For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વરંવાર પેટમાં થઇ જાય છે ગેસ, આ 5 વસ્તુઓથી મળશે તાત્કાલિક રાહત

એવું કહેવાય છે કે, તમારું પાચનતંત્ર જેટલું મજબૂત હશે, તેટલા જ તમે સ્વસ્થ અને ફિટ રહેશો. જો તમે કબજિયાત અથવા પેટમાં ગેસ થઇ જવાની સમસ્યાથી પરેશાન છો, તો તે ખરાબ પાચનની નિશાની હોય શકે છે.

|
Google Oneindia Gujarati News

એવું કહેવાય છે કે, તમારું પાચનતંત્ર જેટલું મજબૂત હશે, તેટલા જ તમે સ્વસ્થ અને ફિટ રહેશો. જો તમે કબજિયાત અથવા પેટમાં ગેસ થઇ જવાની સમસ્યાથી પરેશાન છો, તો તે ખરાબ પાચનની નિશાની હોય શકે છે. પાચનની તંદુરસ્તી જાળવી રાખવી એ એક મુશ્કેલ કાર્ય છે. ઘણી વસ્તુઓ છે, જે પાચનક્રિયાને સીધી અસર કરે છે, જેમ કે આચરકુચર આહાર, નબળી જીવનશૈલી, ઊંઘ ન આવવી વગેરે.

આ ખોરાકથી દૂર થશે ગેસની સમસ્યા

આ ખોરાકથી દૂર થશે ગેસની સમસ્યા

સારા સ્વાસ્થ્ય માટે સારું પાચન સૌથી જરૂરી છે. પાચનની સમસ્યાને કારણે લોકોને અપચો, કબજિયાત અને ઝાડા જેવી સમસ્યાઓ થઈ શકે છે. સારી પાચન માટે,તમારે આહારને સંતુલિત કરવો પડશે. આ સમાચારમાં અમે તમને એવા જ કેટલાક ખાદ્યપદાર્થો વિશે જણાવી રહ્યા છીએ, જે પાચનક્રિયાને સુધારી શકે છે. તમારેનાસ્તામાં આ ખોરાકનો સમાવેશ કરવો જ જોઈએ.

પપૈયા

પપૈયા

પપૈયા એ સ્વસ્થ આંતરડા માટે દિવસની શરૂઆત કરવા માટે યોગ્ય ખોરાક છે. નાસ્તામાં પપૈયાનું સેવન કરવાથી આખા દિવસ દરમિયાન પાચનક્રિયાને પ્રોત્સાહન મળેછે, કારણ કે તેમાં પપૈન નામનું પાચન એન્ઝાઇમ હોય છે.

સફરજન

સફરજન

સફરજન પાચન તંત્ર માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તે વિટામિન A, C થી ભરપૂર છે અને તેમાં ઘણા ખનિજો અને પોટેશિયમ પણ છે. ફાઈબરથી ભરપૂર હોવાથીતે પાચનતંત્રને પણ સ્વસ્થ રાખે છે.

કાકડી

કાકડી

કાકડીમાં ઇરેપ્સિન નામનું એન્ઝાઇમ હોય છે, જે યોગ્ય પાચનમાં મદદ કરે છે. આ સાદા ખોરાકની ચમત્કારિક અસરો અનેક ગણી છે, જેમ કે પેટની એસિડિટી, ગેસ્ટ્રાઇટિસઅને પેપ્ટિક અલ્સરથી રાહત મળે છે.

કેળા

કેળા

જો તમે પાચનતંત્રને સ્વસ્થ બનાવવું હોય તો નિયમિત કેળાનું સેવન કરો. હાઇ ફાઇબર કંન્ટેન્ટને લીધે, તે આંતરડાની ગતિ માટે પણ મહત્વપૂર્ણ છે.

મધ અને લીંબુ

મધ અને લીંબુ

ગરમ પાણી સાથે મધ અને લીંબુનું સેવન કરવાથી પાચન અને રોગપ્રતિકારક શક્તિ બંનેમાં સુધારો થાય છે. તેને સવારે ખાલી પેટે ખાવાથી તમારું મેટાબોલિઝમ વધેછે, તેથી વજન ઘટાડવામાં મદદ મળે છે.

પેટનો ગેસ ઘટાડવા માટેનો ખોરાક

પેટનો ગેસ ઘટાડવા માટેનો ખોરાક

ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન ફોર ફંક્શનલ ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ડિસઓર્ડર્સ અનુસાર ઈંડા, લીન મીટ, માછલી, ઝુચીની અને લેટીસ જેવા લીલા પાંદડાવાળા શાકભાજી, ચોખા,ટામેટાં, દ્રાક્ષ, તરબૂચ, બેરી, એવોકાડો, ઓલિવ્સ જેવો ખોરાક ગેસ ઘટાડે છે.

ગેસ ઘટાડવા માટેની ટિપ્સ

ગેસ ઘટાડવા માટેની ટિપ્સ

  • ફાઇબરયુક્ત ખોરાકનું સેવન મર્યાદિત કરો.
  • ખોરાકને ધીમે ધીમે ચાવવાનું રાખો.
  • કાર્બોનેટેડ પીણાં અને સોડાથી દૂર રહો.
  • ચ્યુઇંગ ગમ ખાવાનું ટાળો.
  • કઠોળ અને દાળ ને રાંધતા પહેલા પાણીમાં પલાળી દો.

English summary
Frequent gas problem in the stomach, these 5 things will give immediate relief.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X