Depression Treatment : ઘરે બેઠા મેળવો ડિપ્રેશનમાંથી મુક્તિ મેળવવા માંગો છો? અપનાવો આ ઉપાય
Depression Treatment : આજકાલ ડિપ્રેશનના કેસો વધી રહ્યા છે. જો તમે પણ ડિપ્રેશનમાં છો, પરંતુ ડોક્ટરની સલાહ લેવાથી દૂર રહેવા માંગો છો, તો કેટલીક ટિપ્સ ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે.
Depression Treatment : વર્તમાન સમયમાં વ્યસ્ત જીવન, વર્ક લોડ અને પરિવારની સમસ્યાને કારણે લોકોમાં તણાવનું પ્રમાણ વધી રહ્યું છે. આવામાં ઘણા લોકો તણાવગ્રસ્ત રહે છે. ડિપ્રેશન એવી માનસિક સ્થિતિ છે, જેમાંથી બહાર નિકળવાનું મુશ્કેલ બની જાય છે.

ઘણા લોકો ડિપ્રેશન વિશે વાત કરવામાં અચકાય છે. ડિપ્રેશનથી ઘેરાયેલા લોકો ડોક્ટર પાસે જવામાં પણ ખચકાટ અનુભવે છે. જો તમે પણ તણાવમાં છો અને તેમાંથી બહાર આવવા માંગો છો, તો ઘરેલુ ઉપાય અપનાવી શકો છો.

મિત્રો સાથે વાત શેર કરો
ડિપ્રેશનમાંથી બહાર આવવામાં મિત્રો રામબાણ ઉપાય સાબિત થઇ શકે છે. કોઈપણ ચિંતા અથવા તણાવ, તેને તમારા મિત્રો સાથે શેર કરો.જો તમે હતાશાને દૂર કરવા માંગો છો, તો તમારા મનના નકારાત્મક વિચારો અન્ય લોકો સાથે શેર કરો. તમારા ટેન્શન વિશે ખુલ્લામને વાતકરો.

ધ્યાન કરો
મેડિટેશન ડિપ્રેશનમાંથી બહાર આવવામાં ઘણી હદ સુધી મદદ કરી શકે છે. દરરોજ સવારે કે સાંજે ધ્યાન કરો. તેનાથી સારી એનર્જી મળે છે.સકારાત્મક ઉર્જા આવે છે. જેનાથી મન પ્રફુલ્લિત થાય છે.

મનપસંદ સંગીત સાંભળો
સંગીત તણાવ ઘટાડવામાં મદદ કરે છે. સંગીત સાંભળીને ખુશી મળે છે. ધ્યાનમાં રાખો કે, સેડ સોંગ સાંભળવાથી તણાવ વધી શકે છે.એટલા માટે સારા રોમેન્ટિગ સોંગ સાંભળવા જોઈએ.

નકારાત્મકતા છોડો
જો તમે સતત વિચારોમાં ડૂબેલા રહો છો અથવા વધુ પડતા વિચારો છો, તો આ આદત છોડી દો. તમારી જાતમાંથી નકારાત્મકતાને દૂરકરવાનો પ્રયાસ કરો. હંમેશા ખુશ રહેવાનો પ્રયત્ન કરો. દરેક વસ્તુની સકારાત્મક બાજુ જુઓ. આ માટે તમે સર્જનાત્મકતા વિકસાવી શકો છો.

મનપસંદ કામ કરો
જો તમે ખૂબ જ ચિંતામાં રહો છો, તો તમારી જાતને ખુશ કરવા માટે સમય કાઢો. આ સમયે તમારા મનપસંદ કામ જેમ કે ચિત્રકામ અથવારમત રમો.
આ કાર્યોથી મન પ્રસન્ન રહે છે. જ્યારે તમે શારીરિક રીતે સક્રિય હોવ છો, ત્યારે તમારી અંદર ખુશીના હોર્મોન્સ બહાર આવવાલાગે છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
