For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો ઉપવાસ કરવાથી આપણા શરીરમાં શું અસર થાય છે!

|
Google Oneindia Gujarati News

મોટા ભાગના તમામ ધર્મોમાં ઉપવાસ અને વ્રત કે રોઝા રાખવાનું કહેવામાં આવે છે. આ દ્વારા તમારે એક કે પછી એકથી વધુ દિવસ ભૂખ્યા રહેવાનું હોય છે.

હવે સાયન્સ પણ આ પ્રકારના ફાસ્ટિંગને મહત્વપૂર્ણ ગણાવીને મહિનામાં એક વાર ફાસ્ટિંગ કરવાની સલાહ આપે છે.

જાણકારોનું માનવું છે કે ઉપવાસ કરવાથી શરીર અંદરથી રિપેર થાય છે. વધુમાં ડાયાબિટિઝ અને હાઇ બ્લડ પ્રેશર જેવા રોગોની શક્યતા પણ આમ કરવાથી ઓછી થાય છે. તો ચલો આજે અમે તમને ફાસ્ટિંગના ફાયદા બતાવીએ. જુઓ આ ફોટોસ્લાઇડર...

ગ્રોથ હોર્મોન વધારે છે

ગ્રોથ હોર્મોન વધારે છે

ઉપવાસ કરવાથી ગ્રોથ હોર્મોનનું ઉત્પાદન વધે છે. એક રિસર્ચ મુજબ ઉપવાસ કરવાથી શરીરમાં વિકાસ કરતા હોર્મોનનું ઉત્પાદન થાય છે. આ હોર્મોન તમને ફીટ રાખે છે. અને ઉંમર વધવાની પ્રક્રિયા ઓછી કરે છે.

ચરબીના થર તૂટે છે

ચરબીના થર તૂટે છે

ઉપવાસ કરવાથી ચરબીના થર તૂટે છે. જેનાથી વધારીની ફેટ બળી જાય છે અને તમે ફીટ રહો છો. વધુમાં હ્યુમન ગ્રોથ હોર્મન વધુ પેદા થવાના કારણે તમારી ચરબી ઓછી થાય છે.

ભૂખ લાગતા હોર્મોન ઘટે

ભૂખ લાગતા હોર્મોન ઘટે

નિયમસર ઉપવાસ કરવાથી ભૂખ પેદા કરતા હોર્મોન કે જેને ગ્રેરેલીન કહેવાય છે તે કાબુમાં રહે છે. માટે જ વારંવાર ઉપવાસ કર્યા બાદ આપણે જે તે દિવસે ભૂખ નથી લાગતી કારણ કે આપણા શરીરને તેની આદત પડી ગઇ હોય છે.

કેન્સર

કેન્સર

ઉપવાસ કરવાથી સેલ પર થતી ઓક્સીડેટીવ ડેમેજ ઓછી થાય છે. જે તમારી એજીંગની પ્રક્રિયાને ઓછી કરે છે અને તમે યુવાન રહો છો. વધુમાં તમારું એનર્જી લેવલ પણ વધે છે.

ડિટોક્સીન અને સફાઇ

ડિટોક્સીન અને સફાઇ

ઉપવાસ કરવાથી શરીરની આંતરિક સફાઇ થઇ જાય છે વધુમાં શરીરમાં જે નુક્શાન કરતા ટોક્સીન હોય છે તેનો પણ સફાયો થાય છે.

મગજ

મગજ

ઉપવાસ કરવાથી એકાગ્રતા વધે છે. BDNF નામના પ્રોટિનનું ઉત્પાદન પણ વધે છે . જેનાથી તમને પાર્કિનસન અને મોટી ઉંમરે ભૂલવાની બિમારીથી થવાની શક્યતા ઓછી થાય છે.

ડાયાબિટીઝ

ડાયાબિટીઝ

ડાયાબિટીઝ થવાનું મૂળ કારણ તે છે કે આપણું શરીર ઇનસ્યૂલીન પ્રતિરોધક થઇ જાય છે. અને આવું વજન વધવાથી થાય છે. ઉપવાસ કરવાથી ઇનસ્યૂલિનની પ્રતિરોધક શક્તિ ઓછી થાય છે અને વધારા ગ્લુકોઝ પણ શરીરમાંથી દૂર થાય છે.

હદય રોગ

હદય રોગ

ઉપવાસ કરવાથી ટ્રાઇગ્લિસરાઇડ શરીરમાંથી દૂર થાય છે અને શરીરનું ખરાબ કોલસ્ટ્રોલ પણ ઓછું થાય છે. આમ ઉપવાસ હદય માટે પણ સારું છે.

લીવર

લીવર

લીવરમાં તમામ પ્રકારના ટોક્સિન જાય છે. જ્યારે તમે ખાતા રહો છો ત્યારે તમારા લીવરને ડબલ લોડ કરવો પડે છે પણ જ્યારે તમે ભૂખ્યા રહો છો ઉપવાસ કરો છો લીવર તેનું કામ યોગ્ય રીતે કરી શકે છે.

આધ્યાત્મિક ઉપચાર

આધ્યાત્મિક ઉપચાર

ઉપવાસ કરવાથી તમારી શારિરીક બિમારી જ દૂર થાય છે તેવું નથી, તમે આધ્યાત્મિક રીતે પણ શાંત થાવ છો. ઉપવાસ તમારા શરીરને આરામના મોડમાં મૂકે છે. તમારું મગજ શાંત થાય છે અને તમે રિલેક્સ રહો છો. જેનાથી તમારું માનસિક સ્વાસ્થય પણ સારું રહે છે.

English summary
Fasting is defined as a break that you give to your regular day meals. Many researches have shown that fasting helps to improve your health. It is good for your heart health and it also reduces the risk of cancer.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X