Health Tips : કબજિયાતથી છુટકારો મેળવવા પીવો આ જ્યુસ, જાણો રેસિપી
Health Tips : અનહેલ્ધી ખાનપાન, ઉંઘની ખામી અને વધારે પડતો તણાવને કારણે થનારી સમસ્યાને કારણે લોકો પરેશાન રહે છે. જેમાં કબજિયાત ઘણી સામાન્ય છે.
આ કબજિયાતને લોકો સામાન્ય સમસ્યા સમજીને નજરઅંદાર કરે છે. લાંબા સમય બાદ કબજિયાતને કારણે ભગંદર, મસા અને હરસ જેવી ગંભીર સમસ્યાનો શિકાર બને છે.

કબજિયાતની સમસ્યાને દૂર કરવામાં ફાયબરથી ભરપૂર આહારની મોટી ભૂમિકા હોય છે. ખાવા ઉપરાંત કેટલાક જ્યુસ એવા પણ છે, જેના ઉપયોગથી કબજિયાતમાં રાહત મળે છે.
હળદર, આદુ, ગાજર અને લીંબુનો રસ - આ જ્યુસ બનાવવા માટે વપરાતી તમામ સામગ્રી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આદુનું સેવન પાચનક્રિયાને સ્વસ્થ રાખે છે, જ્યારે ગાજરમાં હાજર ફાઈબર કબજિયાતની સમસ્યાને દૂર કરવામાં અસરકારક છે.
આ સાથે જ્યૂસ પીવાથી શરદી અને ફ્લૂથી પણ રાહત મળે છે. વધતા વજનને નિયંત્રણમાં રાખવાથી લઈને શરીરને ડિટોક્સ કરવા માટે પણ આ જ્યુસ ફાયદાકારક છે.
રસ બનાવવા માટેની સામગ્રી - 3 સામાન્ય કદના ગાજર, 2-3 સેમી તાજી હળદરનો ગઠ્ઠો, 1 લીંબુ, 1 સેમી આદુ
રસ કેવી રીતે બનાવવો
- હળદરને છોલી લો, જેથી ગંદકી વગેરે અલગ થઈ જાય
- આદુને સમારી લો
- ગાજરને પણ છોલીને ધોઈ લો
- હવે આ બધા એટલે હળદર, ગાજર, આદુના ટુકડા અને પાણીને મિક્સરમાં નાખીને પીસી લો
- મિશ્રણને પાતળો રસ ન થાય, ત્યાં સુધી હલાવતા રહેવાનું છે
- જ્યુસમાં થોડો લીંબુનો રસ ઉમેરીને પીવાથી તેનો સ્વાદ વધે છે
બીટરૂટ, ગાજર, સફરજન અને પાઈનેપલ જ્યુસ - આ વસ્તુઓમાંથી બનેલો જ્યુસ સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓનો ઈલાજ પણ છે. ગાજર, બીટરૂટમાં સારી માત્રામાં ફાઈબર હોય છે, જે કબજિયાતની સમસ્યા થવા દેતું નથી અને જો થયું હોય તો ફાઈબર તેના કારણે થતી અન્ય સમસ્યાઓથી પણ રાહત આપે છે.
આ ઉપરાંત આ જ્યુસ થાઈરોઈડને કંટ્રોલ કરવામાં પણ મદદરૂપ છે. આ સાથે જ પાઈનેપલમાં એન્ટીઓક્સિડેન્ટ અને બળતરા વિરોધી તત્વો પણ ભરપૂર માત્રામાં હોય છે.
જ્યુસ બનાવવા માટેની સામગ્રી - 1 પાઈનેપલ, 1 સફરજન, 2 બીટરૂટ, 2 ગાજર
રસ કેવી રીતે બનાવશો
- બધા ફળોને સારી રીતે ધોઈને સાફ કરો
- જે બાદ તેમને છોલીને તેના ટુકડા કરી લો
- તેને જ્યુસરમાં નાખીને જ્યુસ બનાવો
- દરરોજ એક ગ્લાસ પીઓ અને ઘણી સમસ્યાઓથી રાહત મેળવો












Click it and Unblock the Notifications
