આયુર્વેદિક રીતે માણો મૉનસૂનની મજા
ભારતમાં મોનસૂન અર્થાત વરસાદની સિઝન ઉત્સવની માફક હોય છે. ગરમીની સિઝન બાદ લોકો ભગવાન પાસે વરસાદની યાચના કરે છે. જ્યારે વરસાદ આવે છે તો લોકો વરસાદમાં નાચતાં જોઇ શકાય છે. તથા અનેક રીતે વરસાદનો આનંદ માણતાં જોઇ શકાય છે. પરંતુ ઘણી બિમારીઓ, સંક્રમણો અને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યઓની પણ સિઝન છે. હવામાનમાં અચાનક થયેલા ફેરફારના કારણે આપણા શરીરની પ્રતિરોધક ક્ષમતા ઓછી થઇ જાય છે જેના લીધે આપણને ઘણી બિમારીઓથી ગ્રસિત થઇ શકીએ છીએ.
આર્યુવેદ અનુસાર વરસાદની સિઝનમાં પિત્ત ખૂબ જ વધી જાય છે જે અગ્નિ તત્વ હોય છે તથા આપણા શરીરને કાર્યાત્મક ઉર્જા પ્રદાન કરે છે તથા આ ચયાપચય અને ભોજનના પાચન માટે જવાબદાર હોય છે. આ દરમિયાન પાચન પ્રક્રિયા નબળી હોય છે. આ સિઝનમાં પિત્તના કારણે થનારી સામાન્ય બિમારીઓ હાઇપરએસિડિટી, અપચન, તત્વા સંબંધિત બિમારીઓ (ફોડકી, એક્ઝિમા અને રૈશેસ), વાળનું ખરવું અને સંક્રમણ છે.
આ તે સમય હોય છે જ્યારે વાતારવણમાં આદ્રતાનું સ્તર ખૂબ જ વધુ હોય છે જેના લીધે શરીરમાં ઓજસ નામક મહત્વપૂર્ણ તરલ પદાર્થની ઉણપ થઇ જાય છે. હવામાં ઓક્સિજનના ઘટાડાના કારણે મોટાભાગે લોકોને શ્વાસ લેવામાં તકલીફ તથા નબળાઇની ફરિયાદ કરે છે.
એટલા માટે જો તમે ચોમાસાની સિઝનનો આનંદ ઉઠાવવા માંગો છો તો આ ઉપાયોને અપનાવો તથા સ્વસ્થ રહો.

તેલ-મસાલાથી દૂર રહો
ખૂબ જ ભારે, અમ્લીય, ગરમ, ખાટું (ચટણી, અથાણું, મરચાં, દહીં, કડી વગેરે) તથા ખારા પદાર્થો ન ખાવ કારણ કે તેના લીધે જળ સંગ્રહણ, અપચન, એસીડિટી અને પેટ ફૂલવું જેવી સમસ્યાઓ આવી શકે છે. તળેલા પદાર્થ, જંક ફૂડ અને માંસ ખાશો નહી. સલાડ અને લીલી શાકભાજીઓ ન ખાવ.

બાફેલા શાકભાજી ખાવ
સામાન્ય અને સરળતાથી પચી જનાર ખાદ્ય પદાર્થ, શેકેલી તથા સ્ટીમ્ડ શાકભાજીઓ, સ્ક્વૉશ, કોળુ, સ્ટીમ્ડ સલાડ, ફળ, મગદાળ, ખિચડી, કોર્ન (મકાઇ), કાબુલી ચણાનો લોટ અને ઓટમીલ વગેરે ખાવ.

ભારે તેલનો ઉપયોગ ના કરો
જમવાનું બનાવવા માટે ઘી, ઓલિવ ઓઇલ, કોર્ન ઓઇલ અને સનફ્લાવર ઓઇલનો ઉપયોગ કરો કારણ કે આ હલકા હોય છે. ભારે તેલ જેમ કે સરસિયાનું તેલ, માખણ, મગફળીનું તેલ અને અન્ય ભારે તેલ ખાશો નહી.

સામાન્ય કસરત કરો
ખૂબ જ ભારે કસરત જેમ કે દોડવું, સાઇક્લિંગ વગેરે ન કરો કારણ કે તેના લીધે પિત્ત (ઉષ્ણતા) વધે છે. યોગ, વોકિંગ, સ્વિમિંગ અને સ્ટ્રેચિંગ વગેરે કસરત સારી હોય છે.

બહાર જમતી વખતે સાવધાન રહો
સુનિશ્વિત કરો કે તમે જે સ્થળ પર જમવા જાવ છો તે સાફ સુથરી હોય. રસ્તાના કિનારે વેચાનારા ખાદ્ય પદાર્થોને ખાશો નહી.

ફળ અને શાકભાજીઓને સારી રીતે ધોવો
લીલી શાકભાજીઓ અને ફળોને ખાતા પહેલાં સારી રીતે ધોવો.

કડવી ચીજોનું સેવન કરો
કડવો સ્વાદ પિત્તને નિષ્પ્રભાવિત કરી દે છે. અત: કડવી શાકભાજી જેમ કે કારેલા, કડવી બૂટીઓ જેમ કે લીમડો, મેથી અને હળદરને વધુ માત્રા ખાવ કારણ કે તમને સંક્રમથી બચાવે છે.

તલના તેલની માલિશ
વર્ષા ઋતુંમાં અઠવાડિયામાં ઓછામાં ઓછા એકવાર તલના તેલની માલિશ તમને સ્વસ્થ રાખે છે. કેટલાક લોકો તલના તેલને ગરમ કરી શકે છે અત: તે લોકો નારિયેળના તેલનો ઉપયોગ પણ કરી શકે છે.
-
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
અસમ, કેરળ અને પુડુચેરીમાં એકસાથે મતદાન, સમજો 296 બેઠકોનું ગણિત -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
ઈરાન-અમેરિકા યુ્દ્ધને પગલે ખાદ્યપદાર્થો મોંઘા થશેઃ વિશ્વ બેંકે આપી ચેતવણી -
ઈરાન યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી, પરંતુ ઘણા રાષ્ટ્રો માટે ઈંધણ સંકટ હજુ પણ યથાવત -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
પુડુચેરી વિધાનસભા ચૂંટણીમાં 9.50 લાખ મતદારો સાથે કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થયું -
UN નો અહેવાલ: 2023 થી 2025 દરમિયાન વધતી હિંસા વચ્ચે વૈશ્વિક સ્તરે 1,000 થી વધુ માનવતાવાદી કામદારો માર્યા ગયા











Click it and Unblock the Notifications
