ઠંડીમાં મોઢુ ઢાંકીને સુઈ રહ્યા છો તો સાવધાન, થઈ શકે છે આ ગંભીર બિમારીઓ
કાતિલ ઠંડી શરૂ થઈ ગઈ છે. ઠંડી આવતા જ લોકો વહેલા ધાબળા ઓઢીને સુઈ જાય છે. જો કે તમને જણાવી દઈએ ધાબળામાં મોઢુ સંતાડીને સુઈ જવુ હેલ્થ માટે બિલકુલ સારૂ નથી.
કેટલાક લોકો રજાઇમાં ચહેરો છુપાવીને સૂવાનું પસંદ કરે છે. આમ કરવાથી ગંભીર નુકસાન થઈ શકે છે. રજાઈ અથવા ધાબળામાં ચહેરો ઢાંકીને સૂવાથી ગૂંગળામણ થઈ શકે છે અને રક્ત પરિભ્રમણ પ્રભાવિત થઈ શકે છે.

જ્યારે મોં ઢાંકવામાં આવે છે ત્યારે શરીરને તાજો ઓક્સિજન મળતો નથી અને ખરાબ ઓક્સિજન શરીરની અંદર જતો રહે છે. સાથે જ મોં ઢાંકીને સૂવાથી મેટાબોલિઝમ પર પણ અસર પડે છે.
ફેફસાંને ગંભીર નુકસાન થઈ શકે
મોઢું ઢાંકીને સૂવાથી તાજા ઓક્સિજનની યોગ્ય માત્રા શરીરમાં પહોંચતી નથી. આનાથી ફેફસાં પર ખરાબ અસર પડે છે અને તેનાથી ગૂંગળામણ કે હાર્ટ એટેક જેવી ખતરનાક પરિસ્થિતિઓ સર્જાઈ શકે છે. ઘણા કિસ્સાઓમાં ફેફસાં સંકોચાઈ જાય છે.
ત્વચાની સમસ્યાઓ વધી શકે
હેલ્થ એક્સપર્ટ અનુસાર, શિયાળામાં મોઢું ઢાંકીને સૂવાથી સ્કિન સંબંધિત ઘણી સમસ્યાઓ થઈ શકે છે. રજાઇ અથવા ધાબળાની અંદર રહેલી ખરાબ હવા ત્વચાને કાળી કરી શકે છે. તેનાથી ત્વચા પર ધાબા થઈ શકે છે. મોટાભાગના કિસ્સાઓમાં લોકોને ખબર હોતી નથી કે મોં ઢાંકીને સૂવાના કારણે આવું થઈ રહ્યું છે.
સૌથી વધુ જોખમ કોને?
હેલ્થ એક્સપર્ટ અનુસાર, જે લોકોને અસ્થમા, સીઓપીડી કે અન્ય કોઈ શ્વાસની બીમારી હોય તેમણે ભૂલથી પણ મોઢું ઢાંકીને ન સૂવું જોઈએ. આવા લોકો માટે તે જીવલેણ પણ બની શકે છે. અસ્થમા કે અન્ય બીમારીઓથી પીડિત દર્દીઓના ફેફસાં નબળા પડી જાય છે. તેઓ મોં ઢાંકીને યોગ્ય માત્રામાં ઓક્સિજન મેળવી શકતા નથી. અસ્થમાનો હુમલો અથવા શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. તેથી આવા દર્દીઓએ ક્યારેય મોઢું ઢાંકીને સૂવું ન જોઈએ.












Click it and Unblock the Notifications
