Health News : આવા લોકોએ ન ખાવું જોઇએ દેશી ઘી, નહીંતર થઇ જશે નુકસાન
Health News : ઘી ખાવાના ફાયદાઓ તો તમે જાણો છો. આ સાથે તમારે એ પણ જાણી લેવું જોઇએ કે ઘી ખાવાથી ઘણા લોકોને નુકસાન પણ થઇ શકે છે. આ અહેવાલમાં અમે તમને જણાવીશું કે ઘી ખાવાના ફાયદા શું થાય છે.
Health News : દુધ અને દુધ ઉત્પાદનો પોષકતત્વોથી ભરપૂર હોય છે. દુધને તો સંપૂર્ણ ખોરાક માનવામાં આવે છે. આ સાથે દુધમાંથી બનતા ઘીના સેવનથી પણ ઘણા આરોગ્ય લાભ મળે છે. જોકે, દરેક વ્યક્તિની તાસીર અલગ અલગ હોય છે, જે કારણે ઘણા લોકોને ઘી ખાવાથી નુકસાન પણ થઇ શકે છે. તો આજે આપણે જાણીશું કે કેવા લોકોએ ઘીનું સેવન ન કરવું જોઇએ.

દેશી ઘી ખાવું ફાયદાકારક કે નુકસાનકારક
દેશી ઘી ખાવાના ફાયદાઓ વિશે તમે ઘણી વાર સાંભળ્યું હશે, જે મહદ અંશે સાચું છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં તેના ગેરફાયદા પણ થઇ શકે છે. સૌ પ્રથમ તમારે એકવાતનું ઘ્યાન રાખવી જરૂરી છે કે, ઘીનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ. આ સાથે યાદ રાખવું જોઇએ કે, ઘી કઈ મેડિકલ પરિસ્થિતિઓમાં આપણે દેશી ઘીનું સેવન ન કરવું જોઈએ.

આ લોકોએ ન ખાવું જોઇએ દેશી ઘી?
- જો તમે ઓફિસમાં 8 થી 10 કલાક બેસીને કામ કરો છો અને શારીરિક પ્રવૃત્તિઓ નથી કરતા તો તેમના માટે દેશી ઘીનું સેવન કરવું યોગ્ય નથી.
- જે લોકો હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યાથી પરેશાન છે, તેમણે દેશી ઘીથી દૂર રહેવું જોઈએ, કારણ કે તેનાથી તેમને અન્ય ઘણી સમસ્યાઓ થઈ શકે છે.
- જો તમે ડાયાબિટીસથી પીડિત છો, તો દેશી ઘી ખાવાનું ટાળો. કારણ કે, તેનાથી તમારા સ્વાસ્થ્ય પર માઠી અસર થઇ શકે છે.

આ લોકો માટે ફાયદાકારક છે દેશી ઘી
- જે લોકો કલાકો સુધી વર્કઆઉટ અથવા શારીરિક પ્રવૃત્તિ કરે છે, તેમના માટે ઘી ખાવું ફાયદાકારક સાબિત થઈ શકે છે.
- જે લોકો એવું કામ કરે છે, જેમાં ભાગદોડ-દોડ કરવી પડે છે, તેમના માટે દેશી ઘી ખાવું યોગ્ય છે.
- જેઓ પાતળા છે અને કોઈપણ પરિસ્થિતિમાં તેમનું વજન વધારવા માંગે છે, તેમના માટે ઘીનું સેવન ઇચ્છિત પરિણામ લાવી શકે છે.

સવારે ખાલી પેટ દેશી ઘી ખાવાના ફાયદા
- ખાલી પેટે ઘી ખાવું ત્વચા માટે ફાયદાકારક માનવામાં આવે છે. આમ કરવાથી ચહેરા પર ગ્લો આવવા લાગે છે.
- દેશી ઘી ખાવાથી પાચનતંત્ર સારું રહે છે, જેનાથી પેટ સંબંધિત સમસ્યાઓ થતી નથી.
- સવારે ઉઠ્યા પછી ખાલી પેટે એક ચમચી ઘી ખાવાથી પેટમાં સારા એન્ઝાઇમ્સ વધવા લાગે છે.
- જે લોકોને કબજિયાતની સમસ્યા હોય તેમણે સવારે ઉઠીને અવશ્ય ખાવું, તેનાથી આંતરડાની ગતિમાં સુધારો થાય છે.
- દેશી ઘી ભૂખને નિયંત્રિત કરે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે
- ઘી ખાવાથી હાડકા મજબૂત બને છે અને શરીરમાં નબળાઈ આવતી નથી.
More From
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
