For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉનાળામાં ખાઓ આ 6 વસ્તુ, નહીં થાય ડિહાઈડ્રેશન

તીવ્ર સૂર્યપ્રકાશને કારણે, શરીર પર ખરાબ અસર થવા લાગી છે, તેથી આપણે ઉનાળાની ઋતુમાં આપણા ખોરાક અને દિનચર્યા પર ઘણું ધ્યાન આપવું પડશે. આ દિવસોમાં બપોરે ગરમી અને રાત્રે થોડી ઠંડી હોય છે.

|
Google Oneindia Gujarati News

હાલના સમયમાં ભારતમાં ગરમી પોતાના ચરમ પર છે. તીવ્ર સૂર્યપ્રકાશને કારણે, શરીર પર ખરાબ અસર થવા લાગી છે, તેથી આપણે ઉનાળાની ઋતુમાં આપણા ખોરાક અને દિનચર્યા પર ઘણું ધ્યાન આપવું પડશે. આ દિવસોમાં બપોરે ગરમી અને રાત્રે થોડી ઠંડી હોય છે. આવી સ્થિતિમાં થોડી બેદરકારી પણ તમને બીમાર કરી શકે છે. તાપમાનનો પારો 40 ને પાર કરે તે પહેલા તમારે તમારો આહાર ઉનાળાની ઋતુ પ્રમાણે કરવાનું શરૂ કરી દેવું જોઈએ.

ઉનાળાની ઋતુમાં ખાઓ આ વસ્તુઓ

ઉનાળાની ઋતુમાં ખાઓ આ વસ્તુઓ

1. કાકડી

ઉનાળાની ઋતુમાં કાકડીનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે, કાકડીમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે. ઉનાળામાં કાકડી ખાવાથીકબજિયાત દૂર રહે છે. કાકડીમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે, જે ડિહાઈડ્રેશનને દૂર કરે છે. તેથી આ સિઝનમાં બને તેટલી કાકડી ખાઓ.

2. દહીં

2. દહીં

નિષ્ણાંતોનું કહેવું છે કે, દહીં ખાવામાં માત્ર સ્વાદિષ્ટ નથી હતું, તે સાથે સાથે શરીરને ઠંડક પણ આપે છે. તમે દહીંને અલગ-અલગ રીતે પણ લઈ શકો છો. તમે તેનેછાશ કે મીઠી લસ્સી બનાવીને પી શકો છો. તેના સેવનથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને ત્વચા પર ચમક આવે છે.

3. નાળિયેર પાણી

3. નાળિયેર પાણી

ઉનાળામાં શરીરને સ્વસ્થ રાખવા માટે નારિયેળ પાણી શ્રેષ્ઠ વિકલ્પ છે. તેમાં તમામ જરૂરી વિટામિન્સ, મિનરલ્સ અને અન્ય પોષક તત્વો હોય છે. તે પેટને ઠંડક આપે છેઅને તેમાં રહેલા પોષક તત્વો ગરમ હવામાન સામે લડવામાં મદદ કરે છે. એક અભ્યાસ અનુસાર, નિયમિતપણે નાળિયેર પાણી પીવાથી કેન્સરનું જોખમ પણ ઘટે છે.

4. ડુંગળી

4. ડુંગળી

ડુંગળીમાં ઠંડકનો ગુણ હોય છે. તમે તેમાં લીંબુ-મીઠું ઉમેરીને સલાડ બનાવીને ખાઈ શકો છો. લાલ ડુંગળીમાં ક્વેર્સેટિન હોય છે, જે કુદરતી એન્ટિ એલર્જન માનવામાંઆવે છે. દરરોજ ડુંગળી ખાવાથી સન સ્ટ્રોકથી બચવામાં પણ મદદ મળે છે.

5. લીંબુ પાણી

5. લીંબુ પાણી

ઉનાળાની ઋતુમાં તમે તમારા દિવસની શરૂઆત લીંબુ પાણીથી કરી શકો છો. તે વજન ઘટાડવામાં અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ફાયદાકારક છે. સ્વાદવધારવા માટે તમે લીંબુના પાણીમાં મીઠું, એક ચપટી જીરું પાવડર પણ ઉમેરી શકો છો. લીબું પાણી તમને દિવસભર ઠંડા અને તાજા રાખી શકે છે.

6. તરબૂચ

6. તરબૂચ

શરીરને હાઇડ્રેટ રાખવા માટે તમારા આહારમાં તરબૂચનો સમાવેશ કરો. તરબૂચમાં 91.45 ટકા પાણી હોય છે, જે શરીરની જરૂરિયાતોને પૂર્ણ કરે છે. તેમાં ઘણા બધાએન્ટીઓક્સિડેન્ટ ગુણ હોય છે.

તરબૂચ વિટામિન A ના સારા સ્ત્રોત તરીકે જાણીતું છે, જે તમારી આંખો અને હૃદય માટે સારું છે. તે શરીરમાં લોહીની ઉણપને પણ દૂર કરેછે.

English summary
Eat these 6 things in summer, will not cause dehydration.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X