Health Tips in Gujarati : ગરમ પાણી પીવાથી દૂર થશે યુરિક એસિડની સમસ્યા, જાણો સરળ ઉપાય
Health Tips in Gujarati : લોકો ભાગદોડ ભરેલી જીંદગીમાં શોર્ટકટવાળી ડાયટ ફોલો કરવા માટે મજબૂર થયા છે. જેનાથી ઘણી બીમારીઓ પણ થાય છે. યુરિક એસિડ કિડની અને હાડકા સાથે જોડાયેલી ગંભીર બીમારી છે.
જ્યારે પ્રોટીનનું સારુ મેટોબોલિઝમ નહીં થઇ શકતું , ત્યારે આ પહેલા નિકળવાવાળા પ્યૂરિન શરીરમાં જમા થાય છે, જેનાથી યુરિક એસિડ વધી જાય છે.

નિયમિત આહારમાં ધ્યાનમાં રાખવા જેવી બાબતો - પ્યુરિન એ પ્રોટીનની નકામી વસ્તુ છે. આ પ્યુરિન પથરીમાં ફેરવાય છે. આ પથરી હાડકાં અને કિડનીમાં જમા થવા લાગે છે. આ ગંભીર સમસ્યાથી બચવા માટે આહારમાં કેટલાક નાના ફેરફારો ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.
પ્રોટીનયુક્ત ખોરાકનો મર્યાદિત ઉપયોગ - ઘણીવાર લોકો તેમના રોજિંદા આહારમાં પ્રોટીનયુક્ત ખોરાક પર વધુ ધ્યાન આપે છે. જે લોકો જીમમાં જાય છે, તેઓ અન્ય પોષક તત્વોને છોડીને સૌથી વધુ પ્રોટીન લે છે, પરંતુ યુરિક એસિડને નિયંત્રણમાં રાખવા માટે પ્રોટીનયુક્ત ખોરાકનું સેવન મર્યાદિત કરવું જોઈએ. વધુ પડતું પ્રોટીન શરીરમાં પ્યુરિનનું સ્તર વધારશે.
ગરમ પાણીનું સેવન - ડૉક્ટર્સ વારંવાર ગરમ પાણી લેવાનો આગ્રહ રાખે છે. તે શરીરમાં મેટાબોલિઝમની પ્રક્રિયાને ઝડપી બનાવે છે, અને એન્ટી-ઓક્સિડન્ટ તરીકે પણ કામ કરે છે, પરંતુ યુરિક એસિડ વધવા માટે તે રામબાણ સાબિત થઈ શકે છે.
પબમેડમાં પ્રકાશિત એક સંશોધન સાબિત કરે છે કે, ગરમ પાણી પીવાથી હાડકાં અને કિડનીમાં જમા થયેલા યુરેટ ક્રિસ્ટલ ઓગળવા લાગે છે. પાછળથી તે ધીમે ધીમે પેશાબ દ્વારા શરીરમાંથી બહાર નીકળી જાય છે.
ગરમ પાણી પીવાના ફાયદા - હાડકામાં જે પ્યુરિન જમા થાય છે, તે પછીથી નાના સ્ફટિક અથવા પથરીનું રૂપ ધારણ કરે છે. જેના કારણે હાડકામાં ગેપ પડી જાય છે, જેના કારણે ઘણીવાર સાંધામાં ભારે દુખાવો થાય છે. ગરમ પાણીનું સેવન કરવાથી દુખાવો ઓછો થાય છે અને રક્ત પરિભ્રમણ સુધરે છે. આ ઉપરાંત તે સ્નાયુઓમાં સોજો પણ ઘટાડે છે.
પ્યુરિન ડિટોક્સિફિકેશનમાં અસરકારક - લોહીનું ડિટોક્સિફિકેશન ખૂબ જ જરૂરી છે. તેમાં જમા થયેલી ગંદકીને સાફ કરવાથી ડિટોક્સિફિકેશન કહેવાય છે. આ માટે સૌથી સરળ અને અસરકારક રીત છે ગરમ પાણીનું સેવન. લોહીને ડિટોક્સિફાય કરવાની સાથે, તે પ્યુરીન્સના સંચયને પણ અટકાવે છે.
ચયાપચયની પ્રક્રિયાને ઝડપી બનાવવામાં ઉપયોગી - દરરોજ ગરમ પાણી પીવાથી શરીરમાં ચયાપચય અથવા ખોરાકના પાચનની પ્રક્રિયા ઝડપી બને છે. આનાથી પ્રોટીનને પચાવવાની શક્તિ પણ વધે છે.
રોજ સવારે ખાલી પેટ ગરમ પાણી પીવાના ઘણા ફાયદા છે. એટલા માટે તેનું સેવન કરવું અને તેને તમારા નિયમિત આહારમાં સામેલ કરવું જરૂરી છે. ખાસ કરીને એવા લોકો માટે જેમનું યુરિક એસિડ વધી ગયું છે.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.












Click it and Unblock the Notifications
