Health Tips: આ લોકોએ ન પીવું જોઇએ હળદરવાળુ દુધ, થઇ શકે છે નુકસાન
Health Tips: હળદરના ગુણોને ધ્યાનમાં લઈએ તો આયુર્વેદમાં તેને કોઈ ઔષધીથી સમાન માનવામાં આવે છે. શિયાળામાં હળદરવાળું દૂધ પીવાથી શરીરમાં ગરમી આવે છે. રોજ હળદરવાળું દૂધ પીવાથી શરદી અને ઉધરસની સમસ્યા દૂર રહે છે. જે લોકો હળદરવાળું દૂધ પીવે છે, તેમની રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત હોય છે.
હળદરમાં એન્ટીઑકિસડન્ટ અને બળતરા વિરોધી ગુણો જોવા મળે છે, જે કોઈપણ સંક્રમણ સામે લડવામાં મદદ કરે છે, પરંતુ હળદરવાળું દૂધ દરેકને અનુકૂળ નથી આવતું. કેટલાક લોકો માટે તેને પીવાથી ફાયદો થવાને બદલે નુકસાન થાય છે. આ આહેવાલમાં જાણીશું કે, કયા લોકોએ હળદર વાળું દૂધ પીવાનું ટાળવું જોઈએ. હળદરવાળું દૂધ પીવાથી શું આડઅસર થાય છે?

આવા સમયે ન પીવો હળદરવાળું દૂધ
ગર્ભાવસ્થા દરમિયાન હળદરનું દૂધ ન પીવો - હળદરનું દૂધ પ્રકૃતિમાં ગરમહોય છે, તેથી તેને પીવાનું ટાળવું જોઈએ. ગર્ભાવસ્થા દરમિયાન હળદરવાળું દૂધ પીવાથી રક્તસ્ત્રાવ થવાનો ખતરો રહે છે. ક્યારેક તે પેટમાં દુખાવો અને ઉબકાનું કારણ પણ બની શકે છે. તેથી ગર્ભાવસ્થા દરમિયાન હળદરવાળું દૂધ પીવાનું ટાળો.
જો તમને લિવરની બીમારી હોય તો હળદરવાળું દૂધ ન પીવો - જો તમારું લિવર નબળું છે અથવા તમને લિવર સંબંધિત કોઈ બીમારી છે, તો તમારે હળદરવાળું દૂધ ન પીવું જોઈએ. જેના કારણે પાચનતંત્ર નબળું પડી શકે છે. ક્યારેક એસિડ રિફ્લક્સ અને પેટમાં સોજો પણ થાય છે.
એલર્જીનું જોખમ- જો તમે હળદરવાળા દૂધનો વધુ ઉપયોગ કરો છો, તો ત્વચા પર ફોલ્લીઓ થવાનું જોખમ વધી જાય છે. કેટલાક લોકો ત્વચામાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ પણ અનુભવી શકે છે.
આયર્નની ઉણપ- હળદરનો વધુ ઉપયોગ કરવાથી શરીરમાં આયર્નની ઉણપ થઈ શકે છે. તમને આ સાંભળીને નવાઈ લાગશે, પરંતુ જે લોકો હળદરનું વધુ સેવન કરે છે, તેમના શરીરની આયર્નને શોષવાની ક્ષમતા ઓછી થઈ જાય છે.
ઝાડા અને ઉબકા- હળદરમાં કર્ક્યુમિન નામનું સંયોજન હોય છે, જે ક્યારેક ઉબકા કે ઉલટી અને ઝાડાનું કારણ બની શકે છે. જોકે, જો હળદર ધરાવતી વસ્તુઓનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવે તો જ આવું થાય છે.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ અહેવાલ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. જેથી કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.












Click it and Unblock the Notifications
