે ખૂબ થાક અનુભવો છો. ઉદાસીનતા ઘણીવાર ઊર્જાના અભાવ અને થાકની તીવ્ર લાગણી સાથે આવે છે, જે ડિપ્રેશનના સૌથી કમજોર લક્ષણોમાંનું એક હોય શકે છે. આનાથી વધુ પડતી ઊંઘ આવી શકે છે. જોકે, તેઓ એકબીજા સાથે સંબંધિત છે. એટલા માટે ક્યારેક તે તમારી ઊંઘ પણ બગાડે છે.
પુરુષોમાં ચીડિયાપણું
ડિપ્રેશનના લક્ષણો સ્ત્રીઓ અને પુરુષોને જુદી જુદી રીતે અસર કરી શકે છે. સંશોધન દર્શાવે છે કે, ડિપ્રેશન ધરાવતા પુરુષોમાં ચીડિયાપણું, જોખમી વર્તન, પદાર્થનો દુરુપયોગ અથવા ખોટી રીતે ગુસ્સો કરવો જેવા લક્ષણો હોય શકે છે. પુરૂષો પણ ડિપ્રેશનને ઓળખવા અથવા તેની સારવાર લેવાની સ્ત્રીઓ કરતાં ઓછી શક્યતા ધરાવે છે.












Click it and Unblock the Notifications
