For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું સવારે પેટ સાફ નથી થઇ રહ્યું? અપનાવો આ આયુર્વેદિક ઉપાય

આયુર્વેદમાં દરેક રોગનો રામબાણ ઈલાજ છે. જો તમે દરરોજ સવારે પેટ સાફ ન થવાની સમસ્યાથી પરેશાન છો, તો તમે કેટલીક કુદરતી પદ્ધતિઓ અપનાવી શકો છો.

|
Google Oneindia Gujarati News

સવારે ઉઠ્યા પછી એક વાત જે ઘણીવાર લોકોને પરેશાન કરે છે તે છે પેટ બરાબર સાફ નથી થતું. આના ઘણા કારણો હોય શકે છે. આ માટે કેટલાક લોકો સવારે ઉઠીને ફરવા જાય છે, તો કેટલાક લોકો હૂંફાળું પાણી પીવે છે. જેથી તેમનું પેટ યોગ્ય રીતે સાફ થઈ શકે.

આયુર્વેદમાં દરેક રોગનો રામબાણ ઈલાજ છે. જો તમે દરરોજ સવારે પેટ સાફ ન થવાની સમસ્યાથી પરેશાન છો, તો તમે કેટલીક કુદરતી પદ્ધતિઓ અપનાવી શકો છો. આવો અમે તમને એવા જ કેટલાક પ્રાકૃતિક અને આયુર્વેદિક ઉપાયો જણાવીએ જેનાથી પેટની તમામ સમસ્યાઓ એકસાથે દૂર થઈ જશે.

આ પદ્ધતિઓથી સારવાર કરો

આ પદ્ધતિઓથી સારવાર કરો

ઓટમીલ

જો તમને કબજિયાતની સમસ્યા છે, તો તેના માટે ભોજનમાં કેટલાક ફેરફાર કરવા પડશે. તમે ઓટમીલ ખાઈ શકો છો. આ એક સુપરફૂડ છે, જે પ્રોટીન, ફાઈબર અને આવશ્યક વિટામિન્સથી ભરપૂર છે.

ઓટમીલ કબજિયાતથી છૂટકારો મેળવવા માટે ખૂબ જ અસરકારક છે. તમારેતમારા આહારમાં આનો સમાવેશ કરવો જોઈએ. ઓટમીલને મીઠી અને ખારી બંને રીતે ખાવામાં આવે છે. વધારે મરચાં ન ખાવાનું ધ્યાનરાખો.

પેટને સાફ રાખવાનો આ સૌથી અસરકારક ઉપાય

પેટને સાફ રાખવાનો આ સૌથી અસરકારક ઉપાય

જે લોકોને કબજિયાતની સમસ્યા હોય અથવા પેટ સાફ ન રહે, તેમણે જાણવું જોઈએ કે, તેમનું શરીર હાઈડ્રેટેડ નથી. જેના કારણે આ સમસ્યાયથાવત રહે છે. તેથી હાઇડ્રેટેડ રહેવાનો પ્રયાસ કરો. પેટને સાફ રાખવાનો આ સૌથી અસરકારક ઉપાય છે.

દિવસ દરમિયાન લગભગ 3 થી4 લીટર પાણી પીવાનો પ્રયાસ કરો. તેમજ સવારે ઉઠ્યા બાદ પણ પાણી પીવો. આમ કરવાથી તમારા માટે પેટ સાફ કરવામાં સરળતારહેશે.

મૂલેઠી એક આયુર્વેદિક ઔષધિ

મૂલેઠી એક આયુર્વેદિક ઔષધિ

આયુર્વેદમાં પેટ સાફ કરવાના ઘણા ઉપાયો છે. તેમાંથી એક મૂલેઠી છે. આ એક આયુર્વેદિક ઔષધિ છે, જે પાચનને સુધારે છે. આ માટે તમેઅડધી ચમચી મૂલેઠી અને થોડો ગોળ મિક્સ કરો. આ બંનેને ગરમ પાણી સાથે પીવો. પેટ સાફ કરવાનો આ શ્રેષ્ઠ ઉપાય છે.

કપ ગરમ દૂધમાં ઘી નાખીને પીવો

કપ ગરમ દૂધમાં ઘી નાખીને પીવો

સવારે પેટ સાફ કરવા માટે તમે રાત્રે સૂતી વખતે એક ગ્લાસ અથવા એક કપ ગરમ દૂધમાં ઘી નાખીને પી શકો છો. આ ઉપાયથી તમનેકબજિયાતથી રાહત મળશે.

English summary
Is the stomach not clearing in the morning? Adopt this Ayurvedic remedy
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X