• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સ્વસ્થ યોનિની દેખભાળની એકદમ નવી ટોપ 10 રીત

By Kumar Dushyant
|

યોનિ, દરેક સ્ત્રીના શરીરનો મુખ્ય ભાગ હોય છે અને કદાચ આ જ તે ભાગ છે જેના આધારે તે જીવનમાં પત્નીથી માંડીને માતા બને છે. છોકરીઓને શરૂઆતમાં યોનિ વિશે વધુ જાણકારી હોતી નથી, પરંતુ 2 દાયકા બાદ જ પીરિયડ્સ, મંગેતરને મળવું, લગ્ન, સેક્સ અને બાળકોને જન્મ થવો વગેરે બાદ સ્ત્રી સારી રીતે યોનિનું ધ્યાન રાખતા શીખી જાય છે. બધી મહિલાઓ સારી પેઠે જાણે છે કે યોનિને સાફ રાખવી જોઇએ. પૈડ દર 5 કલાકમાં બદલી લેવું જોઇએ અને પૈપ પરિક્ષણ નિયમિત કરાવવું જોઇએ.

નાની ઉંમરની છોકરીને પસંદ નથી યૌન સંબંધ દરમિયાન કોન્ડોમનો ઉપયોગ

પરંતુ જેમ-જેમ ઉંમર વધતી જાય છે અને મેનોપોઝ ફેજ ચાલી રહ્યો હોય છે, તે દરમિયાન યોનિને સ્વસ્થ રાખવી ખૂબ જ જરૂરી હોય છે કારણ કે એક જ ભૂલ કેન્સરનો ખતરો વધારી શકે છે. આ આર્ટિકલમાં ઘણા પ્રકારની ભૂલોને બતાવવામાં આવી રહી છે જે મોટાભાગે મહિલાઓ કરે છે અને પોતાને નુકસાન પહોંચાડે છે. તો આ વો જાણીએ કે યોનિને સ્વસ્થ રાખવા માટે કઇ વાતોનું ધ્યાન રાખવું જોઇએ.

બજારમાં આવ્યો નવો 'ઇલેક્ટ્રિક એલ કોન્ડોમ', કરાવશે પરમાનંદની અનુભૂતિ

પીરિયડ્સ દરમિયાન અનિયમિતતા

પીરિયડ્સ દરમિયાન અનિયમિતતા

ઘણીવાર ઉંમર વધવાની સાથે-સાથે પીરિયડ્સમાં બ્લડિંગ ખૂબ થાય છે, પરંતુ આવું દર વખતે અને દરેકની સાથે થતું નથી. પરંતુ આવું દરેક વખતે અને દરેકની સાથે થતું નથી. જો તમે દર બે અઠવાડિયમાં પીરિયડ્સ અને સેક્સ માણતી વખતે અને સેક્સ માણ્યા બાદ યોનિમાંથી લોહી નિકળે છે તો ડૉક્ટરનો સંપર્ક કરો. વધુ લોહી નિકળવું સારા સંકેત નથી, ગર્ભાશયમાં ગાંઠ, એનીમિયા, હારમોન્સ સંબંધી સમસ્યા, સર્વાઇકલ, યૂટ્રિન કે ઓવેરિયન કેન્સર થયા બાદ પણ આ સમસ્યા થઇ શકે છે.

યોનિ સંક્રમણની સારવાર

યોનિ સંક્રમણની સારવાર

યોનિમાં સંક્રમણ હોવું કોઇ ગંભીર બિમારી નથી પરંતુ ગંભીર બિમારનું કારણ બની શકે છે. દરેક મહિલાને જીવનકાળમાં ઓછામાં ઓછા એક વાર યોનિમાં ફર્સ્ટ-ઇંફેક્શન થાય છે. ઘણીવાર સ્ત્રીઓને યોનિમાં ખંજવાળ આવવા લાગે છે અને તે તેના એન્ટી-ફંગલ ક્રીમ લગાવી લે છે, પરંતુ દરેક વખતે આમ ન કરવું જોઇએ. યોનિમાં બે પ્રકારે સંક્રમણ થાય છે-બેક્ટિરિયલ વેજીનોસિસ (બીવી), આ સંક્રમણમાં યોનિમાં બેક્ટેરિયા થઇ જાય છે. બીજું ટ્રિકોમોનિસાઇસિસ થાય થાય છે જેમાં ખૂબ જ ખંજવાળ આવે છે.

ટેલ્કમ પાવડર લગાવવો

ટેલ્કમ પાવડર લગાવવો

ઘણીવાર મહિલાઓ કોઇપણ પ્રકારની સમસ્યા થતાં ટેલ્કમ પાવડર એટલે કે બેબી પાવડર છાંટી લે છે, આમ કરવાથી કેન્સરનો ખતરો 30 ટકા વધી જાય છે. તેનાથી સારું રહેશે, તમે કોટન પેન્ટી પહેરો અને પીરિયડ્સ દરમિયાન યોનિને પાણી વડે સાફ કરતા રહો.

