• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મોડા લગ્ન કરવા એ પણ બની શકે છે સ્તન કેન્સરનું કારણ!

|

લખનઉ(વિશાલ મિશ્રા), ભારતમાં બ્રેસ્ટ કેન્સર એટલે કે સ્તન કેન્સરના કેસ સતત વધી રહ્યા છે. વાત જો કારણોની કરીએ તો દોડતા ભાગતા જીવનમાં જે યુવતિઓ મોટી ઉંબરે લગ્ન કરે છે, તેમને આનો ભય વધારે હોય છે. આ અમે નહીં પરંતુ લખનઉના કેન્સર નિષ્ણાંત કહી રહ્યા છે. આવો જાણીએ સ્તન કેન્સર કારણો અને તેના નિદાન અને તકેદારી અંગે...

સ્તન કેન્સરના કારણો:

લખનઉ કેન્સર ઇન્સ્ટિટ્યૂટના કન્સલ્ટેન્ટ ઓંકોલોજિસ્ટ ડો. વિવેક ગર્ગનું કહેવું છે કે સમય પહેલા માસિક ધર્મ આવવું, બદલાતી જીવન શૈલી, મોડી સંતાન પ્રાપ્તિ અને સ્તન પાનની ઊણપ, વારસાગત અને આનુવંશિક વિકાર સ્તન કેન્સરના અન્ય મોટા કારણો છે. આ અગે તેમણે આગળ સમજાવતા જણાવ્યું કે 30 વર્ષથી ઉપરની દરેક મહિલાને દર 15 દિવસ બાદ પોતાના હાથથી સ્તન અડીને તપાસી લેવા જોઇએ. કોઇ પ્રકારની ગાંઠ જણાતી હોય તો તુરંત ડોક્ટરને જાણ કરવી જોઇએ. તે ડોક્ટર ભલે કેન્સર નિષ્ણાંત હોય કે ભલે અન્ય સામાન્ય ડોક્ટર હોય. સ્તનની ગાંઠ, નિપ્પલથી ખૂન આવવું પ્રારંભિક લક્ષણ છે. ડિંપલિંગ, પકરિંગ, સ્તનની ત્વચામાં સોજો આવવો અને નિપ્પલનું અંદરની તરફ વળી જવું આ બિમારીના લક્ષણો છે.

સારવાર અંગે:

ડો. વિભોરે આ અંગેના નિદાનના ઉપાયોના વિષયમાં કહ્યું કે મહિલાઓએ પોતાની જીવનશૈલીમાં પરિવર્તન લાવવું જોઇએ. સાથે સાથે પોતાના બાળકોને સ્તનપાન કરાવવાથી પાછળ હઠવું જોઇએ નહી. 40 વર્ષોની ઉંમર બાદથી નિયમિતરીતે જાતે તપાસ કરવા ઉપરાંત દરવર્ષે મેમોગ્રામ (સ્તન કેન્સર સ્ક્રિનિંગ) કરાવી લેવી જોઇએ. આ એટલા માટે જરૂરી છે કારણ કે બિમારીની ઝલદી પકડાઇ જતા તેને અંગમાંથી કાપ્યા વગર જ સફળ સારવાર કરાવી શકાય છે.

સ્તન કેન્સરથી દરેક દિવસ 108 મહિલાઓનું મૃત્યુ થઇ જાય છે. કેન્સર એપિડેમિયોલોજીમાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર જે મહિલાઓ વધારે ચાલે છે, તેમનામાં સ્તન કેન્સર થવાની શક્યતા ઓછી રહે છે. દરરોજ ઓછામાં ઓછા દોઢ કલાક વૉક કરવું સ્વાસ્થ્ય માટે સારું રહે છે.

કેન્સર પર કાબુ

કેન્સર પર કાબુ

ડોક્ટર ગર્ગે જણાવ્યું કે 'અમે જાણીએ છીએ કે સ્તન કેન્સર પર કાબૂ મેળવવા માટે સૌથી સારુ શસ્ત્ર તેને પહેલા સ્થાને જ થવાથી રોકવાની ક્ષમતા છે'

શું છે પડકારો

શું છે પડકારો

હવે પડકાર એ છે કે અમે આ તારણોને અમલમાં કેવી રીતે લાવીએ. મેદસ્વીપણું, મોટી ઉંમરમાં લગ્ન, પહેલા બાળકના જન્મમાં મોડુ, દારુનું સેવન, અને વ્યાયામની અછત જેવી જીવનશૈલીમાં સ્થાયી પરિવર્તનને ઓળખો, કારણ કે આ કેટલાક એવા પ્રમુખ પરિવર્તનીય જોખમ કારક છે, જેને રોકવું મુશ્કેલ થઇ ગયું છે.

