ઇન્ટરનેટ પર વેચાઇ રહી છે, કોબારાની શરાબ અને વંદાનો લોટ!

હાલ ભારતભરમાં મેગી પર વિવાદ ચાલી રહ્યો છે. અને અન્ય કેટલાક ખાદ્યપદાર્થોમાંથી પણ જીવડાં નીકળવા મામલે હોહાપો થઇ રહ્યો છે ત્યાં જ એક એવી પણ વેબસાઇટ છે જ્યાં અલગ અલગ પ્રકારના જીવડાઓનો લોટ, દારૂ તમે ઓનલાઇન ઓર્ડર કરીને મંગાવી શકો છો.

એટલું જ નહીં જો તમારે નાના મોટા વંદા, માંકડ, અળસિયા પેકેટમાં જોયતા હોય તો પણ તમે આ વેબસાઇટ પર મંગાવી શકો છો. વળી, આ બધામાં ભાવ પણ એટલા ઊંચા છે કે તે વાંચીને તમને થશે કે ઓહો વંદાના આટલા બધા ભાવ!

જો કે www.bizarrefood.com આ સાઇટનો દાવો છે કે વંદા, અલગ અલગ કિડાઓમાં પ્રોટિનની સારી માત્રા હોય છે અને તેને ખાવું સ્વાસ્થય માટે લાભદાયક છે. તો જરા જુઓ તો ખરા આ સાઇટ પર કંઇ કંઇ વસ્તુઓ કેવા કેવા ભાવમાં વેચાય છે. જુઓ આ ફોટોસ્લાઇડર...

કીડીના ઇંડા

કીડીના ઇંડા

કાળી કીડીના સૂકાયેલા ઇંડા તમને અહીં માત્ર 4.8 ડોલરમાં મળશે.

રેશમી કિડા

રેશમી કિડા

ચોકલેટ કોટેડ રેશમી કિડો. આ પેક તમને 4.8 ડોલરમાં મળશે.

કોબરાની વ્હિસ્કી

કોબરાની વ્હિસ્કી

કોબરા જેવા ઝેરીલા સાપની વ્હિસ્કી!! હા હા આ વ્હિસ્કી કોબરા સાપમાંથી બની છે.

તીડનો લોટ

તીડનો લોટ

તીડનો લોટ પણ આ સાઇટ પર ઉપલબ્ધ છે. જેના નાનકડા પેકેટના તમારે 9.80 ડોલર આપવા પડશે.

મોટા તીડનો

મોટા તીડનો

વધારે પ્રોટિન વાળા મોટા તીડનો લોટ પણ મળે છે. એટલે કે તમે મોટા અને નાના બન્ને પ્રકારના તીડનો લોટ અહીંથી મેળવી શકો છો.

અળસિયાનો લોટ

અળસિયાનો લોટ

અળસિયાનો લોટ આ સાંભળીને જ કેટલું વિચિત્ર લાગે છે. જો કે તે પણ અહીં મળે છે.

ચોકલેટી વંદો

ચોકલેટી વંદો

ચોકલેટમાં કવર કરેલા વંદાની ચોકલેટ પણ તમે અહીંથી મેળવી શકો છો.

મિશ્ર જીવડા

મિશ્ર જીવડા

એટલું જ નહીં તમે અહીં ડ્રાય રેશમી કિડા, અળસિયા, લારવા મેળવી શકો છો.

લોટ

લોટ

એટલું જ નહીં તમને આ વેબસાઇટ પર મિશ્ર જીવડાઓનો લોટ પણ મળશે.

વીંછીં

વીંછીં

25 તળેલા કે પ્રિઝર્વ કરેલા વીંછીં તમે અહીં 48 ડોલરમાં મેળવી શકો છો.

કાળા વિંછીંની વોડકા

કાળા વિંછીંની વોડકા

કોબરા સાપની વ્હિસ્કીની જેમ જ તમે અહીં કાળા વિંછીંની વોડકા પણ મેળવી શકો છો.

એશિયન સાપની વ્હિસ્કી

એશિયન સાપની વ્હિસ્કી

એશિયન સાપની વ્હિસ્કીની જેમ જ તમે અહીં અનેક પ્રકારના સાપની વ્હિસ્કી મેળવી શકો છો.

કોબરા અને લીલા સાપની વ્હિસ્કી

કોબરા અને લીલા સાપની વ્હિસ્કી

એટલું જ નહીં કોબરા સાપ અને ઘાસનો લીલા સાપ એમ બે સાપોની વ્હિસ્કી પણ અહીં મળશે.

લાવરાની ચા

લાવરાની ચા

સૂકાયેલા લાવરાની ચા પીવી હોય તો અહીં સૂકાયેલા લાવરાની ટી બેગ પણ મળે છે.

માંકડ

માંકડ

તળેલા માંકડ અને પ્રિઝર્વ કરેલા માંકડ પણ તમે અહીં ઓનલાઇન શોપિંગ કરીને મેળવી શકો છો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X