For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું કલાકો સુધી કાર્ડિયો કરવાથી અને હર્બલ ટી પીવાથી વેઈટલૉસ થાય છે? જાણો ન્યૂટ્રિશિયનીસ્ટનુ મંતવ્ય

ન્યૂટ્રિશિયનીસ્ટ પૂજા બંગાએ એવી ચાર આદતો વિશે જણાવ્યુ છે જે વજન ઘટાડવા માટે લોકપ્રિય ઉપાયો બની ગઈ છે પરંતુ વાસ્તવમાં આ ઉપાયોનુ કોઈ રિઝલ્ટ નથી.

By Desk
|
Google Oneindia Gujarati News

વજન ઘટાડવુ એ કોઈ સરળ કામ નથી. પોતાના લક્ષ્ય સુધી પહોંચવા માટે જીવનશૈલીમાં અમુક ફેરફાર સાથે-સાથે અનુશાસન અને દ્રઢ સંકલ્પની ખૂબ જરૂર હોય છે. આજે ઈન્ટરનેટમાં વજન ઘટાડવા માટે અસંખ્ય ટીપ્સ અને ટ્રિક્સ તમને મળી જશે પરંતુ આ ટીપ્સમાં કેટલી પ્રામાણિકતા છે, એ કોઈ નથી જાણતુ. ન્યૂટ્રિશિયનીસ્ટ પૂજા બંગાએ એવી ચાર આદતો વિશે જણાવ્યુ છે જે વજન ઘટાડવા માટે લોકપ્રિય ઉપાયો બની ગઈ છે પરંતુ વાસ્તવમાં આ ઉપાયોનુ કોઈ રિઝલ્ટ નથી.

હર્બલ ટી

હર્બલ ટી

તેઓ આ પોસ્ટમાં જણાવે છે કે, 'મે ઘણા લોકોને આ આદતો પાછળના તર્કને જાણ્યા વિના વજન ઘટાડવા માટે ઘણી બધી વસ્તુઓનુ પાલન કરતા જોયા છે અને એ કામ કરે છે કે નહિ. આ વીડિયોમાં, મે એવા જ અમુક સામાન્ય ભ્રમ વિશે ચર્ચા કરી છે.' તેમણે ઈન્સ્ટાગ્રામ પર લખ્યુ. 'ના, એવી કોઈ આદત નથી કે જાદૂઈ ખાદ્ય પદાર્થ કે ડ્રિંક નથી જે જલ્દીથી તમારી ફેટ ઘટાડે છે.'

કાર્બ્ઝથી પરહેજ

કાર્બ્ઝથી પરહેજ

સંતુલિત આહાર લેવો જરૂરી છે જેમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, વિટામિન અને ખનીજ, ફાઈબર અને પાણીનુ સ્વસ્થ મિશ્રણ શામેલ હોય. કાર્બોહાઈડ્રેટને સંપૂર્ણપણે ખતમ કરવાથી તમને થાક અનુભવાશે કારણકે કાર્બોહાડ્રેટ શરીરને જરૂરી મેક્રોન્યૂટ્રિઅંટ્સ સાથે ફ્યૂલ આપે છે અને આદર્શ રીતે આખા ભોજનના 40 ટકા હોવા જોઈએ. નિયમિત વ્યાયામ સાથે સંયમથી બધુ ખાવાથી વજન ઘટે છે.

ફ્રૂટ ડાયેટ

ફ્રૂટ ડાયેટ

ફળો સ્વાસ્થ્યપ્રદ ખાદ્ય પદાર્થમાંથી એક હોવા છતાં માનવ શરીરને બધા જરૂરી પોષક તત્વો પ્રદાન કરવા માટે પૂરતા નથી. આમાં પ્રોટીન અને ચરબીની માત્રા સમાન હોય છે જેની શરીરને ઠીક કરવાના કામ માટે જરૂર હોય છે. માત્ર ફળવાળા આહારનુ સેવન તમારુ વજન ઘટાડવાની યાત્રામાં મદદ કરવા માટે પૂરતુ નથી.

કલાકો સુધી કાર્ડિયો કરવુ

તેમણે જણાવ્યુ કે, 'આપણને લાગે છે કે જો આપણે કલાકો કાર્ડિયો કરીશુ તો આપણે વધુ કેલેરી બર્ન કરીશુ અને આના કારણે ઝડપથી વજન ઘટશે પરંતુ આ રીતે નથી હોતુ. વધુ કાર્ડિયો કરવાથી શરીર એક લડાઈની પ્રતિક્રિયામાં જતુ રહે છે જેના માટે આપણુ શરીર પોતાના ચયાપચયને ઘટાડીને પ્રતિક્રિયા કરે છે'

English summary
Fruit diet and drinking herbal tea help lose weight? know what a nutritionist says.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X