Health Care : એક લિમિટથી વધુ પાણી પીવું છે નુકસાનકારક, જાણી લો ફાયદામાં રહેશો
Health Care : આપણે પાણી વગર જીવનની કલ્પના કરી શકતા નથી, આપણું મોટા ભાગનું શરીર પાણીથી બનેલું છે, પરંતુ કોઈપણ વસ્તુનું વધુ પડતું સેવન નુકસાનકારક સાબિત થઈ શકે છે.
Health Care : આપણને નાનપણથી શીખવવામાં આવે છે કે, પુષ્કળ પાણી પીવું જોઇએ. જેનાથી તમે સ્વસ્થ રહેશો, પણ શું તમે જાણો છો કે, વધુ પાણી પીવાને કારણે નુકસાનકારક સાબિત થઇ શકે છે. પાણી પીવું એ મહત્વપૂર્ણ છે. એના કરતા પણ વધુ મહત્વપૂર્ણ છે, પાણી પીવાની સાચી રીત.
વધુ પડતું પાણી પીવાને કારણે ઓવરહાઇડ્રેશનની સમસ્યા થઇ શકે છે. જેને વોટક ઇન્ટોક્સિકેશન પણ કહેવામાં આવે છે. આવામાં આજે આપણે જાણીશું કે, વધુ પાણી પીવાથી શું શું નુકસાન થઇ શકે છે.

કિડનીનું નુકસાન
ઓવરહાઈડ્રેશનને કારણે આપણી કિડની પણ બગડે છે. વાસ્તવમાં જ્યારે આપણે વધુ પાણી પીએ છીએ, તેના કારણે આર્જિનિન વાસોપ્રેસિનનું પ્લાઝ્મા લેવલ ઘટી જાય છે. જેની સીધી અસર કિડનીની કામ કરવાની ક્ષમતા પર પડે છે. આવી સ્થિતિમાં તમારા માટે વધુપાણી પીવાનું ટાળવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

લીવરનું નુકસાન
આવા ઘણા અભ્યાસો કરવામાં આવ્યા છે, જેમાં જાણવા મળ્યું છે કે, ઓવરહાઈડ્રેશનનું કારણ માત્ર સાદા પાણી નથી. તેના બદલે જ્યારે તમેવધુ આયર્નથી સમૃદ્ધ પાણીનું સેવન કરો છો, ત્યારે તે ઓવરહાઈડ્રેશનની સ્થિતિ માટે પણ જવાબદાર છે. જેના કારણે લીવર સંબંધિતસમસ્યાઓ થઈ શકે છે. એટલા માટે આપણે જરૂર કરતાં વધુ પાણી મેળવવાનું ટાળવું જોઈએ.

હૃદય માટે જોખમી
જો તમે ખૂબ પાણીનું સેવન કરો છો, તો તમે હાર્ટ ફેલ્યોરનો શિકાર પણ બની શકો છો. વાસ્તવમાં જ્યારે તમે વધુ પાણી પીઓ છો, ત્યારે તેશરીરમાં લોહીની માત્રામાં વધારો કરે છે, જે સીધું હૃદયની રક્તવાહિનીઓ પર દબાણ કરે છે. વધુ પડતા દબાણને કારણે હૃદયની નિષ્ફળતાની શક્યતા વધી જાય છે, તેથી આપણે વધુ પાણી પીવાનું ટાળવું જોઈએ.

કોષોમાં થાય છે બળતરા
જ્યારે તમે જરૂર કરતાં વધુ પાણી પીવાનું શરૂ કરો છો, તો તેના કારણે શરીરમાં સોડિયમનું સ્તર ઓછું થવા લાગે છે. જે બાદ પાણીઓસ્મોસિસની પ્રક્રિયા દ્વારા કોષોમાં પ્રવેશ કરે છે. જેના કારણે કોષોમાં સોજો આવવાની સમસ્યા થાય છે.
આ સ્થિતિ ખૂબ જ ગંભીરસમસ્યાઓને જન્મ આપી શકે છે, જેમ કે સ્નાયુ પેશી અને મગજને નુકસાન વગેરે. એટલા માટે આપણે પાણીનો વધુ પડતો વપરાશ ટાળવોજોઈએ.












Click it and Unblock the Notifications
