For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નપુંસકતાથી માંડીને હદય રોગ સુધી, પુરૂષો માટે આ છે મોટા 7 ખતરા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

આજની જીવનશૈલીમાં એક તરફ ઓફિસમાં મોડા સુધી કામ કરવું ફક્ત એક મજબૂરી નથી પરંતુ એક ઓફિસનું કામ ઘરેથી કરવું પણ રૂટીન બની ગયું છે. એવામાં શારીરિક અને માનસિક થાક પુરૂષોના સ્વાસ્થ્ય માટે કેટલાક ગંભીર ખતરા બની શકે છે.

કેટલીક શોધોમાં મોડી રાત સુધી કામ કરવાના કેટલાક એવા ખતરાઓ વિશે જાણવા મળ્યું છે કે પુરૂષો માટે ઘણા રોગોને આમંત્રણ આપી શકે છે. તમે પણ જાણો આ ખતરાઓ વિશે.

અનિદ્રા

અનિદ્રા

શારીરિક શ્રમની ઉણપ, કામનું તણાવ અને સતત માનસિક શ્રમ અનિદ્રાના મોટા કારણોમાંનું એક છે. આનાથી શરીરની બોડી ક્લોક પ્રભાવિત થાય છે જેનાથી અનિદ્રાનો ખતરો વધી જાય છે.

ડિપ્રેશન

ડિપ્રેશન

સતત મોડી રાત સુધી કામ કરવું અને તેમાં જોડાયેલા રહેવું ના ફક્ત તમને તણાવ આપે છે અને ઉંઘ પર અસર પડે છે જેથી આ ડિપ્રેશનમાં પરિવર્તન થઇ શકે છે. મૂડ સંબંધી પરેશાનીઓ પણ મોટું કારણ છે.

નશાની લત

નશાની લત

મોડી રાત સુધી સતત કામ કરવાથી તમાકુ અને સિગરેટની લત લાગી શકે છે. આગળ જતાં આ સમસ્યા પર ધ્યાન ન આપવામાં આવે તો ના ફક્ત ડિપ્રેશનનું જોખમ થઇ શકે છે પરંતુ કેન્સર જેવી ગંભીર બિમારીઓને આમંત્રણ મળી શકે છે.

ગેસ્ટ્રિક સમસ્યાઓ

ગેસ્ટ્રિક સમસ્યાઓ

કેટલીક શોધોમાં એમ માનવામાં આવ્યું છે કે મોડેસુધી કામ કરવાની ટેવથી પુરૂષોને ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલની સમસ્યા વધુ હોય છે. આનાથી પેટની સમસ્યા, કોન્સ્ટિપેશન, હાર્ટબનઇ, ડાયરિયા જેવી સમસ્યાઓનું વધુ રિસ્ક હોય છે.

નપુંસકતા

નપુંસકતા

મોડેસુધી કામ કરવાથી, ભરપૂર ઉંધ ન લેવા અને તણાવમાં રહેવાના કારણે પુરૂષો માટે ફર્ટિલિટી સંબંધિત સમસ્યાઓ પણ મોટું રિસ્ક બની શકે છે. ઇરેક્ટાઇલ ડિફ્યૂજન, વીર્યનું સ્તર ઘટવું, કામેચ્છામાં ઘટાડો જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

હાર્ટના રોગ

હાર્ટના રોગ

શોધોનું માનીએ તો મોડી રાત સુધી કામ કરવું અને નિયમિત રીતે કલાકો સુધી બેસીને કામ કરનાર લોકોને કાર્ડિયોવાસ્કુલર રોગ ખાસકરીને હદયના હુમલાનું જોખમ વધુ રહે છે. ખાસકરીને નાઇટ શિફ્ટમાં કામ કરનાર પુરૂષો માટે આ મોટો ખતરો છે.

English summary
Impotence to Heart Attack: Men health 7 big risk.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X