Health Tips : ઠંડીમાં માથે ઓઢીને ન ઊંઘો, થઇ શકે છે મોટા નુકસાન
હાલ દેશમાં કોલ્ડ વેવ ચાલી રહી છે. ઠંડીથી બચવા માટે ઘણીવાર લોકો તાપણાનો સહારો લઇ રહ્યા છે. આ સાથે લોકો રાત્રે ધાબળો કે રજાઇ ઓઢીને ઉંઘી જાય છે. જોકે, આ આદતને ખરાબ માનવામાં આવે છે.
Health Tips : હાલ દેશમાં કોલ્ડ વેવ ચાલી રહી છે. ઠંડીથી બચવા માટે ઘણીવાર લોકો તાપણાનો સહારો લઇ રહ્યા છે. આ સાથે લોકો રાત્રે ધાબળો કે રજાઇ ઓઢીને ઉંઘી જાય છે. જોકે, આ આદતને ખરાબ માનવામાં આવે છે. તેનાથી તમને ઘણા રોગો અને શારીરિક તેમજ માનસિક સમસ્યાઓ પણ સર્જાઇ શકે છે.

નુકસાનકારક સાબિત થાય છે તમારી આદત
દિવસભર ગરમ વસ્ત્રો પહેર્યા બાદ રાત્રે સૂતી વખતે લોકો ધાબળાની મદદથી ઠંડીથી પોતાને બચાવવાનો પ્રયાસ કરે છે. આવા સમયે, ઘણાલોકો એવા છે કે, જેઓ ઠંડીથી બચવા માટે તેમના ચહેરાને પણ ધાબળોથી ઢાંકીને સૂઈ જાય છે, પરંતુ આવું કરવું તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે. જો તમને પણ આવી આદત છે, તેને બદલી લો. કારણે કે તેનાથી ઘણા નુકસાન થાય છે.

પ્રભાવિત થાય છે રક્ત પરિભ્રમણ
જો તમે શિયાળામાં મોઢું ઢાંકીને સૂઈ જાઓ છો, તો તે તમારા રક્ત પરિભ્રમણને અસર કરે છે. આવી રીતે સૂવાથી તમને તાજોઓક્સિજન મળી શકતો નથી, જેના કારણે તમે ધાબળાની અંદર રહેલા ઓક્સિજનનો વારંવાર ઉપયોગ કરો છો.
થોડા સમય બાદ બ્લેન્કેટમાંઓક્સિજનની કમી થવા લાગે છે, જેના કારણે અશુદ્ધ હવા આપણા શ્વાસમાં જવા લાગે છે. જેના કારણે આપણા શરીરના તમામ ભાગોમાં રક્તપરિભ્રમણ યોગ્ય રીતે થઇ શકતું નથી.

ફેફસાં પર માઠી અસર
રાત્રે આખું શરીર ઢાંકીને સૂવાથી તમારા ફેફસાં પર સૌથી વધુ અસર થાય છે. રોજ આ રીતે સૂવાને કારણે ફેફસામાં ગેસ એક્સચેન્જનું કામયોગ્ય રીતે થતું નથી, જેના કારણે તે સંકોચવા લાગે છે.
આવી સ્થિતિમાં તમને અસ્થમા, સુસ્તી, ઉન્માદ (ડિમેશિયા), માથાનો દુઃખાવો વગેરેની સમસ્યા સર્જાઇ શકે છે. જો તમે પહેલેથી જ અસ્થમાના દર્દી છો, તો આ તમારા માટે આ આદત અતિ જોખમી સાબિત થઈ શકે છે.

ઊંઘમાં પહોંચી શકે છે ખલેલ
મોં ઢાંકીને સૂવાથી ઘણીવાર ગૂંગળામણ થાય છે. મોટાભાગના લોકો મચ્છરોને ભગાડવા માટે અગરબત્તી અથવા પ્રવાહી કોઇલનોઉપયોગ કરે છે. જેના કારણે આખા રૂમમાં ધુમાડો ફેલાઈ જાય છે અને ઠંડીના સમયમાં બારી-દરવાજા બંધ હોવાને કારણે વેન્ટિલેશન યોગ્યરીતે થતું નથી.
આવી સ્થિતિમાં તમે ગૂંગળામણ અનુભવો છો, જે તમારી ઊંઘમાં ખલેલ પહોંચાડે છે.

સ્કીન એલર્જીનું જોખમ
મોઢું ઢાંકીને સૂવાથી તમને શુદ્ધ હવા મળતી નથી, જેના કારણે આસપાસ ધૂળના કણો વધે છે. જેના કારણે ત્વચા પર અસર થવા લાગે છે.
જેના કારણે તમને ફોલ્લીઓ થવા લાગે છે. આવી સ્થિતિમાં નિયમિતપણે મોં ઢાંકીને સૂવાથી સ્કીન એલર્જીની સંભાવના પણ વધી જાયછે.

વાઈના દર્દીઓએ સાવધાન રહેવું
મોં ઢાંકીને સૂવાથી આપણને પૂરતો ઓક્સિજન મળતો નથી. આવી સ્થિતિમાં ઓક્સિજનની ઉણપ સામાન્ય વ્યક્તિને સમસ્યાઓનું કારણ બનેછે, પરંતુ તે વાઈના દર્દી માટે ખૂબ જોખમી હોય શકે છે. મોઢું ઢાંકીને સૂવાથી વાઈના દર્દીઓની સમસ્યા વધી જાય છે.
-
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત



Click it and Unblock the Notifications
