For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બ્રેસ્ટ પેઇન થવાના કારણો અને તેને દૂર કરવાના ઉપાયો

|
Google Oneindia Gujarati News

[સ્વાસ્થ્ય] ક્યારેક ક્યારેક મહિલાઓમાં માસિક ધર્મ આવવાથી થોડા અઠવાડીયા પહેલા બ્રેસ્ટ પેઇન શરૂ થઇ જાય છે. આ દુ:ખને સાઇક્લિકલ માસ્ટાલજિયા કહેવામાં આવે છે. આ દુ:ખાવો મોટાભાગે સ્તનની ઉપર અને બહારના ક્ષેત્રમાં થાય છે. દુ:ખાવાની સાથે જ બ્રેસ્ટમાં સોઝા અને કડકપણુ પણ જોવા મળે છે.

આ બ્રેસ્ટ પેઇન તમામ મહિલાઓને નથી થતી પરંતુ 50થી 70 ટકા સુધીની મહિલાઓમાં જોવામાં આવે છે. સાઇક્લિક બ્રેસ્ટ પેઇન ચક્રમાં આવે છે, તેવી જ રીતે માસિક ધર્મ ચક્ર આવે છે.

જો આપને પણ આવી જ રીતે દુ:ખાવાની ફરિયાદ હોય તો, ઘભરાવાની જરૂર નથી કારણ કે આ દુ:ખાવો સામાન્ય હોય છે. આજે અમે આપને આ બ્રેસ્ટ પેઇનથી કેવી રીતે છૂટકારો મેળવવો તેના ઉપાય બતાવીશું, જેને આપે માસિક ધર્મ શરૂ થવાના થોડા અઠવાડીયા પહેલા શરૂ કરી દેવું જોઇએ.

આઇસ પેક

આઇસ પેક

બ્રેસ્ટ પેઇનથી છૂટકારો મેળવવા માટે આપ આઇસ પેકનો પણ ઉપયોગ કરી શકો છો. ઠંડા તાપમાનથી સોઝા અને દુ:ખાવો ઓછો થઇ જાય છે. આપને આઇસ પેક 10 મિનિટ સુધી લગાવવું જોઇએ અને પછી દુ:ખાવો ઓછો થાય ત્યા સુધી લગાવવું. બ્રેસ્ટ પર સીધેસીધો બરફ ના મુકવો જોઇએ.

મસાજ કરો

મસાજ કરો

જાતે જ બ્રેસ્ટ પર મસાજ કરવાથી સોઝામાં રાહત મળે છે, અને બ્લડ સર્ક્યુલેશન વધશે. જ્યારે પણ આપ શાવરમાં હોવ, તો બ્રેસ્ટ પર સાબુ લગાવીને હળવા હાથોથી મસાજ કરો, થોડી મિનિટ મસાજ કરો. આ ઉપરાંત આપ બે ચમચી જૈતૂન તેલ અને કપૂર તેલ મિક્સ કરીને બ્રેસ્ટ પર એપ્લાય કરી શકો છો.

રેંડીનું તેલ

રેંડીનું તેલ

1 ચમચી રેંડીના તેલને 2 ચમચી જૈતૂન તેલની સાથે મિક્સ કરીને બ્રેસ્ટનું મસાજ કરો. તેનાથી પીરિયડ્સ આવવાના એક અઠવાડીયા પહેલા પ્રયોગ કરો. આ તેલથી બ્રેસ્ટના સોઝા ઓછા થઇ જાય છે અને તેના સુધી ઘણા બધા પોષણ પહોંચશે.

વરિયાળી

વરિયાળી

માસિક આવ્યા પહેલા જો બ્રેસ્ટમાં પેઇન શરૂ થઇ જાય તો આપ 1 ચમચી વરિયાળીને એક કપ ગરમ પાણીમાં નાખીને 10 મિનિટ સુધી ઢાંકીને રાખી દો. પછી તેને ગાળીને આખો દિવસ ઘણી વાર ચાની જેમ પીવો. આપ ઇચ્છો તો દિવસમાં ઘણી વાર વરિયાળી પણ ખાઇ શકો છો. તે ફિમેલ હોર્મોન્સને બેલેન્સ કરે છે અને શરીરમાં ગંદગી જમા નથી થવા દેતું.

એપ્પલ સાઇડર વેનિગર

એપ્પલ સાઇડર વેનિગર

1 અથવા 2 ચમચી એપ્પલ સાઇડર વેનિગર એક ગ્લાસ ગરમ પાણીમાં મિક્સ કરો. પછી તેમાં થોડુંક મધ મિક્સ કરો. તેને દિવસમાં રોજ બે વાર પીવો. તે આપના હોર્મોન્સને બેલેંસ કરશે અને સોજાને પણ ઓછા કરશે.

વિટામિન ઇ

વિટામિન ઇ

આ શરીરમાં થઇ રહેલા હોર્મોન્સ ચેંજને બેલેન્સ કરવામાં મદદ કરે છે. જેના કારણે બ્રેસ્ટ પેઇન ધીમુ પડી જાય છે. માસિક ધર્મના સમયે રોજ 200થી 400 ius સુધી વિટામિન ઇનું સેવન કરવું જોઇએ. યોગ્ય ડોઝ માટે આપના ડોક્ટરની સલાહ ચોક્કસ લેવી જોઇએ. આ ઉપરાંત આપ વિટામિન ઇ યુક્ત આહાર જેમકે સુરજમુખી બીજ, બદામ, જૈતૂન તૈલ, પાલક, એવાકાડો અને બીટરૂટ વગેરેનું સેવન કરવું જોઇએ.

મેગનીશિયમ

મેગનીશિયમ

આપને આહાર ખાવા જોઇએ જેમાં મેગનેશિયમની માત્રા વધારે હોય, જેવા કે લીલી પત્તેદાર શાકભાજી, સોયા બીંસ, એવાકાડો, કેળા અથવા તો ડાર્ક ચોકલેટ. માસિક ધર્મ શરૂ થવાના બે અઠવાડીયા પહેલા આપ મેગનીશિયમ સપ્પલીમેટ્સ લેવાનું શરૂ કરી શકો છો.

કેટલીક કામની વાતો

કેટલીક કામની વાતો

સપોર્ટ માટે હંમેશાની પસંદગી કરો. પુશ અપ બ્રા અને અંડરવિયર બ્રા ના ખરીદો. વ્યાયામ સમયે સ્પોર્ટ્સ બ્રા પહેરો, ખાસ રીતે ત્યારે જ્યારે આપના બ્રેસ્ટ સંવેદનશીલ હોય. વધારે ફાઇબરનું સેવન કરો, જેના કારણે શરીર વધારે એસ્ટ્રોજેનને નિકાળી શકે. ખૂબ જ પાણી પીવો.

English summary
Breast pain, also known as mastalgia, is a very common complaint among women, especially during the menstrual cycle. Here are the top 10 ways to deal with breast pain.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X