Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સ્તનપાન છતાં બાળકનો વિકાસ ધીમો હોય તો નિષ્ણાત ડૉક્ટરની આ સલાહ માનો

જો સ્તનપાન પછી પણ બાળકનો વિકાસ ધીમો ચાલી રહ્યો હોય તો ડૉક્ટરની જણાવેલી આ ટીપ્સ ફોલો કરીને ચિંતા મુક્ત થઈ શકો છો.

Breast Feeding for New Born Growth: માતા માટે નવજાત બાળકનો યોગ્ય વિકાસ હંમેશા મોટી ચિંતાનો વિષય હોય છે. સ્તનપાન કરી રહેલા બાળકનુ વજન એ તેની તંદુરસ્ત હોવાની નિશાની ગણાય છે. જો કે, ઘણી વાર સ્તનપાન કરાવ્યા પછી પણ બાળકનુ વજન ખૂબ ધીમી ગતિએ વધતુ હોય છે. જેના પરિણામે માતાની જવાબદારીઓ અને ચિંતાઓ વધી જાય છે. માતાપિતા દવાખાનાના ચક્કર લગાવતા થઈ જાય છે. અનેક પ્રકારના સવાલો તેમના મનમાં ચાલતા રહે છે કે બાળકનુ વજન કેમ નથી વધતુ. આજે આ લેખમાં અમે તમને નિષ્ણાત ડૉક્ટર દ્વારા આપવામાં આવેલી અમુક ટીપ્સ અને ફેક્ટ્સ જણાવીશુ જે તમારા માટે જાણવી ખૂબ મહત્વપૂર્ણ છે.

શિશુઓમાં ધીમી ગતિએ વજન વધવાના કારણ

શિશુઓમાં ધીમી ગતિએ વજન વધવાના કારણ

સંપૂર્ણ સ્વસ્થ નવજાત શિશુમાં, વ્યક્તિગત વૃદ્ધિ પેટર્નને કારણે ધીમો વજન વધારો સામાન્ય છે.

  • તમામ નવી માતાઓને 1 મહિનાથી ઓછા બાળકોને દિવસમાં ઓછામાં ઓછા 2થી 3 વખત દૂધ પીવડાવવાની ભલામણ કરવામાં આવે છે. તેથી માતાએ નિયમિત અને પૌષ્ટિક ખોરાક લેવો જરૂરી છે. તેમનો ખોરાક બાળકના વિકાસ અને સ્વાસ્થ્યને પણ અસર કરે છે.
  • સ્તનપાન દરમિયાન જો તમારુ બાળક યોગ્ય રીતે લૅચિંગ ના કરતુ હોય તો તેનો અર્થ એ છે કે બાળકોને યોગ્ય માત્રામાં પોષણ મળતુ નથી. લૅચ વિના તમારુ બાળક યોગ્ય રીતે ફીડ થઈ શકશે નહિ.
  • જો તમારુ બાળક સ્તનપાન દરમિયાન કોઈપણ પ્રકારની અગવડતા અનુભવી રહ્યુ હોય તો બની શકે કે તમારુ બાળક સ્તનપાન કરવા માંગતુ ન હોય.
  • સ્તનપાન કરતી વખતે તમારો આહાર સુનિશ્ચિત કરે છે કે તમે અને તમારુ બાળક સ્વસ્થ છો. સ્તનપાના દૂધ ઉત્પાદનમાં વિલંબ થવાનુ એક કારણ તમારો આહાર હોઈ શકે છે. સ્તનપાન કરાવતી માતાએ તેના આહારનુ યોગ્ય ધ્યાન રાખવુ જોઈએ જેથી બાળકની જરૂરિયાતો પૂરી થઈ શકે.
  • સ્તનપાનના શૉર્ટ સેશન બાળકોમાં જરૂરી પોષક તત્વોની ઉણપ તરફ દોરી શકે છે. તેથી ખાતરી કરો કે સ્તનપાનનુ સેશન ઓછામાં ઓછુ 15થી 20 મિનિટનુ હોય.
શિશુનુ વજન કેટલુ હોવુ જોઈએ