એવું હોય તો સચેત થઇ જાય

એવું હોય તો સચેત થઇ જાય

સ્તનના કોઇપણ ભાગમાં કોઇપણ ગાંઠ જેવું લાગે, સ્તનના આકારમાં પરિવર્તન લાગે. ત્વચામાં ખાડા કે સંકોચન હોય. તો તુરંત ડોક્ટરને મળો.

સ્તનમાં સોજો

સ્તનમાં સોજો

સોજો, લાલાશ, અથવા ગર્માહટ જે ઠીક ના થઇ રહ્યું હોય. સ્તનમાં એક સ્થાન પર દુ:ખાવો જેનો સંબંધ આપના માસિક ચક્ર સાથે ના હોય. નિપ્પલમાં ખેંચાવ હોય, તો તુરંત ડોક્ટરને મળો.

નિપ્પલમાંથી ડિસ્ચાર્જ

નિપ્પલમાંથી ડિસ્ચાર્જ

જો નિપ્પલમાંથી અચાનખ ડિસ્ચાર્જનું શરૂ થવું અને એક જ સ્તનથી ડિસ્ચાર્જ થવું, એક નિપ્પલમાં કોઇ ભાગમાં ખંજવાળ, સોજો અથવા તો સ્કેલિંગ થવું. તો તુરંત ડોક્ટર ને મળો.

સ્તન કેન્સરના કારણો

સ્તન કેન્સરના કારણો

લખનઉ કેન્સર ઇન્સ્ટિટ્યૂટના કન્સલ્ટેન્ટ ઓંકોલોજિસ્ટ ડો. વિવેક ગર્ગનું કહેવું છે કે સમય પહેલા માસિક ધર્મ આવવું, બદલાતી જીવન શૈલી, મોડી સંતાન પ્રાપ્તિ અને સ્તન પાનની ઊણપ, વારસાગત અને આનુવંશિક વિકાર સ્તન કેન્સરના અન્ય મોટા કારણો છે.

સ્તન કેન્સરના કારણો

સ્તન કેન્સરના કારણો

આ અગે ડો. વિવેક ગર્ગે આગળ સમજાવતા જણાવ્યું કે 30 વર્ષથી ઉપરની દરેક મહિલાને દર 15 દિવસ બાદ પોતાના હાથથી સ્તન અડીને તપાસી લેવા જોઇએ. કોઇ પ્રકારની ગાંઠ જણાતી હોય તો તુરંત ડોક્ટરને જાણ કરવી જોઇએ. તે ડોક્ટર ભલે કેન્સર નિષ્ણાંત હોય કે ભલે અન્ય સામાન્ય ડોક્ટર હોય.

સ્તન કેન્સરના કારણો

સ્તન કેન્સરના કારણો

સ્તનની ગાંઠ, નિપ્પલથી ખૂન આવવું પ્રારંભિક લક્ષણ છે. ડિંપલિંગ, પકરિંગ, સ્તનની ત્વચામાં સોજો આવવો અને નિપ્પલનું અંદરની તરફ વળી જવું આ બિમારીના લક્ષણો છે.

સ્તન કેન્સરની સારવાર અંગે

સ્તન કેન્સરની સારવાર અંગે

ડો. વિભોરે આ અંગેના નિદાનના ઉપાયોના વિષયમાં કહ્યું કે મહિલાઓએ પોતાની જીવનશૈલીમાં પરિવર્તન લાવવું જોઇએ. સાથે સાથે પોતાના બાળકોને સ્તનપાન કરાવવાથી પાછળ હટવું જોઇએ નહી.

સ્તન કેન્સરની સારવાર અંગે

સ્તન કેન્સરની સારવાર અંગે

40 વર્ષોની ઉંમર બાદથી નિયમિતરીતે જાતે તપાસ કરવા ઉપરાંત દરવર્ષે મેમોગ્રામ (સ્તન કેન્સર સ્ક્રિનિંગ) કરાવી લેવી જોઇએ. આ એટલા માટે જરૂરી છે કારણ કે બિમારીની ઝલદી પકડાઇ જતા તેને અંગમાંથી કાપ્યા વગર જ સફળ સારવાર કરાવી શકાય છે.

સ્તન કેન્સરની તકેદારી અંગે:

સ્તન કેન્સરની તકેદારી અંગે:

સ્તન કેન્સરથી દરેક દિવસ 108 મહિલાઓનું મૃત્યુ થઇ જાય છે. કેન્સર એપિડેમિયોલોજીમાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર જે મહિલાઓ વધારે ચાલે છે, તેમનામાં સ્તન કેન્સર થવાની શક્યતા ઓછી રહે છે. દરરોજ ઓછામાં ઓછા દોઢ કલાક વૉક કરવું સ્વાસ્થ્ય માટે સારું રહે છે.

English summary
According to cancer specialists the Late marriage is one of the big reasons of Breast Cancer.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X