દાદરની સમસ્યાને દૂર કરવા માટે અપનાવો આ ઘરેલુ ઉપાય

આવો જાણીએ અમુક હોમ રેમેડીઝ વિશે જે દાદરની સમસ્યાને દૂર કરવામાં મદદ કરી શકે છે.

દાદર એક એવી સમસ્યા છે જેનો દરેક વ્યક્તિએ ક્યારેકને ક્યારેક તો સામનો કર્યો જ હોય. આ એક પ્રકારનુ ફંગલ ઈન્ફેક્શન હોય છે જે સ્કીનના ઉપરના ભાગમાં દેખાય છે. જે એક સિક્કા જેવુ દેખાય છે. સામાન્ય રીતે દાદરની સમસ્યા થવા પર વ્યક્તિને ખંજવાળ આવે છે. જેનો ઈલાજ કરવો જરુરી છે. આના માટે અમુક સરળ નેચરલ ઉપાય પણ અપનાવી શકાય છે. આવો જાણીએ અમુક હોમ રેમેડીઝ વિશે જે દાદરની સમસ્યાને દૂર કરવામાં મદદ કરી શકે છે.

સાબુ અને પાણીનો ઉપયોગ

સાબુ અને પાણીનો ઉપયોગ

દાદરની સારવાર માટે સૌથી જરૂરી છે કે તમે ઈફેક્ટેડ એરિયાની સ્વચ્છતા જાળવો અને એ ભાગને સૂકો રાખો. ભેજની હાજરીમાં ફૂગ ઝડપથી ફેલાય છે. તમારે એ પણ ધ્યાનમાં રાખવુ જોઈએ કે દાદ માટે કોઈપણ ઉપાય લાગુ કરતાં પહેલા તે ભાગને સાબુ અને પાણીથી સાફ કરો. જો કે, તેનો ઉપયોગ સાવધાનીથી કરવો જોઈએ કારણ કે તે ત્વચામાં બળતરા પેદા કરી શકે છે.

લસણનો ઉપયોગ

લસણનો ઉપયોગ

દાદરની સારવાર માટે લોકો લસણનો ઉપયોગ કરે છે. જો કે, એવો કોઈ અભ્યાસ નથી કે જે દર્શાવે છે કે લસણ દાદરની સારવાર માટે અસરકારક છે. પરંતુ તેનો ઉપયોગ ઘણીવાર ચેપની સારવાર માટે થાય છે. તેથી દાદરથી રાહત મેળવવા માટે લોકોએ લસણનો ઉપયોગ કરવો જોઈએ. તમે ઓલિવ અથવા નાળિયેરના તેલમાં લસણની કળીઓને ક્રશ કરીને પેસ્ટ બનાવી શકો દો. હવે આ પેસ્ટને તમારી ત્વચા પર લગાવો અને તેને ઢાંકી દો. લગભગ 2 કલાક આ રીતે રહેવા દો અને પછી ધોઈ લો.

ટી ટ્રી ઓઈલ

ટી ટ્રી ઓઈલ

ટી ટ્રી ઓઈલ દાદર માટે એક ઉત્તમ ઘરેલુ ઉપચાર સાબિત થઈ શકે છે. જો કે, તે એક એસેંશિયલ તેલ હોવાથી તેને ત્વચા પર સીધુ ન લગાવવુ જોઈએ. નાળિયેરના તેલમાં ટી ટ્રી ઓઈલના થોડા ટીપા મિક્સ કરો અને તેને કોટનની મદદથી ત્વચા પર લગાવો. આ તેલના નિયમિત ઉપયોગથી તમને જલ્દી અસર જોવા મળશે.

હળદર છે લાભકારી

હળદર છે લાભકારી

હળદર એ માત્ર એક મસાલો નથી પરંતુ તે એક શ્રેષ્ઠ ઔષધિ છે. જેની મદદથી તમે અનેક પ્રકારની સમસ્યાઓ દૂર કરી શકો છો. જો તમે દાદર, ફોલ્લીઓ, ખંજવાળ જેવા ચામડીના રોગોથી પરેશાન છો તો હળદરનો ઉપયોગ કરો. હળદર તેના બળતરા વિરોધી ગુણધર્મોને કારણે ફોલ્લીઓની અસરકારક સારવાર કરી શકે છે. હળદરને પાણી અથવા નાળિયેરના તેલમાં મિક્સ કરીને ઘટ્ટ પેસ્ટ બનાવો અને તેને દાદર અને તેની આસપાસના ભાગ પર લગાવો.

એલોવેરા

એલોવેરા

એલોવેરા ત્વચાને સુધિંગ ઈફેક્ટ આપે છે. જેના કારણે તે દાદરના લીધે થતી ખંજવાળ અને બળતરાથી પણ રાહત આપે છે. આ માટે તમારે માત્ર એટલુ કરવાનુ છે કે તમે એલોવેરાના પાનને લો અને તેની જેલ કાઢી લો. હવે તેને એ જગ્યાએ લગાવો જ્યાં દાદર હોય. તેનાથી તમને ઘણી રાહત મળશે.

મૂલેઠી પાવડરથી મળશે લાભ

મૂલેઠી પાવડરથી મળશે લાભ

મૂલેઠી ત્વચા સંબંધિત સમસ્યાઓ દૂર કરવામાં મદદરૂપ છે. દાદર પર લગાવવા માટે તમે ઘટ્ટ પેસ્ટ બનાવી દો. આના માટે પીસેલી મૂલેઠીને પાણીમાં મિક્સ કરીને તેને ઉકાળો. ઉકળે એટલે ગેસ ધીમો કરો અને ઘટ્ટ પેસ્ટ બનવા દો. પેસ્ટ થોડી ઠંડી થાય પછી આ પેસ્ટને તમારી ત્વચા પર લગાવો અને થોડી વાર આ રીતે જ રહેવા દો. બાદમાં તમે તમારી ત્વચા સાફ કરી દો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X