• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સાવધાન! આ છે દુનિયાના સૌથી જોખમી ડ્રગ્સ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

દુનિયાભરના યુવાનોને પોતાની કેદમાં લીધા બાદ જીવલેણ માદક પદાર્થોએ પોતાની ખૂસણખોરી ભારતના યુવાનો પર જમાવી લીધી છે. આજકાલ દિલ્હી, બેંગ્લોર જેવા મોટા-મોટા શહેરોમાં પાર્ટીમાં ડ્રગ્સ બિંદાસપણે સપ્લાઇ થાય છે. ગાંજો, હેરોઇન, ક્રિસ્ટલ મેથ, એલએસડી અને કોકીન વગેરેના લતિ થઇ ચૂકેલા લોકો તેમના ઘણા ફાયદાઓની વકાલત કરે છે, તો બીજી તરફ ડૉક્ટર અને શોધકર્તા કહે છે કે સતત ડ્રગ્સ લેવાથી માણસ ડિપ્રેશન, ફેફસાંની બિમારી, કેન્સર, મતિભ્રમ અને અંતે મોતનો સામનો કરવો પડે છે.

<strong>બિયર પીવાથી થાય છે આટલા બધા ફાયદા</strong>બિયર પીવાથી થાય છે આટલા બધા ફાયદા

ડ્રગ્સ લેવા આજકાલના જમાનામાં જાણે એક ફેશન બનતી જાય છે, પરંતુ તેની લત જો ખરાબ રીતે પડી ગઇ તો તેનાથી મુક્તિ મેળવવી ખૂબ મુશ્કેલ છે. ઘણા કેસમાં રોગેને ડ્રગ્સની એટલી ખરાબ લત લાગી જાય છે કે જો તેને તે સમયે ડ્રગ્સ ન આપવામાં આવે તો તેનું મોત નિપજે છે. ક્ષણિક સુખ માટે અનમોલ જીંદગી ગુમાવવી પડી છે. શું તમે આ ડ્રગ્સના નામ જાણો છો, જે વિશ્વના સૌથી જીવલેણ અને ખતરનાક ડ્રગ્સમાંથી એક છે? જો નહી તો વાંચો અમારો આ લેખ.

ગાંજો/મારિજુઆના

ગાંજો/મારિજુઆના

હશીશ, કૈનાબિસ કે ગાંજો, કોઇપણ નામે ઓળખવામાં આવે છે, નશો કરવા માટે નશો કરનારા તેના માટે મોટી રકમ આપતાં પણ થાકતા નથી. તમે ગાંજાની તુલના કોઇ બીજા ડ્રગ્સ સાથે કરી શકતા નથી કારણ કે તેને લેવામાં ખૂબ આનંદ આવે છે. જો કે તેને લાંબા સમય સુધી લેવાથી ડિપ્રેશન અથવા ફેફસાંની બિમારી થઇ શકે છે.

એમડીએમએ

એમડીએમએ

એક્સ્ટસી યુવાનો વચ્ચે એક ખૂબ જ લોકપ્રિય નશો છે. તેનું નિશ્વિત બિંદુનો ઉપયોગ કરવાથી શરીરને કોઇ નુકસાન પહોંચતું નથી. પરંતુ લાંબા સમય સુધી તેનો ઉપયોગ તંત્રિકા તંત્રને પ્રભાવિત કરી શકે છે. ઘણા દેશોમાં એમડીએમએનો ઉપયોગ અવૈધ છે. તેને લોકો પાર્ટી દરમિયાન લેવાનું પસંદ કરે છે કારણ કે આ તેમના અંદરના ઉત્સાહને વધારે છે. જો તમે તેને દારૂની સાથે લેશો તો તે વિનાશકારી થઇ શકે છે.

કેટામાઇન

કેટામાઇન

આ નશીલી દવા ભારતમાં રેવ પાર્ટીમાં સપ્લાઇ કરવામાં આવે છે. દુનિયામાં સૌથી વધુ હાનિકારણ નશીલા પદાર્થની યાદીમાં તેનું સ્થાન બીજા નંબરે આવે છે. તેનું વધુ સેવન તમારી મતિભ્રમ કરી શકે છે.

ક્રિસ્ટલ મેથ

ક્રિસ્ટલ મેથ

મેથેમ્ફેટામાઇન સીધી મગજ પર અસર કરે છે. તેને લેવાથી શરીરની ઉર્જા અને ગતિવિધિઓ વધે છે. તેનાથી આત્મવિશ્વાસ અને સ્વસ્થ્ય હોવાનો અહેસાસ પણ થાય છે. આ અવૈધ રીતે બનાવવામાં આવે છે અને દુનિયાભરમાં વેચવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ક્રિસ્ટલ મેથની લત સરળતાથી છૂટતી નથી.

કોકીન

કોકીન

આ એક લોકપ્રિય પાર્ટી ડ્રગ્સ છે જે સૌથી ખતરનાક નથામાં એક છે. તેને લેવાથી મસ્તિકમાં ફીલ ગુડ રસાયણ રિલીજ થવા લાગે છે. તેની આદત જલદી છૂટતી નથી. આ ડ્રગ્સને મગજની સંરચના બદલાવવા લાગે છે. મગજમાં થનાર આ પરિવર્તનથી શીખવા અને યાદ કરવાની ક્ષમતા પર અસર પડે છે.

દારૂ

દારૂ

આજે આ દુનિયામાં દરેક ત્રીજો વ્યક્તિ દારૂનો આદી બની ચૂક્યો છે. આ માદક પદાર્થ અન્ય નશીલા પદાર્થોની તુલનામાં સૌથી વધુ ઘાતક છે.

તમાકુ

તમાકુ

તમાકુ, ગાંજાથી પણ વધુ ખતરનાક છે. તેની લત છોડાવવા છતાં છુટતી નથી. તમાકુ સંબંધિત બિમારીઓના લીધે દર વર્ષે લગભગ 5 મિલિયન લોકોના મોત નિપજે છે. જેમાં લગભગ 1.5 મિલિયન મહિલાઓ સામેલ છે.

એલએસડી

એલએસડી

આ એક શક્તિશાળી સાઇકેડેલિક ડ્રગ્સ છે. લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરવાથી આ ગંભીર અને અપરિવર્તનીય વ્યામોહ મેદા કરી શકે છે. આ ડ્રગ્સ મતિભ્રમ પેદા કરી શકે છે. એક એલએસડીની અસર લગભગ 12 કલાક સુધી રહે છે.

હેરોઇન

હેરોઇન

હેરોઇનને ડ્રગ્સની રાણી કહેવામાં આવે છે. તેને લેવાથી ત્વચા, હદય અને ફેફસાંમાં સંક્રમણ, કબજિયાત, સેક્સમાં નબળાઇ અને મહિલાઓને વાંજીયપણા વગેરેના ખતરા વધી શકે છે. તેની લત છોડવવાથી માણસનું મૃત્યું થઇ શકે છે.

સ્પીડ બૉલ

સ્પીડ બૉલ

આ હેરોઇન અને કોકીનનો ઘાતક મેળ છે. એવા હેરોઇનના લતિ જેમને પોતાના આનંદ માટે હેરોઇન પણ ઓછી પડે છે, તે સ્પીડ બૉલનો સહારો લે છે. આ ડ્રગ્સના ઓવરડોઝથી ઘણા મોત નિપજ્યાં છે.

English summary
Let us now look at these 10 most dangerous drugs in the world. They also come under the tag of "deadliest drugs in the world".
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X