Health Tips : આ રીતે ઘરે જ બનાવો આયુર્વેદિક ઉકાળા, મળશે શરદી-ઉધરસમાં રાહત
સારી ઇમ્યુનિટી બિમારીઓને દુર રાખે છે. આવા સમયે તમારે આર્યુવેદિક ઉકાળાનું સેવન કરવું જોઇએ, જેનાથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે. આજે અમે તમને જણાવીશું કે, આ ઉકાળાઓ તમે ઘરે કેવી રીતે બનાવી શકો છે.
Health Tips : શિળાયામાં ઠંડીના કારણે શરદી-ઉધરસ થવી સામાન્ય વાત છે. ઠંડીના કારણે વાયરલ ઇન્ફેક્શન થવાની શક્યતા પણ વધુ રહે છે. જો શિયાળામાં બિમારીઓથી બચવું હોય તો તમારે પોતાની ઇમ્યુનિટી વધારવી જરૂરી છે.

સારી ઇમ્યુનિટી બિમારીઓને દુર રાખે છે. આવા સમયે તમારે આર્યુવેદિક ઉકાળાનું સેવન કરવું જોઇએ, જેનાથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે. આજે અમે તમને જણાવીશું કે, આ ઉકાળાઓ તમે ઘરે કેવી રીતે બનાવી શકો છે.

આદુનો ઉકાળો (ayurvedic ukado)
આદુમાં વોર્મિંગ અસર હોય છે, તેથી શિયાળામાં આદુનો ઉકાળો પીવો ખૂબ જ ફાયદાકારક છે. આ સાથે આદુમાં રહેલા ઔષધીય ગુણ શરદીઅને ઉધરસની સમસ્યાને દૂર કરવાનું કામ કરે છે. આદુમાં એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ જોવા મળે છે, જે રોગો સામેલડવામાં મદદ કરે છે.

કેવી રીતે બનાવશો આદુનો ઉકાળો (ayurvedic ukado)
- આદુનો ઉકાળો બનાવવા માટે પાણીને ઉકાળો
- હવે તેમાં આદુ, કાળા મરી, હળદર, અજમો અને તુલશીના પાન નાખીને પાણી અડધું થઈ જાય ત્યાં સુધી ઉકાળો
- જ્યારે તે ઉકળી જાય તે બાદ ગેસ બંધ કરી દો
- હવે તેમાં લીંબુનો રસ અને મધ મિક્સ કરો
- આ ઉકાળો પીવાથી તમને શરદી અને ઉધરસમાં તરત રાહત મળવા લાગશે

કાળા મરી અને લવિંગનો ઉકાળો (ayurvedic ukado)
લવિંગ અને કાળા મરીનો ઉકાળો કફમાં ખૂબ જ ફાયદાકારક છે. તેની અસર ગરમ છે અને શરદી જેવા રોગો મટાડે છે.

કેવી રીતે બનાવશો કાળા મરી અને લવિંગનો ઉકાળો (ayurvedic ukado)
- કાળા મરી અને લવિંગનો ઉકાળો બનાવવા માટે પાણીને ઉકાળો
- હવે આ પાણીમાં કાળા મરી, એલચી, ચાના પાંદડા, આદુ, ગોળ અને તુલસીના પાન ઉમેરો
- આ બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરીને ઉકાળો
- કાળા મરી અને લવિંગનો ઉકાળો પીવાથી તમને શરદી અને ગળાના દુઃખાવાથી તરત રાહત મળશે.

અજમાનો ઉકાળો (ayurvedic ukado)
અજમામાં હાજર પોષક તત્વો શરદી અને ઉધરસના ઈલાજ તરીકે કામ કરે છે. આ પોષક તત્વો આપણી રોગપ્રતિકારક શક્તિ વધારીનેશરીરને રોગોથી બચાવે છે. આ ઉકાળો પીવાથી પેટના દુઃખાવાની સમસ્યા પણ દુર થાય છે.

કેવી રીતે બનાવશો અજમાનો ઉકાળો (ayurvedic ukado)
- સૌપ્રથમ પાણી ગરમ કરો.
- થોડી વાર પછી તેમાં ગોળ ઉમેરીને ઉકાળો.
- આ મિશ્રણને ત્યાં સુધી ઉકળવા દો જ્યાં સુધી તે અડધુ ન થઈ જાય એ પછી તેને ગાળીને પી લો.
- અજમાનો ઉકાળો પીવાથી શરદી અને ઉધરસની સમસ્યા દૂર થશે.
-
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત




Click it and Unblock the Notifications