કીગલ એક્સરસાઇઝ ન કરવી

કીગલ એક્સરસાઇઝ ન કરવી

ગર્ભાવસ્થા દરમિયાન અને પછી મહિલાઓ કીગલ એક્સરસાઇઝ કરતી રહે છે પરંતુ પછી અચાનક છોડી દે છે. જો તે તેને સતત કરે તો તેમની યોનિ 50 વર્ષની ઉંમરમાં 40 વર્ષની માફક રહેશે. પેલ્વિક એરિયાની માંસપેશીઓ ઉંમર વધવાની સાથે નબળી થતી જાય છે જે કીગલ એક્સરસાઇઝ કરવાથી મજબૂત થઇ જાય છે.

બર્થ કન્ટ્રોલનો ઉપયોગ ન કરવો

બર્થ કન્ટ્રોલનો ઉપયોગ ન કરવો

જો તમને પીરિયડ્સ આવવાનું બંધ થઇ ગયું છે તો તેનો અર્થ એવો નથી કે તમને મેનોપોઝ થઇ ગયો છે, બની શકે કે ગર્ભવતી હોવ, એક ઉંમર બાદ બર્થ કન્ટ્રોલનો ઉપયોગ કરવો સુરક્ષિત હોતું નથી, તમે ગર્ભવતી થઇ શકો છો. એટલા માટે તમે સેક્સ દરમિયાન પોતાના પાર્ટનરને કોન્ડોમનો ઉપયોગ કરવાનું કહો કે પછી ટેબલેટ ખાવ.

કોન્ટ્રોસેપ્ટિવનો ઉપયોગ ન કરવો

કોન્ટ્રોસેપ્ટિવનો ઉપયોગ ન કરવો

40 વર્ષની ઉંમર બાદ લોકો કોન્ટ્રોસેપ્ટિવનો ઉપયોગ ખૂબ ઓછો કરે છે, તેમણે સારું લાગતું નથી, પરંતુ કોન્ડોમનો ઉપયોગ કરતાં સેક્સ માણવું સેફ હોય છે.

સેક્સ ન માણવું

સેક્સ ન માણવું

એક ડેટા પ્રકાશનમાં આ વાત સામે આવી છે કે 40 વર્ષ બાદ અને 50 વર્ષ બાદની મહિલાઓએ સર્વેક્ષણમાં કહ્યું કે ગત વર્ષમાં તેમણે ખૂબ જ ઓછું સેક્સ માણ્યું છે. આમ કરવાથી યોનિમાં સુકાપણું, શરીરમાં એસ્ટ્રોજનનું સ્તર ખૂબ ઓછું, ખંજવાળ અને સહજ થવા જેવી સમસ્યાઓ ઉત્પન્ન થઇ જાય છે. સેક્સ નિયમિત રીતે કરવાથી ચિકણાપણું રહે છે અને યોનિ સ્વસ્થ રહે છે.

લાઇનર પેન્ટી પહેરો

લાઇનર પેન્ટી પહેરો

જો તમારે પીરિયડ્સમાં અનિયમિતતા છે તો તમે હંમેશા લાઇનર પેન્ટી પહેરો, તેનાથી ક્યારેય પણ પીરિયડ્સ શરૂ થતાં તમને શરમ અનુભવવી પડશે નહી, જો કે તેનાથી ઘણા પ્રકારના સંક્રમણ થઇ શકે છે, એટલા તેને સ્વચ્છ રાખો.

નિયમિત પરીક્ષણ ન કરાવવું

નિયમિત પરીક્ષણ ન કરાવવું

અમેરિકન કોલેજ ઓફ ઓબ્સ્ટ્રિશિયન અને ગાયનોકોલિસ્ટ દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા નિર્દેશો અનુસાર, 30 વર્ષ સુધી પોતાનું પરિક્ષણ કરાવે છે પરંતુ ત્યારબાદ ઢીલી પડી જાય છે અને પેપ પરીક્ષણ કરાવતી નથી. આમ કરશો નહી. દર વર્ષે ડૉક્ટરોની પાસે રેગ્યુલર ચેકઅપ માટે જાવ. આ દરમિયાન બ્રેસ્ટ અને યોનિ પરિક્ષણ કરાવો.

English summary
As you get older — and especially as you approach perimenopause and menopause — you may have new vaginal symptoms or issues you’re not so prepared to deal with. And seemingly harmless habits can have a big impact on everything from your sex life to your cancer risk.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more