શિશુનુ વજન કેટલુ હોવુ જોઈએ

સામાન્ય રીતે બાળકોનો વિકાસ તેમના લિંગ, સ્તનપાન, વિવિધ વંશીય જૂથો, વૃદ્ધિની ગતિ અને બાળકની ઉંમર પર આધાર રાખે છે. સામાન્ય રીતે વૃદ્ધિ પામતા બાળકના વિકાસ પર વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા પ્રકાશિત કરાયેલ ચાર્ટ જણાવે છે કે સામાન્ય રીતે પ્રથમ ત્રણ મહિનામાં, બાળકોનુ દરરોજ 30થી 40 ગ્રામ વજન વધવાની અપેક્ષા રાખી શકાય છે. તે ત્રણથી છ મહિના પછી દરરોજ 20 ગ્રામના સરેરાશ વિકાસ દરે ધીમો પડી જાય છે.

બાળકનો વિકાસ ધીમો હોય તો શું થાય

જો બીજુ બધુ બરાબર હોય તેમછતાં તમારા બાળકનુ વજન હજુ પણ યોગ્ય દરે વધી રહ્યુ નથી તો તમારા ડૉક્ટર ફોર્મ્યુલા ફીડિંગની ભલામણ કરી શકે છે. જો તમારુ નવજાત સ્તન દૂધનુ પૂરતું સેવન કરવામાં અસમર્થ હો, તો તેના આહારમાં કેલરીની સંખ્યા અન્ય રીતે વધારી શકાય છે. બીજી બાજુ, જો તમારુ બાળક ધીમી વૃદ્ધિને કારણે વધારાની સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યુ હોય તો તમારે તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ અને આ બાબતે ચર્ચા કરવી જોઈએ. કારણ કે આવા કિસ્સાઓમાં વિલંબ વાજબી નથી.

શિશુના હેલ્ધી ગ્રોથ માટે આ ટીપ્સ કરો ફોલો

શિશુના હેલ્ધી ગ્રોથ માટે આ ટીપ્સ કરો ફોલો

  • બધા બાળકોને ખબર નથી હોતી કે કેવી રીતે લેચ કરવુ. સ્તનપાન દરમિયાન તેને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે તેની ખાતરી કરવી ખૂબ જ જરૂરી છે. આ માટે તમારે શાંત વાતાવરણમાં સ્તનપાન કરાવવુ જોઈએ. જો લેચ તમારા માટે પીડાદાયક હોય, તો સાવચેત રહો અન્યથા તે સ્તનપાન પ્રક્રિયા માટે સારુ નથી.
  • જો તમારા બાળકનુ વજન સામાન્ય દરે વધી રહ્યુ નથી તો ચિંતા કરવાને બદલે સમજદારીથી કામ કરો. કારણ કે ઘણી તણાવને કારણે દૂધનો પુરવઠો પણ ઓછો થાય છે. બીજી તરફ નિષ્ણાતોના મતે જો બાળક દૂધ ન પીતુ હોય અથવા દૂધનું ઉત્પાદન ઓછુ થતું હોય તો 1થી 2 દિવસ સુધી તમારી બધી ચિંતાઓ છોડીને તમારા મનને ફ્રેશ રાખવાનો પ્રયાસ કરો. આનાથી દૂધનો પુરવઠો વધારવામાં મદદ મળશે.
  • જ્યારે તમારુ બાળક સ્તનપાન કરતુ ન હોય ત્યારે બાળકને તમારી છાતીની નજીક રાખો. તેને સ્કીન-ટુ-સ્કીન સંપર્ક કહેવામાં આવે છે. તે તમને તમારા બાળકના ખોરાકના સંકેતોને સમજવામાં મદદ કરે છે. નિષ્ણાતોના મતે નવજાત શિશુએ દર ત્રણ કલાકે 40થી 60 મિલી બ્રેસ્ટ મિલ્ક અથવા ફોર્મ્યુલાનુ સેવન કરવુ જરૂરી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X