• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેવી રીતે પકડશો ખાદ્ય પદાર્થની ભેળસેળને?

|
Google Oneindia Gujarati News

આજકાલ ખાદ્ય પદાર્થોમાં એટલી ભેળસેળ થઇ રહી છે કે શું સારું અને સાચુ છે તે સમજવું મુશ્કેલ થઇ જાય છે. મેગી વિવાદ બાદ મોટાભાગના લોકોનો બજારમાં મળતી વિવિધ વસ્તુઓ પરથી જાણે કે વિશ્વાસ ઊઠી ગયો છે.

એટલું જ નહીં વારે તહેવાર આપણે સાંભળીએ છે કે ભેળસેળ વાળું દૂધ હતું. ભેળસેળ વાળો લોટો હતો, કે પછી પાવડરમાં જીવાત હતું. ત્યારે આ બધાની વચ્ચે કેવી રીતે તે જાણવું કે આપણે જે ખોરાક ખાઇએ છીએ તે પૌષ્ટિક અને બિનહાનિકારક છે?

ત્યારે તમારી આ મૂંઝવણનો થોડા અંશે નિકાલ તમને આ આર્ટિકલમાં મળશે. આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે તમે જાણી શકશો કે તમે જે ખોરાક ખાવ છો તેમાં કોઇ ભેળસેળ નથી. જુઓ આ ફોટોસ્લાઇડર અને હા તમારા મિત્રો અને પરિવારજનોને પણ આ આર્ટિકલ શેર જરૂરથી કરજો. જેથી તે પણ આ ભેળસેળથી બચી શકે...

મરચું

મરચું

મરચાંના પાવડરમાં અનેક વાર ઇંટનો પાવડર, મીઠું કે ટેલકમ પાવડરની ભેળસેળ કરવામાં આવે છે. તો આવા ભેળસેળ વાળા પાવડરને જાણવા મરચાંના પાવડરને પાણી ભરેલા ગ્લાસમાં નાખો. જો તેની સપાટી પર લાલ રંગ આવી જાય તો આ લાલ રંગ ઇંટનો પાવડર હોઇ શકે છે.

ખોયા અને પનીર

ખોયા અને પનીર

ખોયા કે પનીરને પાણીમાં થોડીવાર માટે ઉબાળો. ત્યારબાદ તેમાં થોડુંક આયોડિનના ટીપા નાંખો જો તેનો રંગ વાદળી જેવા કે અન્ય રંગનો થઇ જાય તો સમજી લો કે તેમાં સ્ટાર્ચ મેળવવામાં આવ્યો છે.

નારિયળ તેલ

નારિયળ તેલ

નારિયળ તેલની નાનકડી બોટલ ફ્રિઝમાં મૂકો. જો તેમાં અલગ અલગ પરત બને અને તે સરખી રીતે ના જામે તો સમજી લો કે તેમાં કોઇ અન્ય તેલ પણ ભેળવવામાં આવ્યું છે.

મધ

મધ

મધમાં બોળેલા નાના રૂના પીસને આગ લગાવશો તો તે બળવા લાગે. પણ જો તે શુદ્ધ મધ હશે તો તેમાં ફટાકડા ફૂટે તેવો અવાજ બળતી વખતે આવશે.

ધાણાજીરું

ધાણાજીરું

ગરમ પાણીમાં ધાણાજીરું નાંખો. જો તેમાં ભૂસી કે અન્ય કોઇ ભેળસેળ હશે તો તે પાણીની સપાટી પર તરવા લાગશે.

દૂધ

દૂધ

10 એમ એલ જેટલા દૂધમાં 10 એમ એલ પાણી ઉમેરો. જો તેમાં ફીણ વળે તો તેમાં પાવડર ભેળવ્યો હશે.

પાણી વાળું દૂધ

પાણી વાળું દૂધ

જો દૂધમાં પાણીનું પ્રમાણ વધુ હશે તો આવા દૂધનું એક ટીપું પાણી ભરેલા કપમાં નાંખો. જો સારું દૂધ હશે તો તે ધીરે ધીરે પાણીમાં ભળશે અને સફેદ ડાધ છેવટ સુધી રહેશે. વધુ પાણી હશે તો જલ્દી જ પાણી સાથે મિક્સ થઇ જશે.

સિન્થેટીક દૂધ

સિન્થેટીક દૂધ

સિન્થેટીક દૂધનો સ્વાદ ખરાબ હોય છે. તેને આંગળી વચ્ચે ધસતા તે સાબુની જેમ લપસી જશે અને તેને જો ગરમ કરશો તો તેનો રંગ પીળો હશે.

જીરું

જીરું

આખા જીરાને બે હાથમાં લઇને મસળો, જો તે કાળું પડી જાય તો સમજો તેમાં કોઇ ભેળસેળ કરવામાં આવી છે.

મરી

મરી

ચમકતી મરીને ના લેવી જોઇએ. કારણ કે તેમાં કેરોસિનનું તેલ કે પછી પપૈયાના બિઝ ભેળવેલા હોઇ શકે.

તજ

તજ

તજમાં કેટલીક વાર જામફળની છાલ ભેળવવામાં આવે છે. તેને બે હાથ પર ધસવાથી જો તે નકલી હશે તો તે કલર છોડશે.

સફરજન

સફરજન

ચમકતા સફરજન ના ખરીદો. તેની પર મીણની પરત ચઢાવવામાં આવી હોય છે. જો તમે તેની તીક્ષ્ય વસ્તુથી ખોતરશો તો તમારા હાછમાં મીણ આવશે.

લોટ

લોટ

લોટમાં રેત, ચોક પાવડર ભેળવવામાં આવે છે. જો લોટમાં પાણી વધારે નાંખવું પડે કે પછી રોટલી બરાબર ફૂલે નહીં અને સ્વાદ પણ મીઠો ના લાગે તો સમજવું કે તેમાં ભેળસેળ છે.

ચા

ચા

ચામાં લોખંડનું ચૂર્ણ, કુત્રિમ રંગ નાખવામાં આવે છે. જેનાથી પાચનતંત્રમાં અસર થાય છે.

ખાંડ

ખાંડ

એક ગ્લાસ પાણીમાં ચીની ભેળવો. જો તેમાં ચોક ભેળવો હશે તો તે ગ્લાસની સપાટીમાં સફેદ પાવડર દેખાશે.

સ્લિવર ફોઇલ

સ્લિવર ફોઇલ

મીઠાઇ પર લગાવામાં આવતા સ્લિવર ફોઇલને જો તમે બાળશો તો તે સારો ફોઇલ હશે તો તે બળીને ચમકદાર વાળ જેવો બનશે પણ જો તે નકલી હશે તો તે કાળા રંગનો થઇ જશે.

English summary
Food adulteration is a growing menace that unscrupulous traders and manufacture are doing to make quick and easy money. Only an aware and an informed consumer will be able to eliminate it by continuous routine monitoring. Let's know how to do that..
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X