આદુના ઉપાયોથી દૂર કરો પેટનો ગેસ

પેટ ફુલવું, બ્લોટીંગ થવું કે પછી ગેસ થઈ જવો આ સમસ્યા ઘણી બેચેન કરી દે તેવી હોય છે. જેમાં નાના આંતરડામાં ગેસ ભરાઈ જતો હોય છે. એનો અર્થ એવો પણ થઈ શકે છે, કે ખાધેલું ભોજન પચ્યું નથી.

આ ઉપરાંત પેટ ફુલી જવાની સમસ્યા એ મહિલાઓમાં પણ જોવા મળે છે જે મહિલાઓનો માસિક ધર્મ શરૂ થવાનો હોય. અમે તમને અહીં કેટલાક એવા નુસ્ખા બતાવવા જઈ રહ્યાં છીએ જેનાથી પેટ ફુલવાની કે પછી બ્લોટીંગની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.

આદુ

આદુ

અડધી ચમચી સૂંઠ, તેમાં એક ચપટી હીંગ અને સંચળ હુંફાળા પાણીમાં નાખીને પીવાથી રાહત મળે છે.

ફુદીનો

ફુદીનો

એક કપ ફુદીનાની ચા પીવાથી પણ આ સમસ્યામાં રાહત મળે છે. ગેસથી પણ છુટકારો મળે છે.

કોળું

કોળું

ભોજનમાં નિયમિત રીતે એક કપ કોળું લો. કોળામાં રહેલ વિટામીન-એ, પોટેશિયમ અને ફાઈબર પાચનમાં મદદ કરે છે.

વરિયાળી

વરિયાળી

વરિયાળી ખાવાથી અથવા તેની ચા પીવાથી ગજબનો ફાયદો થાય છે. વરિયાળી શરીર માટે ઠંડી પણ હોય છે.

લીલા ધાણા

લીલા ધાણા

પેટ ફુલી જવાની સમસ્યામાં લીલા ધાણાની ચા પણ અસરકારક રહે છે. જેનાથી પેટનો દુખાવો દૂર થાય છે. અને ગેસમાં પણ રાહત મળે છે.

તુલસીના પત્તા

તુલસીના પત્તા

તુલસીના પત્તાનું નિયમીત સેવન ઘણું જ ગુણકારી હોય છે.

દહીં

દહીં

દહીંમાં પાચનક્રિયાને મદદરૂપ થાય તેવા બેક્ટેરીયા હોય છે. જેનાથી પાચનક્રિયા સારી રહે છે. પેટ હંમેશા સાફ રહે છે.

અજમો

અજમો

ખાવાનું ખાધા બાદ અજમો ખાવો ઘણો જ ફાયદાકારક રહે છે. અજમાથી ગેસ થતો નથી.

લીંબુ

લીંબુ

નિયમીત રૂપે લીંબુ પાણીનું સેવન શરીરમાંથી દરેક પ્રકારનો કચરો દૂર કરવામાં મદદરૂપ બને છે. લીંબુ પાણીના સેવનથી ગેસ થતો નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X